Mera Lyari Movie: 'ધુરંધર'ના જવાબમાં પાકિસ્તાન લાવ્યું નવી ફિલ્મ, જાણો વિગત
- 'ધુરંધર'ના જવાબમાં પાકિસ્તાન લાવ્યું 'મેરા લ્યારી'!
- રણવીર સિંહની ફિલ્મમાં લ્યારીને આતંકનો અડ્ડો બતાવાતા વિવાદ
- પાકિસ્તાની ફિલ્મ લંડનના એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં થશે રિલીઝ
- આયશા ઓમર અને દાનાનીર મોબીન મુખ્ય ભૂમિકામાં દેખાશે
- રેહમાન ડકૈત અને ગેંગવોરની છબી સુધારવાનો પાકિસ્તાની દાવો
- તમામ રેકોર્ડ તોડતી 'ધુરંધર' સામે પાકિસ્તાનનો વળતો પ્રહાર
Mera Lyari Movie : બોક્સ ઓફિસ પર અત્યારે માત્ર એક જ નામનો સિક્કો ચાલે છે અને તે છે 'ધુરંધર: ધ રિવિંજ'. આ ફિલ્મે 1700 કરોડનો આંકડો પાર કરીને ભારતીય સિનેમાના ઇતિહાસના તમામ પાના ઉથલાવી દીધા છે. પરંતુ, આ ફિલ્મની સફળતાની સૌથી વધુ 'ચચરાટ' પાકિસ્તાનમાં જોવા મળી રહી છે. રણવીર સિંહની આ ફિલ્મમાં પાકિસ્તાનના કુખ્યાત વિસ્તાર 'લ્યારી'ને જે રીતે રજૂ કરાયો છે, તેનાથી પાકિસ્તાની સરકાર અને ત્યાંના ફિલ્મ સર્જકોમાં ભારે રોષ છે.
Mera Lyari Movie : શું છે વિવાદનું મૂળ?
ફિલ્મ 'ધુરંધર'માં બતાવવામાં આવ્યું છે કે હમઝા (રણવીર સિંહ) પાકિસ્તાનના લ્યારી વિસ્તારમાં ઘૂસીને ગેંગસ્ટર રહેમાન ડકૈત (અક્ષય ખન્ના)ની ગેંગમાં સામેલ થાય છે. ફિલ્મમાં લ્યારીને આતંકવાદનો અડ્ડો અને ગેંગવોરનું કેન્દ્ર બતાવવામાં આવ્યું છે. પાકિસ્તાની જનતાનું કહેવું છે કે આ રીતે તેમના દેશની છબી ખરાબ કરવામાં આવી રહી છે.
આ અપમાનનો બદલો લેવા માટે પાકિસ્તાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ તૈયાર કરી છે ફિલ્મ મેરા લ્યારી (Mera Lyari Movie ). આ ફિલ્મનો દાવો છે કે તે દુનિયાને લ્યારીની અસલી અને સકારાત્મક બાજુ બતાવશે.
View this post on Instagram
'મેરા લ્યારી'ની સ્ટારકાસ્ટ અને લંડન કનેક્શન
પાકિસ્તાની અભિનેત્રી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર આયશા ઓમર (Ayesha Omar) આ ફિલ્મ દ્વારા પોતાનું ડેબ્યૂ કરી રહી છે.
પ્રીમિયર: 2 મેના રોજ લંડનના બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં 'યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલ'માં આ ફિલ્મ બતાવવામાં આવશે.
રિલીઝ ડેટ: 8 મેના રોજ પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્વમાં રિલીઝ કરવાની તૈયારી છે.
મુખ્ય કલાકારો: આ ફિલ્મમાં 'પાવારી હો રહી હૈ' ફેમ દાનાનીર મોબીન, નાયર એજાઝ અને સમીના મુમતાઝ જેવા જાણીતા ચહેરાઓ જોવા મળશે.
શું પાકિસ્તાન પોતાની ઈમેજ બચાવી શકશે?
હવે સૌથી મોટો સવાલ એ છે કે શું 'મેરા લ્યારી' તે ઈમેજ સુધારી શકશે જે 'ધુરંધર' જેવી વૈશ્વિક સ્તરે સફળ ફિલ્મે ઊભી કરી છે? એક તરફ રણવીર સિંહનો માસિવ ક્રેઝ છે અને બીજી તરફ પાકિસ્તાનનો આ રક્ષણાત્મક પ્રયાસ. લ્યારીમાં રહેતા લોકો પણ આશા રાખી રહ્યા છે કે આ ફિલ્મ તેમને આતંકવાદી તરીકે નહીં, પણ એક સંસ્કૃતિ તરીકે રજૂ કરશે.
આ પણ વાંચો : Dhurandhar 2 Box Office Collection: રણવીર સિંહનો જલવો, ફ્રેન્ચાઇઝીની કમાણી 3000 કરોડને પાર


