ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

'LEO' નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, યુટ્યુબના ઘણા રેકોર્ડ કલાકોમાં જ થયા ધ્વંશ

લોકેશ કનગરાજના ડિરેક્શનમાં બનેલ વિજય થલપતીની ફિલ્મ LEOનું ટ્રેલર 5 ઓક્ટોબરના રોજ ધૂમ ધમાકા સાથે  રિલીઝ થઈ ચૂક્યું છે. LEO ફિલ્મની રાહ થલાપતીના ફેન્સ લાંબા સમયથી જોઈ રહ્યા હતા. તેમના માટે આ ટ્રેલર એક પરફેક્ટ ટ્રીટ સમાન સાબિત થયું છે....
06:10 PM Oct 06, 2023 IST | Harsh Bhatt
લોકેશ કનગરાજના ડિરેક્શનમાં બનેલ વિજય થલપતીની ફિલ્મ LEOનું ટ્રેલર 5 ઓક્ટોબરના રોજ ધૂમ ધમાકા સાથે  રિલીઝ થઈ ચૂક્યું છે. LEO ફિલ્મની રાહ થલાપતીના ફેન્સ લાંબા સમયથી જોઈ રહ્યા હતા. તેમના માટે આ ટ્રેલર એક પરફેક્ટ ટ્રીટ સમાન સાબિત થયું છે....

લોકેશ કનગરાજના ડિરેક્શનમાં બનેલ વિજય થલપતીની ફિલ્મ LEOનું ટ્રેલર 5 ઓક્ટોબરના રોજ ધૂમ ધમાકા સાથે  રિલીઝ થઈ ચૂક્યું છે. LEO ફિલ્મની રાહ થલાપતીના ફેન્સ લાંબા સમયથી જોઈ રહ્યા હતા. તેમના માટે આ ટ્રેલર એક પરફેક્ટ ટ્રીટ સમાન સાબિત થયું છે. આ ટ્રેલરમાં આપણને  LEOની દુનિયાની ઝલક દેખાવા મળે છે, જે ખરેખર જોવામાં અદભુત રીતે આકર્ષક લાગે છે. ટ્રેલેરે ફેન્સ્માં ફિલ્મ માટેની ઉત્સુકતા ઘણી વધારી દીધી છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં થલપતી વિજયની સાથે સંજય દત્ત, અર્જુન દાસ અને તૃષા કૃષ્ણન જોવા મળશે. ફિલ્મ ૧૯ ઓક્ટોબરના રોજ હિન્દી, તમિલ, તેલુગુ અને કન્નડ આમ ચાર ભાષાઓમાં રિલીઝ થશે.

અફલાતૂન લોહિયાળ એક્શનથી ભરપુર છે LEOનું ટ્રેલર

ફિલ્મનું ટ્રેલર ધમાકેદાર એક્શન અને થ્રિલિંગ મુમેન્ટ્સથી ભરપુર છે . વિજય થલપતી ફૂલ ઓન એક્શન મોડમાં દેખાઈ રહ્યા છે. ટ્રેલરની શરૂઆત એક સીરીયલ કીલર અને પોલીસની વાર્તાથી થાય છે, ત્યાર બાદ ટ્રેલરમાં વિજયની એન્ટ્રી થતી આપણને જોવા મળે છે. વિજયનું ફિલ્મમાં નામ પાર્થિ ઉર્ફે લિયો દાસ છે, જે તેના પરિવાર સાથે કાશ્મીરમાં શાંતિપૂર્ણ રીતે જીવન પસાર કરી રહ્યો છે. પરંતુ ત્યારબાદ તેના જીવનમાં એક મોટો ટ્વીસ્ટ આવે છે જ્યારે સંજય દત્ત અને અર્જુનદાસ બે ગેંગસ્ટર્સ તેના જીવનમાં આવે છે. ત્યારબાદ તો ટ્રેલરમાં એક પછી એક લોહિયાળ એક્શન સીન્સ આપણને જોવા મળે છે. ફિલ્મમાં ઉપલોગમાં લેવામાં આવેલા VFXના દ્રશ્યો પણ જોવામાં ઘણા આકર્ષક લાગે છે. ફિલ્મમાં સંગીત અનિરુદ્ધ દ્વારા આપવામાં આવેલ છે, તેના દ્વારા આપવામાં આવેલ બેગ્રાઉન્ડ મ્યુઝિક ટ્રેલરના દરેક સિન્સની શોભામાં વધારો કરે તેવું છે.

ટ્રેલર આવતાની સાથે કલાકોમાં જ થયા યુટ્યુબના રેકોર્ડ થયા ધ્વંશ

LEOનું તમિલ ટ્રેલર ગઇકાલે સાંજે 6:30 વાગે યૂટ્યૂબ ઉપર રિલીઝ કરવામાં આવ્યું હતું. રિલીઝ થયાના ગણતરીના કલાકોમાં જ તે વાયરલ થઈ ગયું હતું. આ ટ્રેલરને 21 જ મિનિટમાં 1 મિલિયન લાઇકસ મળી ગઈ હતી અને 2 મિલયન લાઇકસ સુધી પહોંચતા આ ટ્રેલરને ફક્ત 7 કલાકનો જ સમય લાગ્યો હતો. આની સાથે જ આ ટ્રેલર ભારતીય સિનેમાના ઇતિહાસનું સૌથી ઝડપી 2 મિલિયન લાઇકસ મેળવનારું ટ્રેલર બની ગયું હતું. ફિલ્મનું હિન્દી ટ્રેલર GOLDMINESની ચેનલ ઉપર મૂકવામાં આવ્યું છે જે અત્યાર સુધીમાં 60 લાખ કરતાં પણ વધારે વખત જોવાયુ છે.

LCU સાથે છે ખાસ કનેક્શન

LEO ફિલ્મની આટલી હાઇપ હોવા પાછળ તેનું LCU સાથેનું કનેક્શન પણ છે. લોકેશ કનગરાજે લોકી સીનેમેટીક યુનિવર્સની શુરૂઆત વર્ષ 2019 માં આવેલ ફિલ્મ KAITHI થી કરી હતી, ત્યાર બાદ LCU ની બીજી ફિલ્મ આવી વર્ષ 2022માં - જે હતી કમલ હાસનની VIKRAM.બંને ફિલ્મો એ ભારત ભરમાં ભારે સફળતા મેળવી છે. LCU ની બધી ફિલ્મોની વાર્તા એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલી હોય છે. વિજયના ચાહકો એવી અટકળો લગાવી રહ્યા છે કે આ ફિલ્મ પણ લોકેશના LCU નો એક ભાગ હોય શકે છે . ફિલ્મના ટ્રેલર ઉપરથી તો હાલ કઈ પણ બાબત વિષેનો અંદાજો લગાવવો મુશ્કિલ છે , પરંતુ આ ફિલ્મ પણ LCU નો ભાગ હોય તેની શક્યતાઓ તો જરૂર થી છે.

Tags :
LeoLOKESH KANAGRAJRELEASE DATESanjay DuttTHALAPATHY VIJAY
Next Article