મુન્ના અને ગુડ્ડુ ભૈયા, રિલીઝ થયું મોસ્ટ અવેટેડ ટીઝર
ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મના સત્તાવાર હેન્ડલ પરથી ટીઝર શેર કરીને કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, "આ સપ્ટેમ્બરે એક જબરદસ્ત વણકહી વાર્તા જુઓ. મોટા પડદા પર ભૌકાલ માટે તૈયાર થઈ જાઓ." ટીઝરની શરૂઆત પંકજ ત્રિપાઠી એટલે કે અખંડાનંદ ત્રિપાઠી (કાલીન ભૈયા) થી થાય છે, જેઓ આરતી કરી રહ્યા છે . તેમની એ જ ગંભીર ઓળખ સાથે બેકગ્રાઉન્ડમાં દમદાર ડાયલોગ સાંભળવા મળે છે કે, "કાબિલ ઔલાદ બહુ મુશ્કેલથી મળે છે... અને ક્યારેક-ક્યારેક નથી પણ મળતી." આ ડાયલોગની સાથે જ ફેન્સના ફેવરિટ દિવ્યેન્દુ શર્મા ઉર્ફે મુન્ના ભૈયાની શાનદાર ઝલક જોવા મળે છે.
ફિલ્મ પણ જોરદાર એક્શન, ક્રાઇમ અને પાવરફુલ ડાયલોગ્સથી ભરપૂર
ત્યારબાદ અલી ફઝલ ઉર્ફે ગુડ્ડુ ભૈયાની ધમાકેદાર એન્ટ્રી થાય છે, જેઓ પોતાના પિતાને સમજાવતા જોવા મળે છે કે ગેંગસ્ટર હંમેશા ટોપ પર કેવી રીતે રહે છે . ટીઝર પરથી સ્પષ્ટ દેખાય છે કે વેબ સિરીઝની જેમ જ આ ફિલ્મ પણ જોરદાર એક્શન, ક્રાઇમ અને પાવરફુલ ડાયલોગ્સથી ભરપૂર હશે. સોશિયલ મીડિયા પર ફેન્સ 'ભૌકાલ લોડિંગ' અને 'સ્વીટી બેબી ઇઝ બેક' જેવી કમેન્ટ્સ કરીને પોતાનો ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે.
નવા પાત્રો સાથે વાર્તામાં આવશે મોટો ટ્વિસ્ટ
આ ફિલ્મના ટીઝરમાં દર્શકોને એક મોટું અને આશ્ચર્યજનક સરપ્રાઈઝ મળ્યું છે. ભોજપુરી સુપરસ્ટાર અને જાણીતા અભિનેતા રવિ કિશનની ટીઝરમાં એક ખૂબ જ ખતરનાક અને ક્રૂર વિલનના રોપમાં એન્ટ્રી બતાવવામાં આવી છે, રવિ કિશન આ ફિલ્મમાં કયા પાત્રમાં દેખાશે તેને લઈને અત્યારથી જ સસ્પેન્સ વધી ગયું છે. તેમની હાજરી વાર્તાને વધુ રસપ્રદ બનાવશે તે ચોક્કસ છે.
ટીઝરમાં અન્ય એક મોટો ફેરફાર જોવા મળ્યો
આ ઉપરાંત, ટીઝરમાં અન્ય એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. સિરીઝમાં બબલૂ પંડિતનું પાત્ર ભજવનાર વિક્રાંત મેસીની જગ્યાએ આ વખતે 'પંચાયત' ફેમ જીતેન્દ્ર કુમાર સિલ્વર સ્ક્રીન પર બબલૂના નવા અવતારમાં જોવા મળશે. ટીઝરના અંતમાં ગુડ્ડુ ભૈયા અને મુન્ના ભૈયા ફરી એકવાર સામસામે બંદૂક તાણીને ઉભા રહેલા જોવા મળે છે, જે દર્શાવે છે કે આ વખતે બંને વચ્ચેનું યુદ્ધ સિનેમાઘરોની સ્ક્રીન તોડી નાખશે.
બે ભાષાઓમાં રિલીઝ અને મિર્ઝાપુર મૂવીની પાવરફુલ સ્ટાર કાસ્ટની સંપૂર્ણ વિગતો
મેકર્સ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, 'મિર્ઝાપુર ધ મૂવી' આગામી 4 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં દસ્તક દેવા માટે તૈયાર છે . આ ફિલ્મને વધુમાં વધુ ઓડિયન્સ સુધી પહોંચાડવા માટે હિન્દીની સાથે સાથે તેલુગુ ભાષામાં પણ મોટા પાયે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મનું નિર્દેશન ગુરમીત સિંહે કર્યું છે, જ્યારે ફિલ્મને પ્રોડ્યુસ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીની એક્સેલ એન્ટરટેઇનમેન્ટે કરી છે.
આ છે મૂવીની સ્ટારકાસ્ટ
સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, સિરીઝના લોકપ્રિય કલાકારો જેવા કે પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, દિવ્યેન્દુ શર્મા, અભિષેક બેનર્જી, રસિકા દુગ્ગલ, શીબા ચઢ્ઢા, રાજેશ તૈલંગ, શ્વેતા ત્રિપાઠી અને કુલભૂષણ ખરબંદા મોટા પડદા પર કમબેક કરી રહ્યા છે. આ ઉપરાંત ફિલ્મમાં મોહિત મલિક, પ્રમોદ પાઠક, સુશાંત સિંહ અને સોનલ ચૌહાણ જેવા પ્રખ્યાત કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. થિયેટરના શોખીનો માટે આ વર્ષની સૌથી મોટી એક્શન-ડ્રામા ફિલ્મ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો : Karisma Kapoor Birthday: કપૂર ખાનદાનની પહેલી લેડી સુપરસ્ટાર, કરિશ્મા કપૂરના જીવનની જાણી-અજાણી વાતો