Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MISS WORLD 2025 : મિસ કેનેડા, મિસ બ્રાઝિલ વગેરે જેવી સુંદરીઓનું હૈદરાબાદમાં આગમન

હૈદરાબાદમાં 72મી મિસ વર્લ્ડ સ્પર્ધા યોજાવાની છે. જેમાં ભાગ લેવા માટે સમગ્ર વિશ્વમાંથી સૌંદર્ય સામ્રાજ્ઞીઓ હૈદરાબાદમાં પહોંચી રહી છે. મિસ કેનેડા (Miss Canada) અને મિસ બ્રાઝિલ (Miss Brazil) નું હૈદરાબાદમાં ભારતીય પરંપરા અનુસાર સ્વાગત કરાયું. વાંચો વિગતવાર.
miss world 2025   મિસ કેનેડા  મિસ બ્રાઝિલ વગેરે જેવી સુંદરીઓનું હૈદરાબાદમાં આગમન
Advertisement
  • Hyderabad માં યોજાવાની છે 72મી મિસ વર્લ્ડ સ્પર્ધા
  • મિસ કેનેડા, મિસ બ્રાઝિલ વગેરે જેવી સુંદરીઓનું Hyderabad માં આગમન
  • ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિઝકોવા MISS WORLD 2024 છે

MISS WORLD 2025 : હૈદરાબાદમાં 10થી 31મે દરમિયાન MISS WORLD 2025 નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે વિશ્વભરની સૌંદર્ય સામ્રાજ્ઞી ભારત પધારી રહી છે. જેમાં મિસ કેનેડા (Miss Canada) અને મિસ બ્રાઝિલ (Miss Brazil) હૈદરાબાદ આવી ચૂક્યા છે. હૈદરાબાદમાં ભારતીય પરંપરા અનુસાર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. મિસ વર્લ્ડ લિમિટેડ (Miss World Limited) ના ચેરપર્સન અને સીઈઓ જુલિયા એવલિન મોર્લી (Julia Evelyn Morley) સહિત અન્ય પ્રતિનિધિઓ 2 મેના રોજ હૈદરાબાદ આવી ચૂક્યા છે.

તેલંગાણા સરકાર દ્વારા ભવ્ય સ્વાગત

MISS WORLD 2025 સ્પર્ધા શરૂ થવામાં ગણતરીના જ દિવસો બાકી છે. વિશ્વભરમાંથી કન્ટેન્સ્ટન્ટ હૈદરાબાદ પહોંચી રહ્યા છે. બ્રાઝિલની જેસિકા સ્કેન્ડ્યુઝી પેડ્રોસો અને કેનેડાની એમ્મા ડીના કેથરિન મોરિસન પ્રથમ હૈદરાબાદ આવી ગયા છે. રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર તેલંગાણા રાજ્ય સરકાર (Telangana Government) ના અધિકારીઓ દ્વારા બંને સુંદરીઓનું ભારતીય પરંપરા અનુસાર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, MISS WORLD 2025 માં લગભગ 120 દેશોના સ્પર્ધકો ભાગ લેશે અને તેઓ 8 મે સુધી હૈદરાબાદ પહોંચી જશે.

Advertisement

આ પણ વાંચોઃ Rashmika Mandanna એ તેનાથી 16 વર્ષ નાની બહેનના જન્મદિવસને બનાવ્યો યાદગાર...

Advertisement

31મી મેના રોજ મેગા ફિનાલે

હૈદરાબાદના હાઈટેક્સ એક્ઝિબિશન સેન્ટર (Hitex Exhibition Centre) ખાતે 31મી મેના રોજ MISS WORLD 2025 ની મેગા ફિનાલે યોજાશે. આ મેગા ઈવેન્ટની અત્યારે ભારે ચર્ચા થઈ રહી છે. આ સ્પર્ધામાં 120 થી વધુ દેશોના સહભાગીઓ ભાગ લેશે. સતત બીજા વર્ષે ભારત આ અતિ પ્રતિષ્ઠિત કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો 12 મેના રોજ નાગાર્જુન સાગર ખાતે બુદ્ધવનમ પ્રોજેક્ટ (Buddhavanam Project) અને બૌદ્ધ થીમ પાર્કની મુલાકાત લેશે. બૌદ્ધ આધ્યાત્મિક પ્રવાસ પછી, ચારમિનાર અને લાડ બજારમાં Heritage walk નું પણ આયોજન કરવામાં આવ્યું છે. ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિઝકોવા MISS WORLD 2024 છે. જે તેની અનુગામી MISS WORLD 2025 ને તાજ પહેરાવશે.

આ પણ વાંચોઃ Satyajit Ray : ભારતના એકમાત્ર ઓસ્કર વિનર ફિલ્મ ડાયરેક્ટર સત્યજીત રેની આજે જન્મજયંતિ

Tags :
Advertisement

.

×