Ghuskhore Pandit: સુપ્રીમ કોર્ટે 'ઘુસખોર પંડિત' ટાઇટલ પર ફિલ્મ નિર્માતાને લગાવી ફટકાર,જાણો શું કહ્યું...
- વિવાદાસ્પદ ટાઇટલ મામલે નિર્માતા નીરજ પાંડેની કોર્ટે ઝાટકણી કાઢી (Ghuskhore Pandit)
- નિર્માતાએ ફિલ્મનું ટાઇટલ અને પ્રચાર સામગ્રી પરત ખેંચવાની ખાતરી આપી
- સમાજના વર્ગને બદનામ કરતા શીર્ષક સામે જસ્ટિસે વ્યક્ત કરી નારાજગી
બોલિવૂડ અભિનેતા મનોજ બાજપેયી (Manoj Bajpayee) ની આગામી ફિલ્મ "ઘુસખોર પંડિત" (Ghuskhore Pandit) ને લઈને ચાલી રહેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટે (Supreme Court of India) કડક વલણ અપનાવ્યું છે. ફિલ્મના વિવાદાસ્પદ શીર્ષક મામલે કોર્ટે નિર્માતા નીરજ પાંડે (Neeraj Pandey) ને સ્પષ્ટ શબ્દોમાં ઠપકો આપ્યો હતો. જસ્ટિસ બી.વી. નાગરત્ના (Justice B.V. Nagarathna) અને ઉજ્જલ ભુયાન (Justice Ujjal Bhuyan) ની બેન્ચે પ્રશ્ન કર્યો હતો કે, આવા શીર્ષક દ્વારા સમાજના એક ચોક્કસ વર્ગને કેમ બદનામ કરવામાં આવી રહ્યો છે?
Ghuskhore Pandit: સુપ્રીમ કોર્ટની ચેતવણી અને નિર્માતાનો નિર્ણય
સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી ફિલ્મનું શીર્ષક બદલવામાં નહીં આવે ત્યાં સુધી તેની રિલીઝ પર રોક રહેશે. આ આકરા વલણ બાદ, ફિલ્મ નિર્માતા નીરજ પાંડેએ (Film Producer Neeraj Pandey) ગુરુવારે કોર્ટને જાણ કરી હતી કે તેમણે "ઘુસખોર પંડિત" શીર્ષક અને તેની તમામ પ્રચાર સામગ્રી (Promotional Material) પાછી ખેંચી લીધી છે. હાલમાં ફિલ્મનું નવું નામ નક્કી કરવામાં આવ્યું નથી. કોર્ટે નિર્માતાના આ સોગંદનામાને રેકોર્ડ પર લઈ મામલો થાળે પાડ્યો છે.
વિવાદનું મૂળ અને ફિલ્મની વાર્તા
આ વિવાદની શરૂઆત 3 ફેબ્રુઆરી, 2026 ના રોજ થઈ હતી, જ્યારે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સે (Netflix India) તેની વર્ષ 2026 ની યોજનાઓ જાહેર કરી હતી. આ અંતર્ગત મનોજ બાજપેયીની ફિલ્મનું ટીઝર (Teaser Release) લોન્ચ કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં મનોજ બાજપેયી એક ભ્રષ્ટ પોલીસ અધિકારીની ભૂમિકામાં છે, જેને વિભાગમાં 'પંડિત' કહીને સંબોધવામાં આવે છે. આ નામ સામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા, જે બાદ મામલો કાનૂની વિવાદમાં ફેરવાયો હતો.
યુટ્યુબર્સને પણ શાંત રહેવા અપીલ
સુપ્રીમ કોર્ટે માત્ર ફિલ્મ નિર્માતા જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર સક્રિય યુટ્યુબર્સ (YouTubers) ને પણ આ વિવાદને વધુ ન ભડકાવવા અને શાંતિ જાળવવા વિનંતી કરી છે. હાલમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ને આ મામલે નેટફ્લિક્સ રિલીઝ અંગે નોટિસ પાઠવી છે.
આ પણ વાંચો: ટ્રેલર પહેલાં જ Yash ની ફિલ્મ 'Toxic' આવી ચર્ચામાં! જાણો શું છે કારણ


