Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Urvashi Rautela નું સેલ્ફ ઓબ્સેશન તો જૂઓ...શું છે SRK સાથે કનેક્શન ?

ઉર્વશી રૌતેલાનું સેલ્ફ ઓબ્સેશન સાતમા આસમાને છે. જેના લીધે તે અવારનવાર ટ્રોલર્સનો ટ્રોલિંગનો ભોગ બને છે. વળી ફરી એક વાર Urvashi Rautela પોતાના વખાણ કરીને ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે. વાંચો વિગતવાર.
urvashi rautela નું સેલ્ફ ઓબ્સેશન તો જૂઓ   શું છે srk સાથે કનેક્શન
Advertisement
  • Urvashi Rautela નું સેલ્ફ ઓબ્સેશન સાતમા આસમાને છે
  • હવે તેણીએ પોતાને શાહરુખ પછી બેસ્ટ પ્રમોટર ગણાવી
  • સેફ એટેક વખતે પણ ટ્રોલર્સે ઉર્વશીને બહુ ટ્રોલ કરી હતી

Mumbai: સફળતા મેળવવી સહેલી છે, પચાવવી અઘરી છે. બોલીવૂડમાં આ વાક્ય સાચું કરતા ઉદાહરણ ઢગલો જોવા મળે છે. જેમાં અત્યારે સૌથી આગળ છે Urvashi Rautela. ઉર્વશીનું સેલ્ફ ઓબ્સેશન અત્યારે સાતમા આસમાને છે. તે જ્યાંને ત્યાં પોતાના વખાણ જાતે જ કરતી જોવા મળી રહી છે. તાજેતરમાં તેણે પોતાની જાતને શાહરૂખ ખાન બાદ સૌથી બેસ્ટ પ્રમોટર ગણાવી છે. ઉર્વશીના આ નિવેદન બાદ ટ્રોલર્સ તેની પાછળ પડી ગયા છે.

બેસ્ટ પ્રમોટર ગણાવી

Urvashi Rautela નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઉર્વશીએ કહ્યું કે, બોલીવૂડમાં શાહરૂખ ખાન બાદ પોતે બેસ્ટ પ્રમોટર છે. લોકો તેને પ્રમોશન માટે બોલાવે છે. Urvashi Rautela નું આ સેલ્ફ ઓબ્સેશન સૂચવે છે કે તેણી સલમાન, રણબીર, દિપીકા, અજય દેવગન વગેરે જેવા સ્ટારથી પણ શ્રેષ્ઠ પ્રમોટર છે. તે પોતાનાથી સારા પ્રમોટર તરીકે માત્ર શાહરૂખ ખાનને જ જૂએ છે. શાહરૂખ ખાનની કન્સિસ્ટન્સી, ઈન્ડસ્ટ્રીમાં ગાળેલા વર્ષો, અથાક મહેનત અને તેની એનર્જી વગેરે બાદ ઉર્વશીએ પોતાની જાતને મુકીને રજૂ કરી છે. ટ્રોલર્સ ઉર્વશીના આ નિવેદન પર ભડક્યા છે. તેઓ ઉર્વશીને જબરદસ્ત ટ્રોલ કરી રહ્યા છે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ  બ્લોકબસ્ટર KGF-2ને 3 વર્ષ પૂરા થયા, KGF-3ની કરાઈ જાહેરાત

ટ્રોલર્સે કરી ટ્રોલ

Urvashi Rautela એ એક પોડકાસ્ટમાં કહ્યું હતું કે શાહરૂખ ખાન પછી, તેણીને સૌથી વધુ ડિમાન્ડેબલ પ્રમોટર ગણાય છે. જો તમારે તમારી ફિલ્મનું પ્રમોશન કરવું હોય તો ઉર્વશી રૌતેલાને ફોન કરો. આ નિવેદન પર ટ્રોલર્સ ઉર્વશીને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, 'ઉર્વશીનો મત એવો છે કે જે પૂછવું હોય તે પૂછો, હું ફક્ત એ જ કહીશ જે કહેવા આવી છું.' બીજા યુઝરે લખ્યુ કે, , 'શું ઉર્વશી કોઈ પ્રશ્ન પુછે તે સાંભળે પણ છે ?

સેલ્ફ ઓબ્સેશન સાતમા આસમાને...

Urvashi Rautela અહીં જ અટકી નહીં, પરંતુ પોતાની પ્રશંસા કરતા કહ્યું કે અમેરિકન ક્રાઈમ ટીવી સીરીઝ 'રીચર સીઝન 3' ની ટીમે તેનો સંપર્ક કર્યો હતો જેથી તે તેમના પ્રમોશનમાં મદદ કરી શકે. આટલું બોલ્યા પછી તેણીએ જાતે જ ફીશીયારી મારી કે, આ એક સારો સંકેત છે, જ્યારે હોલીવુડ તમારું નામ જાણે છે અને તમને શ્રેષ્ઠ પ્રમોટર તરીકે ઓળખે છે. જ્યારે આપણે કોઈ ફિલ્મનો ભાગ હોઈએ છીએ, ત્યારે શ્રેષ્ઠ પ્રમોટર બનવું મહત્વપૂર્ણ છે. તેણે મારામાં આ જોયું. આ અદ્ભુત છે.

આ પણ વાંચોઃ  Vadodra:સલમાન ખાનને ધમકી ભર્યા મેસેજ મામલે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના વડોદરામાં ધામા, યુવકની કલાકો સુધી કરી પૂછપરછ

Tags :
Advertisement

.

×