Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મલાઈકા અરોરાની નવી લવ સ્ટોરી: ગુજરાતી હીરાના વેપારીને કરે છે ડેટ?

અર્જુન કપૂરથી બ્રેકઅપ બાદ મલાઈકા અરોરા તેના નવા કથિત સંબંધોને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં એક કોન્સર્ટનો વીડિયો વાયરલ થયો, જેમાં તે હર્ષ મહેતા નામના હીરાના વેપારી સાથે જોવા મળી. રિપોર્ટ્સ મુજબ, હર્ષ મલાઈકા કરતાં લગભગ 19 વર્ષ નાનો છે અને બંને છેલ્લા કેટલાક સમયથી ક્લોઝ છે. આ અટકળો ગયા વર્ષે સ્પેન ટ્રિપથી શરૂ થઈ હતી. જોકે, અભિનેત્રીએ આ મામલે હજી સુધી મૌન જાળવી રાખ્યું છે.
મલાઈકા અરોરાની નવી લવ સ્ટોરી  ગુજરાતી હીરાના વેપારીને કરે છે ડેટ
Advertisement
  • અર્જુન કપૂરથી બ્રેકઅપ બાદ નવા મિસ્ટ્રી મેન સાથે ડેટિંગની ચર્ચા (Malaika Arora Dating Rumors)
  • મલાઈકાનો એક મિસ્ટ્રી મેન સાથેનો કોન્સર્ટ વીડિયો થયો વાયરલ
  • ચર્ચા મુજબ, તે હીરાના વેપારી હર્ષ મહેતાને કરી રહી છે ડેટ
  • હર્ષ મહેતા મલાઈકા કરતાં લગભગ 19 વર્ષ નાના હોવાનું કહેવાય છે
  • અટકળો ગયા વર્ષે સ્પેન ટ્રીપ દરમિયાન જ શરૂ થઈ હતી

Malaika Arora Dating Rumors : એક્ટ્રેસ મલાઈકા અરોરા તેની પ્રોફેશનલ લાઈફ કરતાં અંગત જીવનને લઈને વધુ ચર્ચામાં રહે છે. એકવાર ફરી તે પોતાની અંગત જિંદગીને કારણે હેડલાઇન્સમાં છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક કોન્સર્ટનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તે એક મિસ્ટ્રી મેન સાથે નજરે પડી રહી છે. આ વીડિયો પછી તેની નવી ડેટિંગની અફવાઓ તેજ બની ગઈ છે. ચર્ચા છે કે અર્જુન કપૂરથી અલગ થયા બાદ મલાઈકા હવે કોઈ નવા સંબંધમાં છે.

 19 વર્ષ નાનો છે મિસ્ટ્રી મેન – Harsh Mehta Diamond Merchant

રિપોર્ટ્સ અનુસાર, મલાઈકા અરોરા આ દિવસોમાં હર્ષ મહેતા નામના હીરાના વેપારીને ડેટ કરી રહી છે. હર્ષની ઉંમર મલાઈકા કરતાં લગભગ 19 વર્ષ ઓછી હોવાનું કહેવાય છે. તે બેલ્જિયમમાં સ્થિત એક ડાયમંડ કંપનીના માલિક છે. સૂત્રોનું માનીએ તો, છેલ્લા કેટલાક મહિનાઓથી આ બંને વચ્ચે નિકટતા વધી રહી છે. આ જોડી હાલમાં પોતાના સંબંધોને અંગત (પ્રાઇવેટ) રાખવા માંગે છે.

Advertisement

Advertisement

મુંબઈના કોન્સર્ટનો વીડિયો વાયરલ – Malaika Dating Rumours

ગયા વર્ષે જુલાઈમાં જ્યારે મલાઈકા સ્પેનમાં વેકેશન માણી રહી હતી, ત્યારે હર્ષ મહેતા તેની કેટલીક તસવીરોમાં જોવા મળ્યો હતો. જોકે, અભિનેત્રીએ તે તસવીરમાં હર્ષનો ચહેરો બ્લર કરી દીધો હતો. ત્યારથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે બંને વચ્ચે કંઈક ખાસ ચાલી રહ્યું છે. તાજેતરમાં બંનેને ઘણી વખત એકસાથે જોવામાં આવ્યા છે, જેના કારણે આ અટકળોને વધુ વેગ મળ્યો. ખાસ કરીને, મુંબઈમાં એક કોન્સર્ટમાં બંને સાથે પહોંચ્યા હતા, જેનો વીડિયો વાયરલ થયો છે.

અર્જુન કપૂરથી દૂર, નવી શરૂઆત તરફ? – Arjun Kapoor Relationship

અર્જુન કપૂર અને મલાઈકાનો સંબંધ લાંબા સમય સુધી ચર્ચામાં રહ્યો હતો, પરંતુ ગયા વર્ષે બંનેના અલગ થવાના સમાચાર સામે આવ્યા હતા. જોકે, ક્યારેક અર્જુન હજી પણ મલાઈકાની આસપાસ જોવા મળે છે. ત્યાં જ, મલાઈકા હવે સંપૂર્ણ રીતે જીવનમાં આગળ વધીને નવો અધ્યાય શરૂ કરતી જોવા મળી રહી છે.

મલાઈકાની મૌન જાળવ્યું-Malaika New Boyfriend

આ તમામ સમાચારો વચ્ચે મલાઈકા અરોરાએ હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. જોકે, સોશિયલ મીડિયા પર આ કથિત સંબંધને લઈને જબરદસ્ત ચર્ચા છે અને ચાહકો તેની પ્રતિક્રિયાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અભિનેત્રીના આ નવા સંબંધે ફરી એકવાર તેની અંગત જિંદગીને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધી છે.

આ પણ વાંચો : શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ 'કિંગ'નું ટાઇટલ રિવિલ, જુઓ દમદાર લૂક

Tags :
Advertisement

.

×