Salim Kumar Death : દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મલયાલમ સિનેમાના લોકપ્રિય અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા સલીમ કુમાર (Salim Kumar) નું અવસાન થયું છે. તેઓ માત્ર 56 વર્ષના હતા. છેલ્લા કેટલાક સમયથી બીમારી સામે ઝઝૂમી રહેલા સલીમ કુમારની તબિયત વધુ બગડતા તેમને શનિવારે કોચીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા,
Salim Kumar Death : દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મલયાલમ સિનેમાના લોકપ્રિય અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા સલીમ કુમાર (Salim Kumar) નું અવસાન થયું છે. તેઓ માત્ર 56 વર્ષના હતા. છેલ્લા કેટલાક સમયથી બીમારી સામે ઝઝૂમી રહેલા સલીમ કુમારની તબિયત વધુ બગડતા તેમને શનિવારે કોચીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને વેન્ટિલેટર સપોર્ટ (Ventilator Support) પર રાખવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
Salim Kumar Death : અભિનયનો અદભૂત સફર
ઉલ્લેખનીય છે કે સલીમ કુમારે 1997માં પોતાની ફિલ્મ કારકિર્દી (Film Career) ની શરૂઆત કરી હતી. ફિલ્મોમાં આવતા પહેલા તેઓ મિમિક્રી અને નાટકોમાં ખૂબ સક્રિય હતા. તેમણે પોતાની કોમેડી શૈલીથી મલયાલમ સિનેમા (Malayalam Cinema) માં એક અલગ ઓળખ બનાવી હતી. તેમની 'સી.આઈ.ડી. મૂસા' (CID Moosa) અને 'પુલિવલ કલ્યાણમ' જેવી ફિલ્મો માત્ર કેરળમાં જ નહીં, પરંતુ હિન્દી ડબિંગ અને યુટ્યુબ (YouTube) દ્વારા ઉત્તર ભારતીય દર્શકોમાં પણ ભારે લોકપ્રિય રહી હતી.
રાષ્ટ્રીય સન્માન અને રાજકીય સક્રિયતા
વર્ષ 2010માં આવેલી ફિલ્મ 'આદમિંટે મકાન અબુ' (Adaminte Makan Abu) માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર (National Film Award) મળ્યો હતો. તેમણે ચાર વખત કેરળ સ્ટેટ ફિલ્મ એવોર્ડ (Kerala State Film Award) પણ જીત્યા છે. અભિનયની સાથે તેઓ કોંગ્રેસ પાર્ટી (Congress Party) ના કટ્ટર સમર્થક તરીકે પણ જાણીતા હતા. પોતાની બીમારી હોવા છતાં, તેમણે તાજેતરની વિધાનસભા ચૂંટણી (Assembly Election) માં યુડીએફ (UDF) ના પ્રચારમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમના નિધનથી ચાહકો અને ફિલ્મ જગતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.
આ પણ વાંચો : Nana Patekar Slap : ફિલ્મના શૂટિંગમાં સામસામે લાફાવાળી થઇ ગઇ !