Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MI-8 : ટ્રોમ ક્રુઝની 'મચઅવેટેડ' ફિલ્મને રિલીઝ અગાઉ 'મચકોડ'...!!!

આખી દુનિયાના દર્શકો ટોમ ક્રુઝ (Tom Cruise) ની 'મિશન ઈમ્પોસિબલ 8- ધી ફાયનલ રેકનિંગ' (Mission Impossible 8- The Final Reckoning) ની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મને રિલીઝ અગાઉ રોટન ટોમેટોઝ પર ઓછા રેટિંગ મળતા હાહાકાર મચી ગયો છે. વાંચો વિગતવાર.
mi 8   ટ્રોમ ક્રુઝની  મચઅવેટેડ  ફિલ્મને રિલીઝ અગાઉ  મચકોડ
Advertisement
  • આખી દુનિયામાં 'મિશન ઈમ્પોસિબલ 8'ની આતૂરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે
  • આવતીકાલે 17મી મેના રોજ ભારતમાં 'મિશન ઈમ્પોસિબલ 8' રિલીઝ થઈ રહી છે
  • 78મા Cannes Film Festival માં 'મિશન ઈમ્પોસિબલ 8'નું પ્રીમિયર યોજાયું હતું
  • Rotten Tomatoes પર 'મિશન ઈમ્પોસિબલ 8'ને મળ્યું માત્ર 81 ટકા રેટિંગ

MI-8 : ટોમ ક્રુઝ (Tom Cruise) ની અપકમિંગ અને મચ અવેટેડ ફિલ્મ 'મિશન ઈમ્પોસિબલ 8- ધી ફાયનલ રેકનિંગ' (Mission Impossible 8- The Final Reckoning) ને રિલીઝ અગાઉ મોટો સેટબેક મળ્યો છે. ફિલ્મોનું રેટિંગ કરતી વેબસાઈટ રોટન ટોમેટોઝ (Rotten Tomatoes) પર ધાર્યા કરતા ઓછા રેટિંગ મળતા Tom Cruise જ નહિ પરંતુ દુનિયાભરના દર્શકોને એક ધક્કો વાગ્યો છે. ઉલ્લેખનીય છે કે ટોમ ક્રુઝ તેના ઈન્ડિયન ફેન્સને ધ્યાને રાખીને આ ફિલ્મ બાકી દુનિયા કરતા ભારતમાં એક અઠવાડિયું વહેલા રિલીઝ કરી રહ્યો છે. આ ફિલ્મ 17મી મેના રોજ ભારતમાં અને બાકીના વિશ્વમાં 23મી મેના રોજ રિલીઝ થશે.

Cannes Film Festival માં યોજાયું હતું પ્રીમિયર

ટોમ ક્રુઝની અપકમિંગ અને મચ અવેટેડ ફિલ્મ 'Mission Impossible 8- The Final Reckoning'નું 78મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર યોજાયું હતું. આ પ્રીમિયર બાદ જ ફિલ્મને મોટો સેટબેક મળ્યો છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં યોજાયેલા પ્રીમિયર બાદ MI સિરીઝની અન્ય ફિલ્મો કરતાં આ ફિલ્મને Rotten Tomatoes પર ઘણું ઓછું રેટિંગ મળ્યું છે. આ ઓછું રેટિંગ જોતજોતામાં સમગ્ર વિશ્વભરમાં વાયરલ થઈ ગયું છે. જેનાથી ટોમ ક્રુઝ જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા ફેન્સને આંચકો લાગ્યો છે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ Pakistani Cine stars : બોલિવૂડમાં પાકિસ્તાની સ્ટાર્સ? ‘ઘરનાં છોકરાં ઘંટી ચાટે’ વાળો ઘાટ

Rotten Tomatoes પર 81 ટકા રેટિંગ

રોટન ટોમેટોઝ પર મળેલા રિવ્યૂમાં, લોકો 'મિશન ઈમ્પોસિબલ 8' થી બહુ પ્રભાવિત થયા હોય તેવું લાગતું નથી. એક દર્શકે લખ્યું છે કે, ફિલ્મમાં વાર્તા કરતાં શૈલી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. બીજા દર્શકે લખ્યું કે, આ ફિલ્મની વાર્તા પાછલી ફિલ્મ 'મિશન: ઈમ્પોસિબલ - ડેડ રેકનિંગ પાર્ટ વન' ના થોડા મહિના પછી શરૂ થાય છે. પણ તેમાં ઓછો ઉત્સાહ છે. ટોમ ક્રુઝની નવી ફિલ્મને વેબસાઈટ પર ફક્ત 81% રેટિંગ મળ્યું છે, જે 2006 પછી MI ફ્રેન્ચાઈઝની કોઈપણ ફિલ્મ કરતાં સૌથી ઓછું રેટિંગ છે. 2011માં રિલીઝ થયેલી 'ઘોસ્ટ પ્રોટોકોલ' ને રોટન ટોમેટોઝ પર 94% રેટિંગ મળ્યું છે. 2018માં રિલીઝ થયેલી ફ્રેન્ચાઈઝની 'મિશન: ઈમ્પોસિબલ - ફોલઆઉટ' ને 98%નું સૌથી મજબૂત રેટિંગ મળ્યું છે. ફ્રેન્ચાઈઝની પાછલી ફિલ્મ 'મિશન: ઈમ્પોસિબલ - ડેડ રેકનિંગ પાર્ટ વન' 2 વર્ષ પહેલાં 2023માં રિલીઝ થઈ હતી. તેને 96% રેટિંગ મળ્યું છે.

Mission Impossible 8- The Final Reckoning Gujarat First- (1)

Mission Impossible 8- The Final Reckoning Gujarat First- (1)

આ પણ વાંચોઃ '3 ઈડિયટ્સ' અને 'પીકે' જેવો જાદૂ છવાશે, Aamir Khan અને Rajkumar Hirani સાથે બનાવશે ફિલ્મ

Tags :
Advertisement

.

×