ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સેટ પર મોટી દુર્ઘટના: અર્જુન કપૂર-જેકી સહિત અનેક સ્ટાર થયા ઘાયલ

અર્જૂન કપૂરની ફિલ્મ મેરે હસબન્ડ કી બીબીવીના સેટ પર આખી છત પડવાના કારણે દુર્ઘટના સર્જાઇ હતી. અનેક લોકો ઘાયલ થયા, જેમાં ફિલ્મના નિર્દેશક, ડીઓપી અને કોરિયોગ્રાફરનો પણ સમાવેશ થાય છે.
01:14 PM Jan 18, 2025 IST | KRUTARTH JOSHI
અર્જૂન કપૂરની ફિલ્મ મેરે હસબન્ડ કી બીબીવીના સેટ પર આખી છત પડવાના કારણે દુર્ઘટના સર્જાઇ હતી. અનેક લોકો ઘાયલ થયા, જેમાં ફિલ્મના નિર્દેશક, ડીઓપી અને કોરિયોગ્રાફરનો પણ સમાવેશ થાય છે.
Arjun Kapoor movie set accident

મુંબઇ :  અર્જૂન કપૂરની ફિલ્મ મેરે હસબન્ડ કી બીબીવીના સેટ પર આખી છત પડવાના કારણે દુર્ઘટના સર્જાઇ હતી. અનેક લોકો ઘાયલ થયા, જેમાં ફિલ્મના નિર્દેશક, ડીઓપી અને કોરિયોગ્રાફરનો પણ સમાવેશ થાય છે. સાઉન્ડ સિસ્ટમના વાઇબ્રેશનના કારણે છત તુટી પડી હતી.

અર્જૂન કપુરની ફિલ્મ "मेरे हस्बैंड की बीवी" ના સેટ પર ગંભીર દુર્ઘટના બની હતી, જેમાં અનેક સેલેબ્રિટીને ઇજા પહોંચી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઇના રોયલ પામ્સના ઇમ્પીરિયલ પેલેસમાં મારા 'मेरे हस्बैंड की बीवी' ગીતનું શુટિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક ત્યાં છત નીચે પડી હતી. મળતી માહિતી અનુસાર ગીતની સાઉન્ડ સિસ્ટમના કારણે વાઇબ્રેશન થયું અને તેના કારણે છત પડી હતી.

આ પણ વાંચો : ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં Gujarat દેશમાં સૌથી મોખરે, આ રહીં સંપૂર્ણ માહિતી

શૂટિંગ દરમિયાન આ લોકોને થઇ ઇજા

કોરિયોગ્રાફર વિજય ગાંગુલીએ જે ગીત પર અર્જૂન કપુર અને ભૂમિ પેડનેકરની સાથે કામ કરી રહ્યા હતા આ અંગે વાત કરતા કહ્યું કે, અમે એક ગીટનું શુટિંગ કરી રહ્યા હતા અને પહેલો દિવસ સારો રહ્યો. બીજા દિવસે સાંજે 6 વાગ્યા સુધી બધુ બરોબર ચાલી રહ્યો હતું. અમે મોનિટર પર હતા ત્યારે અચાનક છત પડી હતી. તેવામાં અને એક ખાડામાં જઇને છુપાઇ ગયા હતા, જો કે તેમ છતા પણ અનેક લોકોને ઇજા પહોંચી છે.

દુર્ઘટનામાં સ્ટાર સહિત અનેક ક્રુ મેમ્બર પણ ઘાયલ

આદુર્ઘટનામાં ફિલ્મના નિર્દેશકને પણ ઇજા પહોંચી છે, ડીઓપી મનુ આનંદના અંગુઠામાં ફ્રેક્ચર થઇ ગયું અને મને કોણી તથા માથામાં ગંભીર ઇજાઓ પહોંચી છે. જો કે સૌભાગ્યથી કોઇ પણ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી નથી.અમારા કેમેરા એટેન્ડન્ટને કરોડરજ્જુમાં ઇજા થઇ છે.

આ પણ વાંચો : Saif Ali Khan Attack: હુમલાના 3 દિવસ પછી સૈફની હાલત કેવી છે? ડોક્ટરોએ કહ્યું- ક્યારે રજા આપવામાં આવશે

આ કારણે સ્લેબ તુટી પડ્યો

ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇજ (FWICE) ના અશોક દુબેએ જણાવ્યું કે, રોયલ પામ્સના ઇપીરિયલ પેલેસમાં ગીતનું શુટિંગ ચાલી રહ્યું હતું. ત્યારે લોકેશન પર ધાબુ નીચે પડ્યું હતું. જેમાં અર્જુન કપુર, જૈકી ભગનાની અને મુદસ્સર અજીજને ઇજા થઇ હતી. જો કે તેઓ લોકેશન પર લાંબા સમયથી હતા. સાઉન્ડના વાઇબ્રેશનના કારણે ધાબુ હલવા લાગ્યું હતું. જેના કારણે સેટના કેટલાક હિસ્સામાં ગાબડા પડ્યા હતા. અર્જુન કપુર અને ભૂમિની આ લવ ટ્રાયેન્ગલ ફિલ્મ 2025 માં સિનેમાઘરોમાં જોવા મળશે.

આ પણ વાંચો : Board Exam: અમદાવાદ શહેર અને જિલ્લાની શાળાઓમાં આજથી પ્રિ-બોર્ડ પરીક્ષાની શરૂઆત થઈ

Tags :
Arjun Kapoor movie set accidentBollywood film set accidentMere Husband Ki Biwi shooting accidentroof collapse on film set
Next Article