Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Lawrence of Punjab documentary : ગૅન્ગસ્ટરની ગાથા પર બ્રેક! ‘લૉરેન્સ ઓફ પંજાબ’ ની રિલીઝ અટકી

"દિલ્હી હાઈકોર્ટે 'લૉરેન્સ ઓફ પંજાબ' ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ યથાવત રાખ્યો છે. જાણો કેમ કેન્દ્ર સરકારની એડવાઈઝરી બાદ કોર્ટે આ નિર્ણય લીધો અને ભવિષ્યમાં તેની રિલીઝ માટે કેટલીક કાયદાકીય શરતો રહેશે.
lawrence of punjab documentary   ગૅન્ગસ્ટરની ગાથા પર બ્રેક  ‘લૉરેન્સ ઓફ પંજાબ’ ની રિલીઝ અટકી
Advertisement
  • Lawrence of Punjab documentary : "દિલ્હી હાઈકોર્ટે 'લૉરેન્સ ઓફ પંજાબ' ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ યથાવત રાખ્યો છે. જાણો કેમ કેન્દ્ર સરકારની એડવાઈઝરી બાદ કોર્ટે આ નિર્ણય લીધો અને ભવિષ્યમાં તેની રિલીઝ માટે કેટલીક કાયદાકીય શરતો રહેશે.

Lawrence of Punjab documentary : ગેંન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈના જીવન પર આધારિત ડોક્યુમેન્ટ્રી સીરીઝ ‘લૉરેન્સ ઓફ પંજાબ’ Lawrence of Punjab હાલમાં કાયદાકીય ગૂંચવણોમાં ફસાઈ છે. દિલ્હી હાઈકોર્ટે-Delhi High Court આ મામલે સ્પષ્ટ કરી દીધું છે કે સરકારની મંજૂરી વિના આ સીરીઝ પબ્લિક પ્લેટફોર્મ પર રજૂ કરી શકાશે નહીં. આ નિર્ણય માત્ર એક મનોરંજનના વિષય પરનો પ્રતિબંધ નથી, પરંતુ સમાજની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને જાળવી રાખવા માટેનું એક મહત્વનું પગલું છે.

Lawrence of Punjab documentary : સરકારની એડવાઈઝરી અને કોર્ટનું વલણ

કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયે-Ministry of Information and Broadcasting ઓટીટી પ્લેટફોર્મ 'ને એક વિશેષ એડવાઈઝરી જારી કરી હતી, જેમાં આ સીરીઝને રિલીઝ ન કરવાની સલાહ આપવામાં આવી હતી. 27 એપ્રિલ 2026 ના રોજ આ મામલે સુનાવણી કરતા જસ્ટિસ પુરુષેન્દ્ર કુમાર કૌરવની બેન્ચે જણાવ્યું હતું કે જ્યાં સુધી સરકારની આ સલાહને પડકારવામાં ન આવે અથવા મંત્રાલય તેને પાછી ન ખેંચે, ત્યાં સુધી નિર્માતાઓ આ ડોક્યુમેન્ટ્રી રિલીઝ કરી શકશે નહીં.

Advertisement

Lawrence of Punjab documentary : શા માટે લેવાયો આ નિર્ણય?

આ ડોક્યુમેન્ટ્રી લૉરેન્સ બિશ્નોઈના જીવન પર આધારિત છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીનો મુખ્ય હેતુ એ હતો કે આવી સામગ્રીથી સમાજમાં ખોટો સંદેશ જઈ શકે છે અથવા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વણસી શકે છે. સરકારના હસ્તક્ષેપ બાદ હાઈકોર્ટે આ કેસની કાર્યવાહી હાલ પૂરતી બંધ કરી દીધી છે, કારણ કે અત્યારે આ સીરીઝ રિલીઝ થવાની કોઈ શક્યતા જણાતી નથી.

Advertisement

નામ બદલીને રિલીઝ કરવાની આશંકા

સુનાવણી દરમિયાન લૉરેન્સના વકીલે એવી આશંકા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં નિર્માતાઓ ડોક્યુમેન્ટ્રીનું નામ કે પાત્રોની ઓળખ બદલીને તેને ફરીથી રજૂ કરવાનો પ્રયાસ કરી શકે છે. આ બાબતે હાઈકોર્ટે ટકોર કરતા જણાવ્યું કે:

  • જો ભવિષ્યમાં નિર્માતાઓ અન્ય કોઈ રૂપમાં આ ફિલ્મને લાવવાનો પ્રયાસ કરે, તો અરજીકર્તા ફરીથી કાયદાકીય વિકલ્પ અપનાવવા માટે સ્વતંત્ર છે.

  • કોઈપણ સંજોગોમાં સરકારી નિયમોનું ઉલ્લંઘન સહન કરવામાં આવશે નહીં.

દિલ્હી હાઈકોર્ટનો આ નિર્ણય સ્પષ્ટ કરે છે કે જ્યારે વિષય સંવેદનશીલ હોય અને તેની સીધી અસર જાહેર સુરક્ષા પર પડતી હોય, ત્યારે અભિવ્યક્તિની આઝાદી કરતાં સામાજિક હિતને પ્રાથમિકતા આપવામાં આવે છે. ‘લૉરેન્સ ઓફ પંજાબ’ અત્યારે તો કાયદાના સકંજામાં છે અને તેની રિલીઝ માટે સરકારની લીલી ઝંડી અનિવાર્ય છે.

આ પણ વાંચો : Bharat Kapoor Passes Away : દિગ્ગજ પીઢ અભિનેતા ભરત કપૂરનું 80 વર્ષની વયે નિધન

Tags :
Advertisement

.

×