ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પહેલીવાર ડબલ રોલમાં જોવા મળશે મનોજ બાજપેયી, આ દિવસે રિલીઝ થશે 'કિલર સૂપ'

અહેવાલ – રવિ પટેલ, અમદાવાદ મનોજ બાજપેયી હિન્દી સિનેમાના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક છે. તેમણે પોતાના કરિયરમાં ઘણા એવા પાત્રો ભજવ્યા છે, જે લોકોના દિલમાં વસે છે. હવે તે સંપૂર્ણપણે એક નવા રોલમાં લોકો સમક્ષ આવવા માટે તૈયાર છે. મનોજ બાજપેયીની...
12:51 PM Dec 16, 2023 IST | Harsh Bhatt
અહેવાલ – રવિ પટેલ, અમદાવાદ મનોજ બાજપેયી હિન્દી સિનેમાના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક છે. તેમણે પોતાના કરિયરમાં ઘણા એવા પાત્રો ભજવ્યા છે, જે લોકોના દિલમાં વસે છે. હવે તે સંપૂર્ણપણે એક નવા રોલમાં લોકો સમક્ષ આવવા માટે તૈયાર છે. મનોજ બાજપેયીની...

અહેવાલ – રવિ પટેલ, અમદાવાદ

મનોજ બાજપેયી હિન્દી સિનેમાના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક છે. તેમણે પોતાના કરિયરમાં ઘણા એવા પાત્રો ભજવ્યા છે, જે લોકોના દિલમાં વસે છે. હવે તે સંપૂર્ણપણે એક નવા રોલમાં લોકો સમક્ષ આવવા માટે તૈયાર છે. મનોજ બાજપેયીની આગામી સિરીઝનું પોસ્ટર સામે આવ્યું છે, જેનું ટાઈટલ 'કિલર સૂપ' છે. આ સિરીઝમાં મનોજની સાથે અભિનેત્રી કોંકણા સેન શર્મા પણ જોવા મળશે.



પોસ્ટરમાં મનોજ બાજપેયીનો ડબલ લુક જોવા મળી રહ્યો છે, જે બાદ સોશિયલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી છે કે શું આ ફિલ્મમાં મનોજ બાજપેયીનો ડબલ રોલ છે. જો કે હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી સામે આવી નથી. પોસ્ટરમાં મનોજ બાજપેયીના બંને લુક એકદમ આકર્ષક લાગી રહ્યા છે. કોંકણાની સ્ટાઈલ પણ એકદમ પ્રભાવશાળી લાગે છે.

કિલર સૂપનું પોસ્ટર અહીં જુઓ

નેટફ્લિક્સે આ પોસ્ટરને સોશિયલ મીડિયા દ્વારા શેર કર્યું છે. શેર કરતી વખતે લખ્યું હતું, “એક વાર્તા જે ખૂબ જ વિચિત્ર છે. તેના પર વિશ્વાસ કરવા માટે તમારે તેને જોવું પડશે.” પોસ્ટરની સાથે જ રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. તમે તેને 11 જાન્યુઆરીથી Netflix પર જોઈ શકો છો.



આ એક ક્રાઈમ થ્રિલર સીરિઝ બનવા જઈ રહી છે, જેમાં ખૂબ જ રોમાંચ તો હશે જ, પરંતુ તેની સાથે તેમાં કોમેડીનો પણ ડોઝ હશે. આમાં મનોજ પ્રભાકરના રોલમાં જોવા મળશે જ્યારે કોંકણા તેની પત્ની સ્વાતિ શેટ્ટીના રોલમાં જોવા મળશે.

તાજેતરમાં આ ફિલ્મમાં જોવા મળ્યા હતા

આ પહેલા, તાજેતરમાં મનોજ બાજપેયી જોરમ નામની ફિલ્મમાં જોવા મળ્યો છે, જે 8 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. જોરમમાં મનોજના પાત્રની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ફિલ્મને સારા રિવ્યુ પણ મળ્યા છે. હવે જોવાનું એ રહેશે કે મનોજ બાજપેયી કિલર સૂપ દ્વારા શું નવી અજાયબી બતાવે છે.

 

આ પણ વાંચો -- આ ફિલ્મ માટે અનિલ,અક્ષય, આમિર, અજયે અને સલમાન ખાને કહી હતી ના, શાહરૂખ આ ફિલ્મ કરીને બન્યો BAAZIGAR

Tags :
Januarykonkana senmanoj bajpayeeNetflixWeb Series
Next Article