ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mahakumbh 2025: અભિષેક બચ્ચનની હિરોઇને લગાવી આસ્થાની ડૂબકી, ધારણ કરી રુદ્રાક્ષની માળા

બોલિવૂડ હસ્તીઓ પણ મહાકુંભ આસ્થાની ડૂબકી લગાવી અભિનેત્રી નિમ્રિત કૌર ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું મહાકુંભનો પોતાનો અનુભવ શેર કર્યો   Mahakumbh 2025: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં (Mahakumbh 2025)લાખોની સંખ્યામાં લોકો દર્શન કરવા પહોંચે છે.અહીં સામાન્ય લોકો જ નહી...
05:57 PM Feb 19, 2025 IST | Hiren Dave
બોલિવૂડ હસ્તીઓ પણ મહાકુંભ આસ્થાની ડૂબકી લગાવી અભિનેત્રી નિમ્રિત કૌર ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું મહાકુંભનો પોતાનો અનુભવ શેર કર્યો   Mahakumbh 2025: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં (Mahakumbh 2025)લાખોની સંખ્યામાં લોકો દર્શન કરવા પહોંચે છે.અહીં સામાન્ય લોકો જ નહી...
Nimrat kaur sangam

 

Mahakumbh 2025: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં (Mahakumbh 2025)લાખોની સંખ્યામાં લોકો દર્શન કરવા પહોંચે છે.અહીં સામાન્ય લોકો જ નહી પણ બોલિવૂડ હસ્તીઓ પણ મહાકુંભ પહોંચી રહ્યા છે. મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. અત્યાર સુધીમાં જો વાત કરીએ તો,અનુપમ ખેર,નીના ગુ્તા,રાજકુમાર રાવ,જૂહી ચાવલા,વિક્કી કૌશલ,વિદ્યુત જામવાલ સહિત અનેક હસ્તીઓ ગંગામાં સ્નાન કરવા પહોંચ્યા હતા.ત્યારે હાલમાં અભિષેક બચ્ચનની દસવી ફેમ અભિનેત્રી (bollywood)નિમ્રિત કૌર (Nimrat Kaur)પણ પ્રયાગરાજ પહોંચી અને ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું.

 

નિમ્રત કૌરે સંગમમાં કર્યુ સ્નાન

નિમ્રત કૌરે (Nimrat Kaur)ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે.જેમાં તેણે મહાકુંભનો પોતાનો અનુભવ શેર કર્યો હતો..તેણે કેટલીક તસવીરો શેર કરી જેમાં તે ભગવા વસ્ત્રમાં જોવા મળી. ગળામાં રુદ્રાક્ષ પહેરીને માતા ગંગાને નમન કરતી જોવા મળી રહી છે.ફોટામાં નિમ્રત માતા ગંગાને નાળિયેર અને કપડાં અર્પણ કરતી પણ જોવા મળી હતી.આ ઉપરાંત તે બોટનો આનંદ માણતી પણ જોવા મળી હતી.

આ પણ  વાંચો-Uorfi Javed નો દુલ્હન અવતાર જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા, કોની સાથે છે લગ્ન!

મહાકુંભની તસવીર શેર કરી

મહાકુંભ જઇને આવીને નિમ્રત કૌરે પોતાની તસવીરો શેર કરતી વખતે લાંબુ લખાણ લખ્યુ અને ફોટા શેર કર્યા. તેણે કહ્યું કે મારી પાસે આ અનુભવનું વર્ણન કરવા માટે શબ્દો નથી... કારણ કે આમાં ભાગ લઈને હું જે સૌભાગ્ય અનુભવી રહી છું તે વ્યક્ત કરવું સરળ નથી. શીખ પરિવારમાં ઉછર્યા હોવાથી, કુંભ મેળામાં સ્નાનનું મહત્વ એક સંપૂર્ણપણે નવો ખ્યાલ છે. મહાકુંભની અદ્રિતીય ઐતિહાસિક ઘટનાએ ખરેખર મને મંત્રમુગ્ધ કરી દેનાર તહેવારની પૌરાણિક કથાઓ અને ઇતિહાસના ઊંડાણમાં ડૂબવા પર મજબૂર કરી દીધી છે.

આ પણ  વાંચો-એડિન રોઝનો ચોંકાવનારો ખુલાસો, કોન્ટ્રાક્ટ સાઇન કરાવાના બહાને એક શખ્સે કરી ગંદી હરકત

આ વર્ષે માનવતાનો મહાસાગર એક સાથે આવવાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો. જેનાથી આપણી નશ્વર આંખો અત્યાર સુધીનો સૌથી મોટો પુરાવો બનશે. હું તે આસ્થા અને ભક્તિની સાથે વધારે આશ્ચર્ય ચકિત છું જેણે તમામ ઉંમરના અને પૃષ્ઠભૂમિના લોકોને અહીં પગ મૂકવા માટે મહત્વપૂર્ણ યાત્રાઓ અને પ્રયાસ કરવા માટે પ્રેરિત કર્યા.

Tags :
Entertainment Newsmahakumbh ambanismahakumbh viral momentsNimrat KaurNimrat kaur at mahakumbhNimrat kaur latest newsNimrat kaur sangamNimrat kaur trending newsNimrat kaur viral newsstars in mahakumbhViral News
Next Article