Malaika Arora viral video : મલાઈકા અરોરાને જોતા જ વૃદ્ધે કર્યું આ કામ, કેમેરામાં કેદ થયો વીડિયો
- બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાનો વધુ એક વીડિયો વાયરલ (Malaika Arora viral video)
- શૂટિંગમાં જતી મલાઈકા અરોરા પાસે ફોટો પડવા પહોંચ્યુ વૃદ્ધ દંપત્તિ
- વૃદ્ધ વ્યક્તિ તેની પત્નીનો હાથ પકડીને તેને મલાઈકા પાસે લઈ જાય છે
- મહિલા સંકોચ અનુભવતા વૃદ્ધે તેનો હાથ પકડીને ફોટો પડાવ્યો
- સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા આ વૃદ્ધ દંપત્તિએ ચર્ચા જગાવી
Malaika Arora viral video : બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી મલાઈકા અરોરા જ્યારે પણ કેમેરા સામે આવે છે, ત્યારે તે પોતાના સ્ટાઈલિશ અંદાજથી હંમેશા લોકોનું ધ્યાન ખેંચે છે. આ વખતે પણ કંઈક આવું જ થયું, પરંતુ આ વખતે મલાઈકા કરતાં એક વૃદ્ધ દંપતીએ ઇન્ટરનેટ પર વધારે ચર્ચા જગાવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વૃદ્ધ દંપતીનો ભાવુક વીડિયો વાયરલ (Malaika Arora viral video)
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં, મલાઈકા અરોરા કોઈ શૂટ માટે તૈયાર થઈને જઈ રહી છે. ત્યારે એક વૃદ્ધ વ્યક્તિ તેમની પત્નીનો હાથ પકડીને મલાઈકા પાસે લઈ જાય છે. શરૂઆતમાં મહિલા સંકોચ અનુભવે છે, પરંતુ તેમના પતિ તેમને ફરી આગળ લઈ જવાનો પ્રયાસ કરે છે. આખરે, તે મહિલા મલાઈકાની પાસે આવીને ઊભી રહે છે અને આ પળ કેમેરામાં કેદ થઈ જાય છે.
લોકોએ કહ્યું, 'ખરા પ્રેમની આ સુંદર મિસાલ' (Malaika Arora viral video)
આ વીડિયો જોઈને લોકો ખૂબ જ ભાવુક થઈ ગયા છે. અનેક યુઝર્સે કોમેન્ટ કરીને આ વૃદ્ધ દંપતીના વખાણ કર્યા છે. એક યુઝરે લખ્યું, "આ અંકલ માટે ખૂબ જ સન્માન છે. આટલા વર્ષો પછી પણ પોતાની પત્નીની પસંદનું આટલું ધ્યાન રાખવું પ્રશંસનીય છે." અન્ય એક યુઝરે આ વીડિયોને "ખરા પ્રેમની સૌથી સુંદર મિસાલ" ગણાવી છે. આ વીડિયો દર્શાવે છે કે મલાઈકાની ગ્લેમરસ દુનિયામાં પણ સાચા સંબંધોની હૂંફ લોકો માટે કેટલી મહત્વપૂર્ણ છે.
મલાઈકાની કારકિર્દી અને અંગત જીવન
વર્ષ 1990ના દાયકામાં વીજે તરીકે કારકિર્દી શરૂ કરનાર મલાઈકા અરોરાએ 'છૈંયા છૈંયા' અને 'મુન્ની બદનામ હુઈ' જેવા આઇકોનિક ડાન્સ નંબર્સથી લોકપ્રિયતા મેળવી. અભિનેત્રી અને ડાન્સર હોવા ઉપરાંત, તેઓ એક રેસ્ટોરન્ટના માલિક પણ છે અને અનેક બ્રાન્ડ્સ માટે કામ કરે છે.
1998માં લગ્ન, 2017માં છૂટાછેડા
વ્યક્તિગત જીવનની વાત કરીએ તો, મલાઈકાએ 1998માં અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2017માં તેમના છૂટાછેડા થયા. હાલમાં, તેઓ તેમના પુત્ર અરહાન ખાન સાથે રહે છે. ભલે તેમની બોલ્ડ તસવીરો અને વીડિયો હંમેશા વાયરલ થતા હોય, પરંતુ આ વખતે એક વૃદ્ધ દંપતી સાથેની આ ઘટનાએ ઇન્ટરનેટ પર એક અલગ જ હકારાત્મકતા ફેલાવી છે.
આ પણ વાંચો : Shilpa Shetty એ પોતાનું ધમધમતુ રેસ્ટોરન્ટ 'Bastian' કેમ કર્યું બંધ, જાણો કારણ?