મહાવતાર નરસિમ્હા' બાદ હવે આવશે Mahavatar Parshuram , પોસ્ટર વાયરલ
- ભારતીય સિનેમામાં નવો ઈતિહાસ: 'મહાવતાર પરશુરામ'!
- હોમ્બલે ફિલ્મ્સ અને કલીમ પ્રોડક્શનની વધુ એક ભવ્ય રજૂઆત
- ભગવાન વિષ્ણુના 10 અવતાર પર આધારિત 7 ફિલ્મોનું યુનિવર્સ
- અશ્વિન કુમારના નિર્દેશનમાં જોવા મળશે વિઝ્યુઅલ સ્પેટ્કિલ
- અહંકારી રાજાઓના વિનાશની પૌરાણિક કથા મોટા પડદા પર
- ડિસેમ્બર 2027 માં સિનેમાઘરોમાં ગુંજશે પરશુરામનો હુંકાર
'KGF', 'કાંતારા' અને 'સાલાર' જેવી સુપરહિટ ફિલ્મો આપનાર હોમ્બલે ફિલ્મ્સ (Hombale Films) ફરી એકવાર ભારતીય સિનેમામાં ઈતિહાસ રચવા તૈયાર છે. 'મહાવતાર નરસિમ્હા'ની ભવ્ય સફળતા બાદ મેકર્સે હવે આ સિનેમેટિક યુનિવર્સની બીજી ફિલ્મ 'મહાવતાર પરશુરામ' (Mahavatar Parshuram) ની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ભગવાન વિષ્ણુના દસ અવતારો પર આધારિત આ સાત ભાગના એનિમેટેડ યુનિવર્સનો નવો પોસ્ટર રિલીઝ થતા જ ચાહકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.
View this post on Instagram
જ્યાં ધૈર્ય સમાપ્ત થાય છે, ત્યાંથી પરશુરામનો પરસો શરૂ થાય છે!
ફિલ્મનું દિગ્દર્શન અશ્વિન કુમાર (Ashwin Kumar) કરી રહ્યા છે. ફિલ્મની ટેગલાઈન - 'જ્યાં ધૈર્ય સમાપ્ત થાય છે, ત્યાં પરશુરામનો પરસો (Axe of Parshuram) શરૂ થાય છે' - જ ફિલ્મની ભવ્યતા અને શક્તિનો અંદાજ આપે છે. આ ફિલ્મમાં ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર (Sixth Avatar of Vishnu), ભગવાન પરશુરામની વાર્તા બતાવવામાં આવશે, જેમાં તેઓ અધર્મનો માર્ગ અપનાવનારા ભ્રષ્ટ અને અહંકારી રાજાઓના અત્યાચારનો અંત લાવશે.
સાંસ્કૃતિક વારસા સાથે આધુનિક મનોરંજન
પ્રોડ્યુસર વિજય કિરાગાન્દુર (Vijay Kiragandur) જણાવે છે કે, અમારો હેતુ આજની પેઢીને આપણી મૂળ શક્તિ અને સંસ્કૃતિ સાથે જોડવાનો છે. 'મહાવતાર નરસિમ્હા' વખતે જે રીતે થિયેટરો મંદિરોમાં ફેરવાઈ ગયા હતા, તે જોતા 'મહાવતાર પરશુરામ' ભારતીય વાર્તાઓના સાચા પ્રભાવને મોટા પડદા પર લાવશે. સામ સીએસ (Sam CS) દ્વારા સંગીતબદ્ધ આ ફિલ્મ ડિસેમ્બર 2027 માં રિલીઝ થવાની તૈયારીમાં છે.
આ પણ વાંચો : Deepika-Ranveer ના પરિવારમાં ફરી ગૂંજશે કિલકારી, જાણો ક્યાં આપ્યા Good News


