Mahendra Singh Dhoni હવે એકશન રોલમાં જોવા મળશે, આર.માધવને ‘ધ ચેઝ’નું ટીઝર સોશિયલ મીડિયા પર કર્યું શેર
- Mahendra Singh Dhoni હવે એકશન હીરોમાં જોવા મળશે,
- ધોનીના નવા ટીઝરે ફેન્સને ચોંકાવી દીધા છે
- આર.માધવને ‘ધ ચેઝ’નું ટીઝર સોશિયલ મીડિયા પર કર્યું શેર
ભારતીય ક્રિકેટના ભૂતપૂર્વ કેપ્ટન કૂલ અને થાલા તરીકે મહેન્દ્ર સિંહ ધોની આજેપણ આ નામથી લોકપ્રિય છે. ધોનીએ પોતાના હેલિકોપ્ટર શોટથી દુનિયાભરના ફેન્સનું દિલ જીત્યું, ધોની હવે હીરોની નવી ભૂમિકામાં જોવા મળશે. ધોનીના નવી ટીઝરે ફેન્સને ચોંકાવી દીધા છે. ધોનીએ નવા અવતારથી તેમના ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. રવિવારે અભિનેતા આર. માધવન દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા એક ટીઝર વીડિયોમાં ધોની ટાસ્ક ફોર્સ ઓફિસરના રોલમાં જોવા મળ્યા. કમાન્ડો યુનિફોર્મ, કાળા ચશ્માં અને હાથમાં બંદૂક સાથે ધોની દુશ્મનો પર ગોળીઓ ચલાવતા નજરે જોવા મળ્યા, જેણે તેમના કરોડો ચાહકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ ટીઝરનું નિર્દેશન પ્રખ્યાત ડિરેક્ટર વસન બાલાએ કર્યું છે, જેમાં ધોની અને માધવન બંને ટાસ્ક ફોર્સ ઓફિસરના રોલમાં છે. માધવને ટીઝર સાથે લખ્યું, એક મિશન, બે બહાદુર. તૈયાર રહો, ધમાકેદાર ચેઝ શરૂ થવાનો છે! જોકે, ‘ધ ચેઝ’ નામની ફિલ્મ છે, વેબ સિરીઝ છે તેની કોઇ જાહેરાત કરવામાં આવી નથી. આ ફિલ્મ છે કે વેબ સીરિઝ કે કોઇ જાહેરાત આ અંગે સસ્પેન્ડ બરકરાર છે જેના લીધે ફેન્સની ઉત્સુકતા વધારી દીધી છે.
Mahendra Singh Dhoni હવે એકશન હીરોમાં
નોંધનીય છે કે ટીઝરમાં ધોનીને "કૂલ હેડ" અને માધવનને "રોમેન્ટિક ઓફિસર વિથ હાર્ટ" તરીકે દર્શાવવામાં આવ્યો છે. ચાહકોનો ઉત્સાહ અને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઇ ગઇ છે. જે ફેન્સ માટે એક નવો અનુભવ છે. ટીઝર રિલીઝ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું, અને ફેન્સે કોમેન્ટ્સનો પૂર લાવી દીધો. એક ફેને લખ્યું, “થાલા હવે હીરો બની ગયા!” જ્યારે અન્ય યુઝરે કહ્યું, “મેદાન પર ફિનિશર, હવે સ્ક્રીન પર એક્શન હીરો!
Mahendra Singh Dhoni એ આ પહેલા પણ કેમિયોની ભૂમિકા કરી છે
આ પહેલાં ધોની તમિલ ફિલ્મ GOATમાં નાનકડા કેમિયો રોલમાં જોવા મળ્યા હતા, પરંતુ ‘ધ ચેઝ’માં તેમનો રોલ ઘણો મોટો અને પ્રભાવશાળી દેખાઈ રહ્યો છે. ધોનીનો આ નવો અવતાર તેમના શાંત અને આક્રમક સ્વભાવને દર્શાવે છે, જેમાં ઓછા ડાયલોગ અને વધુ એક્શન જોવા મળે છે. ફેન્સે તેમની ફિટનેસ અને એક્શન સ્ટાઇલની ખૂબ પ્રશંસા કરી છે.