Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Malti Chahar Casting Couch: ‘ડાયરેક્ટરે લિપ ...’, માલતી ચાહરનો હચમચાવનારો ખુલાસો!

ભારતીય ક્રિકેટર દીપક ચાહરની બહેન અને ‘બિગ બોસ 19’ ફેમ માલતી ચાહરે કાસ્ટિંગ કાઉચ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે કરિયરની શરૂઆતમાં પિતાની ઉંમરના એક ડાયરેક્ટરે તેને જબરદસ્તી કિસ કરવાની કોશિશ કરી હતી. માલતીએ આક્ષેપ કર્યો કે ઇન્ડસ્ટ્રીમાં આજે પણ જો અભિનેત્રીઓ કામ માટે ‘બાંધછોડ’ ન કરે તો લુક ટેસ્ટ પાસ કર્યા હોવા છતાં તેમને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવે છે.
malti chahar casting couch  ‘ડાયરેક્ટરે લિપ    ’  માલતી ચાહરનો હચમચાવનારો ખુલાસો
Advertisement
  • પિતા સમાન ડાયરેક્ટરે કિસ કરવાનો પ્રયાસ કર્યાનો સનસનીખેજ દાવો
  • કરિયરની શરૂઆતમાં કાસ્ટિંગ કાઉચનો શિકાર બની હોવાની કબૂલાત
  • ‘કોમ્પ્રોમાઈઝ’ ન કરવા બદલ અનેક ફિલ્મોમાંથી કાઢી મુકાઈ હોવાનો આક્ષેપ
  • ઘટનાથી સ્તબ્ધ બનેલી માલતીએ ડાયરેક્ટર સાથે કાયમી તોડ્યો સંબંધ
  • બિગ બોસ 19 ફેમ અભિનેત્રીએ બોલીવુડના કાળા સત્યનો કર્યો પર્દાફાશ

Malti Chahar Casting Couch : ભારતીય ક્રિકેટર દીપક ચાહરની બહેન અને ‘બિગ બોસ 19’ ની લોકપ્રિય સ્પર્ધક માલતી ચાહર (Malti Chahar) હાલમાં તેના એક ચોંકાવનારા નિવેદનને કારણે ચર્ચામાં છે. બિગ બોસના ઘરમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે ધમાલ મચાવનાર માલતીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તે ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ (Casting Couch) નો શિકાર બની ચુકી છે. તેના આ ખુલાસાએ બોલીવુડમાં કામના બદલે થતા શારીરિક શોષણની વાસ્તવિકતા ફરી એકવાર સામે લાવી છે.

 પિતાની ઉંમરના ડાયરેક્ટરની શરમજનક હરકત

સિદ્ધાર્થ કનનને આપેલા ઈન્ટરવ્યુમાં માલતી ચાહરનું દર્દ છલકાયું હતું. તેણે પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતા જણાવ્યું કે, જ્યારે તે આ ગ્લેમર વર્લ્ડમાં નવી હતી, ત્યારે તેની સાથે એક ખૂબ જ ઘૃણાસ્પદ ઘટના બની હતી. માલતીએ કહ્યું, "એક પ્રોજેક્ટના સિલસિલામાં હું એક ડાયરેક્ટરને વારંવાર મળતી હતી. તેમની ઉંમર મારા પિતા જેટલી હતી, તેથી હું તેમને પિતા સમાન માનતી અને માન આપતી હતી. પરંતુ જ્યારે તે પ્રોજેક્ટ પૂરો થયો અને મેં તેમને વિદાય વખતે 'સાઈડ હગ' (Side Hug) કર્યું, ત્યારે તેમણે મને લિપ કિસ કરવાની કોશિશ કરી."

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Malti Chahar (@maltichahar)

Advertisement

આ ઘટનાથી માલતી સ્તબ્ધ થઈ ગઈ હતી. તેને સમજાયું નહીં કે પિતા સમાન વ્યક્તિ આવી હરકત કેવી રીતે કરી શકે. આ કડવા અનુભવ બાદ તેણે નક્કી કર્યું કે ઈન્ડસ્ટ્રીમાં કોઈને પણ અતિશય માન આપીને 'બાપ' સમાન ન ગણવા જોઈએ અને હંમેશા સતર્ક રહેવું જોઈએ.

Malti Chahar Casting Couch : "કોમ્પ્રોમાઈઝ" અને રિપ્લેસમેન્ટનું કાળું સત્ય

માલતીએ કાસ્ટિંગ કાઉચના મુદ્દે વધુમાં ઉમેર્યું કે બોલીવુડમાં આ બાબત હવે સામાન્ય થઈ ગઈ છે. તેણે આક્ષેપ કર્યો કે જો તમે કામ માટે 'બાંધછોડ' કે કોમ્પ્રોમાઈઝ નથી કરતા, તો લુક ટેસ્ટ પાસ કર્યા હોવા છતાં તમને પ્રોજેક્ટમાંથી રાતોરાત રિપ્લેસ કરી દેવામાં આવે છે. માલતીએ જણાવ્યું કે તેની સાથે પણ આવું ઘણી વખત થયું છે. જોકે, તેણે ક્યારેય પોતાની મર્યાદા ઓળંગી નથી અને કોઈની સામે નમતું જોખ્યું નથી.

Malti Chahar Casting Couch : યુવતીઓને મજબૂત રહેવા સલાહ

પોતાની સફર વિશે વાત કરતા માલતીએ વર્ષ 2018 માં 'જીનિયસ' ફિલ્મથી કરેલી શરૂઆત અને ત્યારબાદ બિગ બોસ સુધી પહોંચવા માટેના સંઘર્ષને વર્ણવ્યો હતો. તેણે નવી આવતી અભિનેત્રીઓને સલાહ આપી છે કે છોકરીઓના હાથમાં ઘણી શક્તિ હોય છે, તેમણે ક્યારેય ખોટી બાબતો સામે ઝૂકવું જોઈએ નહીં. આ ઘટનાથી તે ખૂબ જ પરેશાન થઈ હતી, પરંતુ આજે તે મજબૂતીથી પોતાની વાત દુનિયા સામે રાખી રહી છે.

આ પણ વાંચો : Aditya Dhar Net Worth: કરોડોના માલિક છે આદિત્ય ધર: 'ધુરંધર'ની કમાણી જોઈ આંખો ફાટી જશે!

Tags :
Advertisement

.

×