Bollywood Controversies 2025 : બોલિવૂડના એ 4 વિવાદો જેણે સોશિયલ મીડિયા પર મચાવ્યો હતો હંગામો
- વર્ષ 2025ના 4 મોટા બોલિવૂડ વિવાદો (Bollywood Controversies 2025)
- સૈફના ઘરે ઘૂસી અજાણ્યા શખ્સે કર્યો હુમલો
- પાકિસ્તાની એક્ટ્રેસના કારણે દિલજીતની ફિલ્મનો વિરોધ
- 8 કલાકની શિફ્ટ માંગતા દીપિકા પાદુકોણ ફિલ્મમાંથી આઉટ
- 'હેરા ફેરી 3' છોડતા પરેશ રાવલને લીગલ નોટિસ
Bollywood Controversies 2025 : વર્ષ 2025 બોલિવૂડ માટે ઉતાર-ચઢાવ અને વિવાદોથી ભરેલું રહ્યું છે. આ વર્ષે મનોરંજન જગતમાં એવી કેટલીક ઘટનાઓ બની જેણે માત્ર હેડલાઇન્સ જ ન બનાવી, પરંતુ મહિનાઓ સુધી સોશિયલ મીડિયા અને ઈન્ડસ્ટ્રીમાં ચર્ચા જગાવી. સૈફ અલી ખાન પર થયેલા હુમલાથી લઈને દીપિકા પાદુકોણની કામના કલાકોની શરત સુધી, ચાલો જોઈએ આ વર્ષના સૌથી મોટા 4 વિવાદો.

saif-ali-khan @ Gujarat First
સૈફ અલી ખાન પર જીવલેણ હુમલો
વર્ષની શરૂઆત અત્યંત આઘાતજનક રહી હતી. જાન્યુઆરી 2025માં એક અજાણ્યો શખ્સ સૈફ અલી ખાનના ઘરમાં અડધી રાત્રે ઘૂસી આવ્યો હતો અને તેમના પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ગરદન અને પીઠના ભાગે ગંભીર ઈજાઓ થતા સૈફને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા, જ્યાં તેમની સર્જરી થઈ હતી. મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે આ હાઈ-પ્રોફાઈલ કેસની તપાસ હાથ ધરી હતી.
Bollywood Controversies 2025 : પાકિસ્તાની અભિનેત્રીનો વિરોધ અને દિલજીતની ફિલ્મ
એપ્રિલ 2025માં પહેલગામ આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. આ દરમિયાન દિલજીત દોસાંજની ફિલ્મ 'સરદાર જી 3' ભારે વિવાદમાં સપડાઈ હતી, કારણ કે તેમાં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમીર મુખ્ય ભૂમિકામાં હતી. ભારતમાં હાનિયાના વિરોધ સાથે ફિલ્મની રિલીઝ અટકાવી દેવામાં આવી હતી, જેના કારણે બોલિવૂડમાં વિદેશી કલાકારોના કાસ્ટિંગ પર ફરી પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા હતા.
Bollywood Controversies 2025 : પરેશ રાવલનું 'હેરા ફેરી 3' છોડવું અને વાપસી
અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની આઈકોનિક ત્રિપુટી ફરી સાથે આવવાની હતી, પરંતુ પરેશ રાવલે અચાનક ફિલ્મ છોડી દેતા વિવાદ થયો હતો. અક્ષય કુમારની કંપની દ્વારા તેમને લીગલ નોટિસ પણ મોકલવામાં આવી હતી. જોકે, લાંબા વિવાદ બાદ આખરે સમાધાન થયું અને અક્ષયે પોતે પરેશ રાવલની વાપસી કન્ફર્મ કરી હતી.
દીપિકા પાદુકોણની 8 કલાકની શિફ્ટની માંગ
ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'સ્પિરિટ' માટે દીપિકા પાદુકોણની પસંદગી થવાની હતી, પરંતુ દીપિકાએ દિવસમાં માત્ર 8 કલાક કામ કરવાની અને અન્ય કેટલીક કડક શરતો મૂકી હતી. આ ડિમાન્ડને કારણે વાંગાએ દીપિકાને બદલે તૃપ્તિ ડિમરીને કાસ્ટ કરી હતી. આ ઘટનાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામના કલાકો અને પ્રોફેશનલિઝમ પર મોટી ચર્ચા છેડી દીધી હતી.
આ પણ વાંચો : Salman Khan Birthday : સલમાન ખાને 60મા જન્મદિવસે ચાહકોને આપી આ ખાસ ગિફ્ટ


