Mamta Kulkarni એ દાઉદ ઇબ્રાહિમને લઇને એવું શું કહ્યું હતું કે હવે કરવી પડે છે સ્પષ્ટતા?
- Mamta Kulkarni નો દાઉદ પર મોટો ખુલાસો
- વિવાદ પછી મમતા કુલકર્ણીનું નિવેદન થયું વાયરલ
- દાઉદ મારા માટે આતંકવાદી છે — મમતા કુલકર્ણી
Mamta Kulkarni On Dawood Ibrahim : બોલિવૂડની ગ્લેમરસ દુનિયા છોડીને સંન્યાસના માર્ગે ચાલી નીકળેલા અભિનેત્રી મમતા કુલકર્ણી (Mamta Kulkarni) ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે. હવે 'મહામંડલેશ્વર યમઈ મમતા નંદગિરિ' તરીકે ઓળખાતા, તેમણે તાજેતરમાં મીડિયામાં વાયરલ થયેલા પોતાના નિવેદન પરની ગેરસમજણ દૂર કરી છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે તેમનું નિવેદન અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim) માટે નહીં, પરંતુ ભૂતપૂર્વ સાથી વિક્કી ગોસ્વામી (Vicky Goswami)ના સંદર્ભમાં હતું.
ગ્લેમરથી ભગવા સુધી
મમતા કુલકર્ણી, જેમણે 90ના દાયકામાં પોતાની ફિલ્મોથી પડદા પર ધૂમ મચાવી હતી, તેમણે હવે સંન્યાસ ધારણ કર્યો છે. આ પરિવર્તન પછી, તેમણે પોતાનું જીવન ધર્મ અને આધ્યાત્મિકતાને સમર્પિત કરી દીધું છે. ધર્મના માર્ગે આગળ વધીને તેઓ હવે મહામંડલેશ્વર યમઈ મમતા નંદગિરિ તરીકે ઓળખાય છે. તેમના આ નવા સ્વરૂપના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેનાથી લોકોમાં તેમના જીવનની નવી દિશા વિશે ઉત્સુકતા વધી છે.
દાઉદ ઇબ્રાહિમ પર Mamta Kulkarni ની સ્પષ્ટતા
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન, મમતા કુલકર્ણી (Mamta Kulkarni) એ બુધવારના રોજ તેમના નિવેદન પર થયેલા ગેરસમજણનો અંત લાવ્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેમના શબ્દોનું ખોટું અર્થઘટન થયું હતું. મમતા કુલકર્ણી (મહામંડલેશ્વર યમઈ મમતા નંદગિરિ)એ કહ્યું, "ગઈકાલે, મારા શબ્દોનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું. મને પહેલા પૂછવામાં આવ્યું કે શું મારું નામ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે જોડાયેલું છે. મેં જવાબ આપ્યો, 'તે ખોટું છે. હું ક્યારેય દાઉદ ઇબ્રાહિમને મળી નથી, કે હું તેને ઓળખતી નથી. તેથી, મને આ પ્રશ્ન પૂછવો જોઈતો ન હતો.'" તેમણે ઉમેર્યું કે ગેરસમજણ ત્યારે થઈ જ્યારે તેમણે પોતાના ભૂતપૂર્વ સાથી વિક્કી ગોસ્વામીનો ઉલ્લેખ કર્યો. "પછી મેં ઉમેર્યું, 'મેં વિક્કી ગોસ્વામી સાથે પણ સંબંધો તોડી નાખ્યા છે, જેની સાથે હું એક સમયે જોડાયેલી હતી. તેણે પણ ક્યારેય રાષ્ટ્રવિરોધી કંઈ કર્યું નથી. શું તમે ક્યારેય વિક્કી ગોસ્વામીએ વિસ્ફોટ કર્યાનું સાંભળ્યું છે?'"
કટ્ટર હિન્દુ' અને રાષ્ટ્રપ્રેમનો દાવો
મમતા કુલકર્ણીએ સ્પષ્ટ કર્યું કે તેમનો કોઈ પણ રાષ્ટ્રવિરોધી તત્વ સાથે કોઈ સંબંધ નથી. તેમણે પોતાને કટ્ટર હિન્દુ ગણાવી અને કહ્યું કે ભગવા વસ્ત્રો ધારણ કરવા પાછળનો હેતુ સનાતન ધર્મનો પ્રચાર કરવાનો છે. "મારો કોઈ પણ રાષ્ટ્રવિરોધી સાથે કોઈ સંબંધ નથી. હું કટ્ટર હિન્દુ છું, તેથી જ મેં ભગવો પહેર્યો છે. જો મેં તે પહેર્યું હોય, તો તમારે મને શક્તિ આપવી જોઈએ," તેમણે ભારપૂર્વક કહ્યું. તેમણે દાઉદ ઇબ્રાહિમને આતંકવાદી ગણાવતા કહ્યું, "દાઉદ ઇબ્રાહિમ મારા માટે આતંકવાદી છે; તેના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મને ખબર નથી કે વિક્કી ગોસ્વામીનો તેની સાથે શું સંબંધ છે. હું હમણાં અંડરવર્લ્ડ પ્રવૃત્તિઓ વિશે કંઈ કહેવા માંગતી નથી."
વિક્કી ગોસ્વામી કેસની ટૂંકી ઝલક
અહીં એ યાદ અપાવવું જરૂરી છે કે મમતા કુલકર્ણીનું નામ એક સમયે ડ્રગ્સની હેરાફેરીના કેસમાં કુખ્યાત વિક્કી ગોસ્વામી સાથે જોડાયું હતું. વિક્કી ગોસ્વામી પર ₹2,000 કરોડના ડ્રગ્સ હેરફેરનો આરોપ હતો. આ કેસમાં મમતા કુલકર્ણીનું નામ પણ સામે આવ્યું હતું, જેના કારણે તેઓ લાંબા સમય સુધી વિવાદોમાં રહ્યા હતા. જોકે, કાયદાકીય પ્રક્રિયાના અંતે, તેમને આ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
ધર્મ અને તપસ્યાના માર્ગે દ્રઢતા
અભિનેત્રીમાંથી મહામંડલેશ્વર બનેલા મમતા કુલકર્ણી (Mamta Kulkarni) એ જણાવ્યું કે છેલ્લા 25 વર્ષથી તેઓ ધ્યાન અને તપસ્યા કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જો કોઈ તેમની મજાક ઉડાવવા માંગે તો ઉડાવી શકે છે, પરંતુ તેઓ પોતાના માર્ગેથી વિચલિત થશે નહીં.
આ પણ વાંચો : મમતા કુલકર્ણીના પાછળ ડાન્સ કરતી Neeru Bajwa આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મચાવી રહી છે ધૂમ