ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કચરામાંથી કંચન : માઈકલ જેક્સનના ફેંકી દેવાયેલા 28 વર્ષ જૂના મોજા હરાજીમાં 7 લાખ રૂપિયામાં વેચાયા

પોપસ્ટાર માઈકલ જેક્સનના મોજા ફ્રાન્સમાં $8,000 એટલે કે લગભગ 7 લાખ રૂપિયામાં વેચાયા છે. આ મોજા તેમણે 'હિસ્ટરી વર્લ્ડ ટૂર' દરમિયાન પહેર્યા હતા.
08:01 PM Aug 01, 2025 IST | Hardik Shah
પોપસ્ટાર માઈકલ જેક્સનના મોજા ફ્રાન્સમાં $8,000 એટલે કે લગભગ 7 લાખ રૂપિયામાં વેચાયા છે. આ મોજા તેમણે 'હિસ્ટરી વર્લ્ડ ટૂર' દરમિયાન પહેર્યા હતા.
Michael Jackson Socks sold

Michael Jackson : મૃત પોપ સ્ટાર માઈકલ જેક્સનના જૂના પહેરેલા અને ગંદા મોજા ફ્રાન્સમાં એક હરાજીમાં લાખો રૂપિયામાં વેચાયા છે. આ ચમકદાર મોજા જેને જેક્સને 1997માં ફ્રાન્સના નાઇમ્સમાં યોજાયેલા એક કોન્સર્ટમાં પહેયા હતા, તે તાજેતરમાં $8,000 (આશરે 7 લાખ રૂપિયા) માં વેચાવામાં આવ્યા છે.

આ મોજા સમય જતાં થોડા પીળા અને ડાઘવાળા થઈ ગયા હતા. હરાજી કરનારાઓને અપેક્ષા હતી કે તે $3,400 થી $4,500 વચ્ચે વેચાશે, પરંતુ ચાહકો અને કલેક્ટર્સના ભારે ઉત્સાહને કારણે તેની કિંમત અપેક્ષા કરતાં ઘણી વધી ગઈ.

હરાજી કરનાર ઓરોર ઇલીએ જણાવ્યું કે માઈકલ જેક્સને 1997માં તેમની 'હિસ્ટરી વર્લ્ડ ટૂર' દરમિયાન આ મોજા પહેર્યા હતા. કોન્સર્ટ પછી એક સ્ટેજ ટેકનિશિયનને આ મોજા જેક્સનના ડ્રેસિંગ રૂમ પાસે પડેલા મળ્યા હતા. આ ટેકનિશિયને દાયકાઓ સુધી આ મોજાંને સાચવીને રાખ્યા હતા.

આ મોજા માઈકલ જેક્સનના ચાહકો માટે એક અસાધારણ અને યાદગાર વસ્તુ છે, જે તેમના પ્રત્યેના પ્રેમને દર્શાવે છે. જેક્સને 'બિલી જીન' ગીતના પર્ફોર્મન્સ દરમિયાન આવા મોજાં પહેર્યા હતા. ઉલ્લેખનીય છે કે, માઈકલ જેક્સનનું 2009માં 50 વર્ષની વયે ડ્રગ્સના ઓવરડોઝને કારણે અવસાન થયું હતું.

આ પણ વાંચો :  Salman Khan : શું રાજનીતિમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે 59 વર્ષીય સલમાન ખાન? રહસ્યમયી તસ્વીરે જગાવી ચર્ચા

Tags :
19977 lakh rupees8000 dollarsauctionBilly JeanCollectorsDeathdecadesDIRTYdressing roomDRUG OVERDOSEexpensiveFansfoundFranceHistory World TourkeptmemorabiliaMichael JacksonNimes concertperformancesocksoldstage technicianstained
Next Article