'મારી માતા મારું પહેલું ઘર હતી...'
મનીષ પોલે તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટ પર માતા ઉર્મિલ સાથેની કેટલીક Unseen pictures શેર કરી છે. આ ફોટોઝ સાથે તેમણે એક હૃદયસ્પર્શી કેપ્શન (Caption) લખ્યું છે. મનીષે લખ્યું: 'આજે દુનિયા થોડી શાંત લાગી રહી છે. આજે સવારે મેં મારી માતાને અલવિદા કહી દીધું, જે મારું પહેલું ઘર હતી, મને સૌથી વધુ સુકૂન આપનારી અને અત્યાર સુધીની મારી જિંદગીની સૌથી મજબૂત મહિલા (Strongest woman) હતી.'
'હું તમને હંમેશા પ્રેમ કરતો રહીશ...'
તેમણે આગળ લખતા જણાવ્યું કે, 'મારા માટે તમારું શું મહત્વ હતું અથવા તમારા જવા પછી જે ખાલીપો (Void) આવ્યો છે, તેને શબ્દોમાં વ્યક્ત કરવો અશક્ય છે. પરંતુ હું મારી સાથે તમારો પ્રેમ, તમારી હિંમત, તમારી નેકી (Kindness) અને તમારા શીખવેલા દરેક પાઠને લઈને આગળ વધીશ. આ બધું આખી જિંદગી મારી સાથે રહેશે. આશા છે કે હવે તમને શાંતિ (Peace) મળી ગઈ હશે. મને એવો પ્રેમ કરવા બદલ આભાર, જે ફક્ત એક માતા જ કરી શકે છે. ફરી મળીશું માં. હંમેશા-હંમેશા તમને પ્રેમ કરતો રહીશ.'
મનોરંજન જગતના સેલેબ્સે વ્યક્ત કર્યો શોક
મનીષ પોલની આ પોસ્ટ પર ચાહકો (Fans) ની સાથે સાથે બોલિવૂડ (Bollywood) અને ટીવી ઇન્ડસ્ટ્રીના અનેક સેલેબ્સે (Celebrities) પણ કોમેન્ટ કરીને સાંત્વના પાઠવી છે. આયુષ્માન ખુરાનાને સાંત્વના પાઠવતા કહ્યું, 'ભાઈ, આ દુઃખમાં હું તારી સાથે છું. માતા હંમેશા તારી સાથે એક દેવદૂત (Angel) ની જેમ રહેશે.' વરુણ ધવન, મલાઈકા અરોરા, ઈશા ગુપ્તા અને રોહિત સરાફે પણ સાંત્વના પાઠવી છે. આ તમામ કલાકારોએ પોસ્ટ પર રેડ હાર્ટ ઈમોજી (Red heart emoji) શેર કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.
શ્વેતા તિવારી પણ થઈ ભાવુક
જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારીએ લખ્યું, 'હે ભગવાન, મનીષ... તને અને તારા આખા પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના (Condolences). માતાના જવાનું દુઃખ ક્યારેય કોઈ પૂરું કરી શકતું નથી. ભગવાન તમને આ મુશ્કેલ સમયમાં હિંમત આપે. મારી પ્રાર્થના હંમેશા તમારી સાથે છે.' શ્વેતા ઉપરાંત મૌની રોય, કીકુ શારદા અને આરતી સિંહ જેવા અન્ય કલાકારોએ પણ કોમેન્ટ કરીને શોક (Mourning) વ્યક્ત કર્યો છે અને મનીષના પરિવારને હિંમત રાખવા પ્રાર્થના કરી છે.
આ પણ વાંચો : Actor Rajesh Sharma hospitalized : પ્રભાસ સાથે શૂટિંગ દરમિયાન ઝેરી કીડું કરડતા અભિનેતા હોસ્પિટલમાં દાખલ