ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Saif Ali Khan પર છરીથી હુમલો કરનાર વ્યક્તિની ધરપકડ

મુંબઈ પોલીસે થાણેથી આરોપીને પકડ્યો
06:48 AM Jan 19, 2025 IST | SANJAY
મુંબઈ પોલીસે થાણેથી આરોપીને પકડ્યો
Saif Ali Khan @ Gujarat First

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં મુંબઈ પોલીસે હુમલાખોરની ધરપકડ કરી છે. પોલીસે મુખ્ય આરોપી મોહમ્મદ આલિયાન ઉર્ફે બીજેની થાણેથી ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, મોહમ્મદ આલિયાન એ વ્યક્તિ છે જેણે 16 જાન્યુઆરીની રાત્રે ઘરમાં ઘૂસીને સૈફ અલી ખાન પર છરીથી હુમલો કર્યો હતો. સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં મુખ્ય આરોપી બાંગ્લાદેશી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેમાં મોહમ્મદ સૈફુલ ઈસ્લામ સજ્જાદની ધરપકડ થતા પોલીસે જણાવ્યું છે કે ભારતીય નાગરિક હોવાના દસ્તાવેજ નથી. મોહમ્મદ સજ્જાદ ગેરકાયદે ભારતમાં ઘૂસ્યો હતો. તેમજ ચોરીના ઈરાદે સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસ્યો હતો. 5-6 મહિના પહેલાં મુંબઈ પહોંચ્યો હતો તથા હાઉસકિપિંગ ફર્મમાં કામ કરતો હતો.

બારમાં હાઉસકીપિંગનું કામ કરતો હતો

આરોપીની ઓળખ મોહમ્મદ આલિયાન ઉર્ફે બીજે તરીકે થઈ છે. પકડાયા બાદ, તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી કે તે જ સૈફ અને કરીનાના ઘરમાં ઘૂસીને તેમના પર હુમલો કર્યો હતો. મુંબઈ પોલીસની ટીમે તેને થાણેના લેબર કેમ્પ વિસ્તારમાંથી ધરપકડ કરી છે. આરોપી થાણેના Ricky's બારમાં હાઉસકીપિંગ વર્કર તરીકે કામ કરતો હતો.

બચવા માટે નકલી નામ કહ્યું

વિલે પાર્લે પોલીસ સ્ટેશનના અધિકારીઓએ તેની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી પ્રમાણે, થાણેમાં પકડાયેલો આરોપી એ જ વ્યક્તિ છે જે સૈફ અલી ખાન પર હુમલા માટે વોન્ટેડ હતો. હવે તેને બાંદ્રા લાવીને પૂછપરછ કરવામાં આવશે. પકડાઈ ન જાય તે માટે હુમલાખોરે ખોટું નામ 'વિજય દાસ' આપ્યું હતુ. હુમલાખોરની ધરપકડ પહેલા, સૈફ અલી ખાનના ઘરની સીડીઓ પરથી ઉતરતા સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા તેના પોસ્ટરો મુંબઈ અને આસપાસના સ્થળોએ લગાવવામાં આવ્યા હતા.

છત્તીસગઢમાંથી એક શંકાસ્પદ વ્યક્તિ પકડાયો

શનિવારે, છત્તીસગઢના દુર્ગથી હુમલા સાથે જોડાયેલા એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે મુંબઈથી બે લોકોની પણ અટકાયત કરી છે. શનિવારે ધરપકડ કરાયેલા બંને શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. મુંબઈ પોલીસની ટીમે છત્તીસગઢના દુર્ગથી અટકાયત કરાયેલા શંકાસ્પદ વ્યક્તિનો ફોટો પણ શેર કર્યો છે. તેનું નામ આકાશ હોવાનું કહેવાય છે. સ્થાનિક પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે તે મુંબઈનો રહેવાસી છે. આકાશની ધરપકડ અંગે માહિતી આપતાં મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈ પોલીસની ટીમ દુર્ગ પહોંચશે અને શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરશે. છત્તીસગઢના દુર્ગમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો ત્યારે તે બિલાસપુર જઈ રહ્યો હતો. રેલવે સુરક્ષા દળના જણાવ્યા પ્રમાણે, તેની પાસે એક બેગ પણ મળી આવી છે જેના પર ફાસ્ટટ્રેક લખેલું છે. સૈફની ઇમારત અને દાદર મોબાઇલ શોપના સીસીટીવીમાં આવી જ બેગ જોવા મળી છે. તે જ્ઞાનેશ્વરી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યો હતો. મુંબઈ પોલીસને મોબાઈલ લોકેશન વિશે માહિતી મળી હતી જેના આધારે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. શંકાસ્પદ આકાશને જ્ઞાનેશ્વરી એક્સપ્રેસમાંથી પકડવામાં આવ્યો હતો.

આ હુમલો 16 જાન્યુઆરીની રાત્રે થયો હતો

16 જાન્યુઆરીની રાત્રે લગભગ 2 વાગ્યે, એક અજાણ્યો વ્યક્તિ સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી ગયો, જેને સૈફના ઘરના મહિલા સ્ટાફે જોયો અને તેમણે એલાર્મ વગાડ્યું. અવાજ સાંભળીને જ્યારે સૈફ અલી ખાન આવ્યો ત્યારે તે વ્યક્તિ સાથે ઝપાઝપી કરી, ત્યારબાદ તેણે અભિનેતા પર છરી મારી દીધી. હુમલાખોરે સૈફ પર છ વાર છરી વડે હુમલો કર્યો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો. છરીનો એક ભાગ અભિનેતાના કરોડરજ્જુ પાસે પણ અટવાઈ ગયો હતો. સૈફ અલી ખાનને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સર્જરી કરવામાં આવી હતી. હવે અભિનેતા ખતરામાંથી બહાર છે.

આ પણ વાંચો: Saif Ali Khan Attack: હુમલાના 3 દિવસ પછી સૈફની હાલત કેવી છે? ડોક્ટરોએ કહ્યું- ક્યારે રજા આપવામાં આવશે

 

Tags :
Gujarat FirstIndiaMaharashtrapoliceSaif Ali Khan
Next Article