Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ameesha Patel vs Zakir Khan : ઝાકિર ખાન પર કેમ ગિન્નાઈ અમીષા પટેલ? કહી દીધી આ મોટી વાત!

Ameesha Patel vs Zakir Khan વિવાદમાં અભિનેત્રીએ કોમેડિયનના એ નિવેદનનો વિરોધ કર્યો છે જેમાં તેણે ઈન્ડસ્ટ્રીને અસુરક્ષિત ગણાવી હતી. અમીષાએ કહ્યું કે કોઈ સફળ વ્યક્તિની મજાક ઉડાવતા પહેલા કંઈક હાંસલ કરવું જરૂરી છે. તેણે ઝાકિરને પુરાવા માંગ્યા કે તેને કોણે ફોન કરીને પોતાની ઈર્ષ્યા વિશે જણાવ્યું હતું.
ameesha patel vs zakir khan   ઝાકિર ખાન પર કેમ ગિન્નાઈ અમીષા પટેલ  કહી દીધી આ મોટી વાત
Advertisement
  • કોમેડિયન ઝાકિર ખાન પર ભભૂકી Ameesha Patel
  • "મજાક ઉડાવતા પહેલા કંઈક બનીને બતાવો" - અમીષા
  • ઝાકિરના 'ધુરંધર' વાળા નિવેદનથી સર્જાયો વિવાદ
  • ઈન્ડસ્ટ્રીની ઈર્ષ્યા અંગેના દાવાને અમીષાએ ફગાવ્યો
  • નેગેટિવિટી ન ફેલાવવાની કોમેડિયનોને આપી સલાહ

બોલિવૂડની 'ગદર' ગર્લ અમીષા પટેલ (Ameesha Patel) અત્યારે પોતાના બેબાક નિવેદનોને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં તેણે ફેમસ કોમેડિયન ઝાકિર ખાન (Zakir Khan) પર આકરા પ્રહારો કર્યા છે. આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ઝાકિરે એક એવોર્ડ ફંક્શનમાં કહ્યું હતું કે ફિલ્મ 'ધુરંધર' ની સફળતા જોઈને આખી ઈન્ડસ્ટ્રીની 'જલી' છે.

Ameesha Patel Hot Picture

Advertisement

Ameesha Patel vs Zakir Khan : કોમેડિયનો પર અમીષાના આકરા પ્રહાર

અમીષા પટેલે (Ameesha Patel) બોલીવુડ બબલ સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું કે તેને ઝાકિર સાથે કોઈ વ્યક્તિગત દુશ્મની નથી, પરંતુ તે તેની વાત કરવાની રીતથી નારાજ છે. અમીષાએ કહ્યું, "આ તમામ કોમેડિયન્સ માટે મારે એક વાત કહેવી છે... ઊભા રહીને કોઈ સફળ વ્યક્તિની મજાક ઉડાવવી ખૂબ જ સરળ છે. અરે, પહેલા કંઈક હાંસલ (Achieve Something) તો કરી બતાવો! સુપરસ્ટાર બનીને બતાવો. પછી જ્યારે તમારી મજાક ઉડશે, ત્યારે જોવું છે કે તમે કેવી રીતે પ્રતિક્રિયા આપશો."

Advertisement

Zakir khan file photo

ઈન્ડસ્ટ્રીમાં અસુરક્ષાના દાવા પર સવાલ

ઝાકિર ખાને (Zakir Khan) દાવો કર્યો હતો કે 'ધુરંધર' હિટ ગઈ તેનાથી ઈન્ડસ્ટ્રીના લોકો ઇનસિક્યોર થયા છે. આ બાબતે વળતો જવાબ આપતા અમીષાએ પૂછ્યું, "તમને કોણે ફોન કરીને કહ્યું કે તેઓ અસુરક્ષિત (Insecure) છે? ઉલટાનું, 'ધુરંધર' ના આવવાથી ઘણા લોકોએ કહ્યું કે અમારે શીખવાની જરૂર છે. લોકોએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ અને સ્ટોરીઝ દ્વારા ફિલ્મના વખાણ કર્યા છે. હું એ જાણવા માંગુ છું કે એ 10 લોકો કોણ છે જેમણે ઝાકિરને ફોન કરીને પોતાની ઇનસિક્યોરિટી જણાવી?"

અમીષાએ અંતમાં સલાહ આપી હતી કે કોમેડિયનોએ નકારાત્મકતા (Negativity) ફેલાવવાનું બંધ કરવું જોઈએ અને સફળ લોકોની મહેનતનું સન્માન કરવું જોઈએ.

આ પણ વાંચો : Kajol's rule broken: કાજલે તોડ્યો 30 વર્ષ જૂનો નિયમ, ઓન સ્ક્રીન કિસિંગ સીન આપવા પાછળનું જણાવ્યું આ કારણ

Tags :
Advertisement

.

×