Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ameesha Patel વિરુદ્ધ નોન-બેલેબલ વોરંટ, શું 'સકીના'ની જેલની મુલાકાત થશે?

બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલ ફરી એકવાર મુરાદાબાદ કોર્ટના સકંજામાં આવી છે. 2017ના એક ઇવેન્ટ વિવાદમાં 11 લાખની છેતરપિંડીના આક્ષેપ હેઠળ તેની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી થયું છે. અમીષાએ આ ઘટનાક્રમને પાયાવિહોણો ગણાવી ઇવેન્ટ મેનેજર પર જ છેતરપિંડીનો વળતો આરોપ લગાવ્યો છે. શું આ કાયદાકીય લડાઈ અમીષાની કારકિર્દી પર અસર કરશે? તે જાણવા આ અહેવાલ વાંચો.
ameesha patel વિરુદ્ધ નોન બેલેબલ વોરંટ  શું  સકીના ની જેલની મુલાકાત થશે
Advertisement
  • અમીષા પટેલ વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટ (Ameesha Patel Non Bailable Warrant)
  • 27 માર્ચે મુરાદાબાદ કોર્ટમાં હાજર રહેવા નિર્દેશ
  • વારંવાર ગેરહાજર રહેતા કોર્ટે વોરંટ ઈશ્યું કર્યુ
  • 15 વર્ષ જૂના કેસમાં અમીષા સામે થયો છે કેસ
  • ઈવેન્ટ મેનેજર પવન વર્માએ નોંધાવી હતી ફરિયાદ

Ameesha Patel Non Bailable Warrant : બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલ (Ameesha Patel) ફરી એકવાર કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ છે. વર્ષ 2017ના એક કાર્યક્રમ સાથે જોડાયેલા વિવાદમાં મુરાદાબાદની અદાલતે (Moradabad Court) અમીષા પટેલ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ (Non-Bailable Warrant) જારી કર્યું છે. અમીષા પટેલ નિર્ધારિત સુનાવણીમાં ગેરહાજર રહેતા એસીજેએમ-5 અદાલતે આ કડક વલણ અપનાવ્યું છે અને હવે તેને 27 માર્ચના રોજ હાજર થવા આદેશ આપ્યો છે.

Ameesha Patel Non Bailable Warrant : શું છે સમગ્ર વિવાદ?

આ કેસ લગભગ એક દાયકા જૂનો છે. વર્ષ 2017માં મુરાદાબાદના ઇવેન્ટ મેનેજર પવન વર્માએ (Pawan Verma) ફરિયાદ નોંધાવી હતી કે શહેરમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે અમીષાએ 11 લાખ રૂપિયા લીધા હતા. આરોપ મુજબ, અભિનેત્રી મુંબઈથી દિલ્હી તો પહોંચી, પરંતુ ત્યાં પહોંચીને તેણે કથિત રીતે વધારાના 2 લાખ રૂપિયા રોકડા માંગ્યા હતા. જ્યારે ઇવેન્ટ કંપનીએ આ વધારાની રકમ આપવાનો ઇનકાર કર્યો, ત્યારે તે સમારોહમાં આવ્યા વગર જ મુંબઈ પરત ફરી ગઈ હતી.

Advertisement

Advertisement

બે વર્ષ પહેલા હાજર થઈ હતી અમિષા

આ ઘટના બાદ પવન વર્માએ છેતરપિંડીનો (Fraud Case) કેસ દાખલ કર્યો હતો. લગભગ બે વર્ષ પહેલા અમીષા આ મામલે કોર્ટમાં હાજર થઈ હતી અને તેને જામીન મળી ગયા હતા. જોકે, અદાલતની શરતોનું પાલન ન કરવા અને સુનાવણીમાં વારંવાર ગેરહાજર રહેવાને કારણે હવે ફરીથી વોરંટ જારી કરવામાં આવ્યું છે.

અમીષા પટેલનો વળતો પ્રહાર

વોરંટ જારી થયા બાદ અમીષા પટેલે ઇન્સ્ટાગ્રામ પર એક નિવેદન જારી કરી પોતાની પ્રતિક્રિયા આપી છે. અમીષાએ જણાવ્યું કે આ 15 વર્ષ જૂનો મામલો છે જેમાં પવન વર્માએ અગાઉ જ સમાધાન પત્ર પર હસ્તાક્ષર કરીને નક્કી કરેલી તમામ રકમ મેળવી લીધી હતી. અભિનેત્રીએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, "મારા વકીલો આ વ્યક્તિના જૂઠાણા અને છેતરપિંડીને ખુલ્લી પાડવા માટે તેની વિરુદ્ધ યોગ્ય ગુનાહિત કાર્યવાહી (Criminal Proceedings) શરૂ કરી રહ્યા છે. હું મારા કામ પર ધ્યાન આપવા માંગુ છું અને આવા તકવાદી લોકોને નજરઅંદાજ કરવા માંગુ છું."

આ પણ વાંચો : 'The Kerala Story 2' ના ટ્રેલરે મચાવી ધૂમ, લવ જેહાદના એજન્ડાનો થશે પર્દાફાશ!

Tags :
Advertisement

.

×