Mahaprabhu Jagannath Animated Movie : 10 હજાર ભક્તોની હાજરીમાં ભવ્ય ટ્રેલર લોન્ચ, રથયાત્રાના અવસરે ફિલ્મ આ તારીખે થશે રિલીઝ
10,000 ભક્તોની હાજરીમાં ભવ્ય ટ્રેલર લોન્ચ બાદ આસ્થા અને આધ્યાત્મિકતાથી ભરપૂર Mahaprabhu Jagannath Animated Movie આગામી 17 જુલાઈએ દેશભરમાં રિલીઝ થશે. ભગવાન જગન્નાથની પવિત્ર રથયાત્રાના બીજા જ દિવસે રિલીઝ થઈ રહેલી આ એનિમેટેડ ફિલ્મ 300 થી વધુ સ્ક્રિન્સ પર સિનેપોલિસના સહયોગથી હિન્દી, ઓડિયા અને તેલુગુ ભાષાઓમાં દર્શકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે.
Advertisement
Mahaprabhu Jagannath Animated Movie : આસ્થા અને સિનેમાને એકસાથે જોડતી એનિમેટેડ ફિલ્મ ‘મહાપ્રભુ જગન્નાથ’ હવે 17 જુલાઈ, 2026ના રોજ સમગ્ર ભારતમાં રિલીઝ થશે. આ તારીખનું વિશેષ મહત્વ છે કારણ કે તે 16 જુલાઈએ ઉજવાતી ભગવાન જગન્નાથની પવિત્ર રથયાત્રાના બીજા જ દિવસે છે.

