એક Showમાં કેટલા રૂપિયા કમાય છે Maithili Thakur ? હવે બિહારની ચૂંટણી લડે તેવી ચર્ચાઓ
- લોકપ્રિય લોકગાયિકા મૈથિલી ઠાકુર બિહારની વિધાનસભાની ચૂંટણી લડશે (Maithili Thakur Election)
- ભાજપના ચૂંટણી પ્રભારી વિનોદ તાવડે અને નિત્યાનંદ રાય સાથે કરી હતી મુલાકાત
- પોતાના ગામના મતવિસ્તારથી ચૂંટણી લડવાની મૈથિલીએ ઈચ્છા વ્યક્ત કરી
- હજુ સુધી ભાજપ દ્વારા કોઈ ઉમેદવાર કરાયા નથી જાહેર
Maithili Thakur Election : બિહારની લોકપ્રિય લોક અને ભક્તિ ગાયિકા મૈથિલી ઠાકુર આગામી વિધાનસભા ચૂંટણી લડશે કે નહીં, તે અંગેની અટકળો પર તેમણે તાજેતરમાં પ્રતિક્રિયા આપી છે. પત્રકારો સાથેની વાતચીતમાં, મૈથિલી ઠાકુરે ચૂંટણી લડવાની સંભાવનાની ન તો પુષ્ટિ કરી કે ન તો ઇનકાર, પરંતુ પોતાના ગામ સાથેના ભાવનાત્મક જોડાણ તરફ ઈશારો કર્યો.
હાલમાં જ 25 વર્ષીય મૈથિલી ઠાકુરે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ચૂંટણી પ્રભારી વિનોદ તાવડે અને કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ અટકળો શરૂ થઈ ગઈ હતી કે તેઓ દરભંગાની કોઈ સીટ પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે.
મૈથિલી ઠાકુરનું નિવેદન (Maithili Thakur Election)
ચૂંટણી લડવાના સવાલ પર તેમણે સોમવારે જણાવ્યું હતું કે, "હું પણ આ બધું ટીવી પર જોઈ રહી છું. હાલમાં જ હું બિહાર ગઈ હતી અને મને નિત્યાનંદ રાય તથા વિનોદ તાવડેને મળવાનો મોકો મળ્યો હતો. અમે બિહારના ભવિષ્ય અંગે ચર્ચા કરી હતી." તેમણે ઉમેર્યું, "હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. જોઈએ શું થાય છે. જો મને ચૂંટણી લડવાનો મોકો મળશે, તો હું મારા ગામના મતવિસ્તારમાંથી ચૂંટણી લડવાનું પસંદ કરીશ, કારણ કે મને તેની સાથે ખાસ લગાવ છે."
કોણ છે મૈથિલી ઠાકુર? (Maithili Thakur Election)
મૈથિલી ઠાકુર મૂળ બિહારના મધુબની જિલ્લાના બેનીપટ્ટીના રહેવાસી છે. તેમણે ભારતીય શાસ્ત્રીય અને લોક સંગીતમાં તાલીમ લીધી છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા તેમને બિહારના 'સ્ટેટ આઇકન' તરીકે પણ નામાંકિત કરવામાં આવ્યા હતા. તેમણે બિહારની લોક પરંપરાઓને પ્રોત્સાહન આપવા માટે 2021માં સંગીત નાટક અકાદમી તરફથી ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર મેળવ્યો હતો. તેમણે તેમના બે ભાઈઓ સાથે મળીને તેમના પિતા અને દાદાના માર્ગદર્શન હેઠળ હિન્દુસ્તાની શાસ્ત્રીય અને લોક સંગીત તેમજ હાર્મોનિયમ અને તબલાની તાલીમ લીધી છે.
મૈથિલી ઠાકુરની આર્થિક સફળતા
તેની આર્થિક સફળતા પણ ઘણી મોટી છે. અહેવાલો મુજબ, તેઓ શો, સોશિયલ મીડિયા અને તેમની સંગીત પ્રતિભા દ્વારા દર મહિને લાખો રૂપિયા કમાય છે અને એક પર્ફોમન્સ માટે 5 થી 7 લાખ લે છે. તેમની કુલ સંપત્તિ કરોડોમાં હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો : લગ્નના બે મહિનામાં જ ચિટિંગ અંગેના ધનશ્રીના આરોપ અંગે ચહલનો જવાબ, જાણો શું કહ્યું?