Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Monalisa Bhonsle જોડે ફિલ્મના શૂટિંગમાં અડપલાં, ડિરેક્ટર સહિત 4 સામે FIR

Monalisa Bhonsle એ ચાર લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે, મોનાલિસા ભોંસલેએ કહ્યું કે, "જ્યારે મેં પરિવારને આ વિશે કહ્યું, ત્યારે તેઓએ ટેકો આપ્યો નહતો." આ મામલો ફિલ્મ 'ધ ડાયરી ઓફ મણિપુર' (The Diary Of Manipur) ના શૂટિંગ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર, તેમણે કોર્ટમાં પોતાનું નિવેદન પણ નોંધાવ્યું છે, અને આ ઘટના MP માં બની હોવાનું કહેવાય છે
monalisa bhonsle જોડે ફિલ્મના શૂટિંગમાં અડપલાં  ડિરેક્ટર સહિત 4 સામે fir
Advertisement
  • Monalisa Bhonsle એ ચાર લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
  • ફિલ્મના શૂટિંગમાં અડપલાં અને હેરાનગતિ મામલે ફરિયાદ દાખલ
  • કડક કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવતા ખળભળાટ

Monalisa Bhonsle : "મહાકુંભ વાયરલ ગર્લ" (Maha Kumbh Viral Girl) તરીકે જાણીતી મોનાલિસા ભોંસલેએ POCSO એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવીને એક મોટું કાનૂની પગલું ભર્યું છે. આ કેસમાં ફિલ્મ નિર્દેશક સનોજ મિશ્રા (Film Director - Sanoj Mishra) અને VHP નેતા અનિલ વિલાયલ (VHP Leader - Anil Vilayil) સહિત ચાર લોકોના નામ સામેલ છે. આ FIR 29 એપ્રિલ 2026 ના રોજ કેરળના એર્નાકુલમ સેન્ટ્રલ પોલીસ સ્ટેશનમાં (Ernakulam Central Police Station) નોંધવામાં આવી હતી. મોનાલિસાએ આરોપ લગાવ્યો છે કે, ફિલ્મના શૂટિંગ દરમિયાન તેની સાથે છેડતી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલાએ મનોરંજન અને સામાજિક વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે.

Monalisa Bhonsle, પરિવારે ટેકો આપ્યો નહતો

પ્રેસ કોન્ફરન્સમાં મોનાલિસા ભોંસલેએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, "ફિલ્મના શૂટિંગ દરમિયાન સનોજ મિશ્રાએ મને 10 વાર અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો." તેમણે એમ પણ કહ્યું, "જ્યારે મેં મારા પરિવારને આ વિશે કહ્યું, ત્યારે તેઓએ મને ટેકો આપ્યો નહતો." આ મામલો ફિલ્મ 'ધ ડાયરી ઓફ મણિપુર' (The Diary Of Manipur) ના શૂટિંગ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર, તેમણે કોર્ટમાં પોતાનું નિવેદન પણ નોંધાવ્યું છે, અને આ ઘટના મધ્યપ્રદેશ પોલીસને ત્યાં બની હોવાનું કહેવાય છે, તેથી વધુ તપાસ માટે કેસને ટ્રાન્સફર કરવામાં આવી શકે છે.

Advertisement

આ પણ વાંચો - Michael Jackson ના પાત્રમાં ઢળવા ભાણિયા જાફરે બરાબર પરસેવો પડ્યો !

Advertisement

Monalisa Bhonsle, પરિવારે પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી

મોનાલિસાએ અનિલ વિલાયિલ પર સોશિયલ મીડિયા પર તેને બદનામ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. આ કેસની સાથે તેમના લગ્નને લઈને ચાલી રહેલા વિવાદનો પણ ઉમેરો થયો છે. મોનાલિસાના પરિવારે અગાઉ તેના પતિ ફરમાન ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું, કે લગ્ન સમયે મોનાલિસા સગીર હતી. જોકે, મોનાલિસાએ કહ્યું છે કે તે 18 વર્ષની છે અને તેણે પોતાના નિર્ણયોનો બચાવ કર્યો છે. આ વિવાદે આ મામલો વધુ સંવેદનશીલ બનાવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sanoj Mishra (@sanojmishra)

કડક કાર્યવાહી થઇ શકે છે

Protection of Children from Sexual Offences Act 2012 એ એક ખાસ કાયદો છે, જે બાળકોને જાતીય શોષણ, દુર્વ્યવહાર અને પજવણીથી બચાવવા માટે રચાયેલ છે. આ કાયદા હેઠળ, 18 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ વ્યક્તિને બાળક ગણવામાં આવે છે. તે તપાસ અને ટ્રાયલ દરમિયાન પીડિતાની ઓળખને સુરક્ષિત રાખવા અને બાળ-મૈત્રીપૂર્ણ પ્રક્રિયાઓ અપનાવવાની જોગવાઈ કરે છે. આ કાયદો લિંગ-તટસ્થ છે અને આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહીની ખાતરી આપે છે.

આ પણ વાંચો - Photo Leak : SRK-દીપિકાની મેગા બજેટ ફિલ્મના શૂટિંગની તસ્વીરો લીક થઇ

Tags :
Advertisement

.

×