Lawrence Of Punjab સિરીઝના નિર્માતાઓને મોટો ઝટકો, અરમાનો પર પાણી ફર્યું !
- Lawrence Of Punjab નું ટ્રેલર રિલીઝ થતા જ વિવાદ સર્જાયો
- પંજાબ કોંગ્રેસ દ્વારા સિરીઝને રિલીઝ પર રોક લગાડવાની માંગ કરાઇ હતી
- કેન્દ્ર સરકારે સિરીઝ પર રોક લગાડતા મામલો કોર્ટરૂમ સુધી પહોંચ્યો છે
- કોર્ટે સુનવણી દરમિયાન માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૂચન પર ભાર મુક્યો
Lawrence Of Punjab : ZEE5 ની વેબ સિરીઝ "લોરેન્સ ઓફ પંજાબ" તેના ટ્રેલર રિલીઝ થયા પછીથી વિવાદમાં (Trailer Release - Controversy) ફસાઈ ગઈ છે. પંજાબ કોંગ્રેસે (Punjab Congress) તેની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરી હતી, જેના કારણે કેન્દ્ર સરકારે રિલીઝ પર રોક લગાડવાનો આદેશ આપ્યો હતો. બાદમાં આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, અને દિલ્હી હાઈકોર્ટે કેસની સુનાવણી કરતા એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારના નિર્દેશ પછી કેસમાં કંઈ બચ્યું નથી.
Lawrence Of Punjab, કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો
27 એપ્રિલે કેસની સુનાવણી કરતી વખતે, જસ્ટિસ પુરુષેન્દ્ર કુમાર કૌરે જણાવ્યું હતું કે, કેસમાં કંઈ બચ્યું નથી, કારણ કે, કેન્દ્ર સરકારે ZEE5 ને સિરીઝ રિલીઝ ન કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે, જ્યાં સુધી માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જારી કરાયેલી સલાહ-સૂચનને અવગણવામાં ન આવે, ત્યાં સુધી નિર્માતાઓ સિરીઝ રિલીઝ કરી શકતા નથી. આ સિરીઝ 27 એપ્રિલે રિલીઝ થવાની હતી.
આ પણ વાંચો - Aamir Khan Emotional : જુનૈદની ફિલ્મ જોઈ પિતા આમિરની આંખો ભીની, સાઈ પલ્લવી માટે કહી આ મોટી વાત!
રાજકારણ, વિચારધારા અને મીડિયાને આવરી લેવાયા
સુનાવણી દરમિયાન, ZEE5 ના વકીલે જણાવ્યું હતું કે, તેઓ 23 અને 24 એપ્રિલે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલી ત્રણ સલાહ-સૂચનોને પડકારવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ કેસ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં લેવામાં આવશે, કારણ કે, તે પંજાબ પોલીસના રિપોર્ટ પર આધારિત છે. દરમિયાન, નિર્માતાઓ કહે છે કે, આ સિરીઝ એક કેસ સ્ટડી તરીકે ડિઝાઇન કરવામાં આવી છે, જે વિદ્યાર્થી રાજકારણ, વિચારધારા અને મીડિયાના દ્રષ્ટિકોણથી ગુનાહિત કહાની પડદે વર્ણવે છે.
આ પણ વાંચો - Situationship અંગે પતિએ લવારી કરતા Rakaul Preet Singh એ ક્લાસ લીધો !


