Middle Class Magic : ગ્લેમરને ટા-ટા ! મિડલ ક્લાસ હવે માત્ર ઓડિયન્સ નહીં, હિન્દી સિનેમાનો નવો 'સુપરસ્ટાર'
વર્ષો સુધી આપણે બોલિવૂડમાં એવા હીરો-હિરોઈનને જોયા છે જેમના જીવનમાં સમસ્યાના નામે માત્ર પ્રેમની અડચણો હતી, જેમનું ઘર આલીશાન મહેલ હતું અને લાઈફસ્ટાઈલ સપના જેવી ગ્લેમરસ હતી. પરંતુ, આજના ભારતીય સિનેમામાં એક મોટો સામાજિક અને સર્જનાત્મક બદલાવ આવ્યો છે. હવે કેમેરાનો લેન્સ ગ્લેમરના ચશ્મા ઉતારીને વાસ્તવિકતાના ધૂળિયા રસ્તાઓ તરફ વળ્યો છે
Advertisement
Middle Class Magic : વર્ષો સુધી આપણે બોલિવૂડમાં એવા હીરો-હિરોઈનને જોયા છે જેમના જીવનમાં સમસ્યાના નામે માત્ર પ્રેમની અડચણો હતી, જેમનું ઘર આલીશાન મહેલ હતું અને લાઈફસ્ટાઈલ સપના જેવી ગ્લેમરસ હતી. પરંતુ, આજના ભારતીય સિનેમા-Bollywood Trend માં એક મોટો સામાજિક અને સર્જનાત્મક બદલાવ આવ્યો છે. હવે કેમેરાનો લેન્સ ગ્લેમરના ચશ્મા ઉતારીને વાસ્તવિકતાના ધૂળિયા રસ્તાઓ તરફ વળ્યો છે. આજે વાર્તા કોઈ વિદેશી લોકેશન પર નહીં, પણ 1 BHKના નાના રૂમમાં, EMI ગણતા દંપતીઓની ચિંતાઓમાં અને UPSC-NEET જેવી પરીક્ષાઓ માટે સંઘર્ષ કરતા યુવાનોની આંખોમાં આકાર લઈ રહી છે. મિડલ ક્લાસ હવે માત્ર ફિલ્મો જોનારો વર્ગ નથી રહ્યો, પણ તે પોતે જ ફિલ્મોની મુખ્ય 'સ્ક્રીનપ્લે' બની ગયો છે.

