Lawrence Gang Threat : Ranveer Singh અને Rohit Shetty ને જોખમ
- Lawrence Gang Threat નો હાહાકાર સામે આવ્યો
- ગ્લેમર વર્લ્ડ પર ફરીથી ગેંગસ્ટરનો ઓછાયો
- રણવીર સિંહ, રોહિત શેટ્ટીને ફરીથી મળી ધમકી
- લોરેન્સ બિશ્નોઈના નામે વોઈસ નોટથી ધમકી
- લોરેન્સ ગેંગના હૈરી બૉક્સરે ધમકી આપ્યાનું ખુલ્યું
- આખા સ્ટાફને ખતમ કરી નાંખવાનો ઉલ્લેખ
- ધમકી અંગે મુંબઈ પોલીસે તપાસ હાથ ધરી
Lawrence Gang Threat : અભિનેતા રણવીર સિંહ અને પ્રખ્યાત દિગ્દર્શક રોહિત શેટ્ટી ફરી એકવાર લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર આવી ગયા છે. આ વખતે, બિશ્નોઈ ગેંગના સભ્ય હેરી બોક્સરે એક ભયાનક ઓડિયો બહાર પાડ્યો છે, જેમાં ફક્ત સ્ટાર્સને જ નહીં, પરંતુ તેમના સમગ્ર સ્ટાફને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ ભયાનક ઓડિયો બાદ, બંને સ્ટાર્સ માટેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. (Lawrence Gang Threat)
સનસનાટી મચી ગઇ (Lawrence Gang Threat)
અહેવાલો અનુસાર, આ ધમકી સ્ટાર્સ દ્વારા તાજેતરમાં દાખલ કરાયેલી પોલીસ ફરિયાદના જવાબમાં છે. ગેંગે સ્પષ્ટપણે કહ્યું છે કે, પોલીસનો આશરો લેવો મોંઘો સાબિત થઈ શકે છે. આ ચેતવણીથી સમગ્ર ઉદ્યોગમાં સનસનાટી મચી ગઇ છે, અને સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર છે. હુમલાખોર દાવો કરે છે કે, તેની પાસે ફક્ત સ્ટાર્સની જ નહીં, પરંતુ તેમના સમગ્ર સ્ટાફની પણ વિગતો છે. (Lawrence Gang Threat)
આ પણ વાંચો ------- Kapoor Brothers: "ઓ રોમિયો" ગીત પર શાહિદ અને ઈસાન ખટ્ટરનો અદભૂત નાચ, ફેન્સ જોઈને બોલ્યા Wow
લાઇનમાં આવી જાઓ (Lawrence Gang Threat)
ઓડિયો ક્લિપમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય, તો રણવીર અને રોહિતને તેમના સમગ્ર સ્ટાફ સાથે મારી નાખવામાં આવશે. બિશ્નોઈ ગેંગના એક સભ્ય, જે ગેંગ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરે છે, તેણે કહ્યું કે, "અમે તમને જણાવીશું કે, ઇનકાર કરવા બદલ શું સજા થાય છે." કથિત ઓડિયોમાં, ધમકી આપનાર વ્યક્તિ કહે છે કે, "લાઈનમાં આવો. જો તમે નહીં કરો, તો તમે જોશો કે અમે પછી શું કરીએ છીએ." (Lawrence Gang Threat)
તમારી સાત પેઢીઓ યાદ રાખશે
મીડિયા અનુસાર, બિશ્નોઈ ગેંગનો રણવીર અને રોહિત સામે ગુસ્સો હવે ચરમસીમાએ છે. ગેંગ દ્વારા બહાર પાડવામાં આવેલી એક ધમકીભરી વોઈસ નોટ સીધી રણવીર પર નિશાન સાધે છે. હુમલાખોરે કહ્યું કે, "રણવીર સિંહ, તને સલાહ આપવાનો, અને પોલીસમાં ફરિયાદ નોંધાવવાનો બહુ શોખ છે. હવે અમે તમારી સાથે એવું કંઈક કરીશું જે તમારી સાત પેઢીઓ યાદ રાખશે." વોઈસ નોટ બંનેને "લાઈનમાં આવવા" ની અંતિમ ચેતવણી આપવામાં આવી છે. (Lawrence Gang Threat)
રણવીર-રોહિતના સ્ટાફની વિગતો પણ છે
વાઈરલ વોઈસ નોટમાં હુમલાખોરનો અવાજ અત્યંત આક્રમક છે. તે કહે છે, "આ વોઈસ નોટ તમારા માટે છે, રણવીર સિંહ અને રોહિત શેટ્ટી. અમારી પાસે તમારા જોડે કામ કરતા બધા મેનેજરો અને લોકો વિશે વિગતો છે. અમે જાણીએ છીએ કે, તેઓ ક્યારે ઓફિસમાં જશે, તેમના પરિવારો ક્યાં રહે છે, બધું જ. અમે તમને કંઈ નહીં કહીએ. પહેલા, અમે તમારા સ્ટાફની જોડે ગડબડ કરીશું, અને પછી જ તમે તમારો પાઠ શીખી શકશો."
AI ના ઉપયોગની આશંકા
મુંબઈ પોલીસે રણવીર અને રોહિતને મળેલી કથિત ઓડિયો ધમકી માટે લાંબું સ્પષ્ટીકરણ આપ્યું છે. પોલીસનું કહેવું છે કે, આજના યુગમાં, AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને નકલી વૉઇસ સંદેશાઓ બનાવવા ખૂબ જ સરળ છે, જેના કારણે વાસ્તવિક ખતરા અને નકલ કરનારાઓ વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બને છે. પોલીસે પુષ્ટિ આપી છે કે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ઑડિયોની સત્યતા ઉજાગર કરવા માટે તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો ----- અભિનેતા આહાન પાંડેને Tira Beauty એ પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા


