Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Miss World 2025 : ભારતનું પ્રતિનિધિત્ત્વ કરનાર કોણ છે નંદિની ગુપ્તા

મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધર્કની નજર ફક્ત મિસ વર્લ્ડના તાજ પર હોય છે. ભારતમાં યોજાઈ રહેલ 72મા મિસ વર્લ્ડનો (72nd miss worl)ગ્રાન્ડ ફિનાલે 31 મેના રોજ હૈદરાબાદમાં છે
miss world 2025   ભારતનું પ્રતિનિધિત્ત્વ કરનાર કોણ છે નંદિની ગુપ્તા
Advertisement
  • ભારતના ઘર આંગણે મિસ વર્લ્ડ 2025 સ્પર્ધાયોજાઈ
  • છેલ્લા કેટલાક દિવસોમાં આ સ્પર્ધા વિવાદમાં આવી
  • સ્પર્ધામાં 100 થી વધુ દેશોની મહિલાઓ

Miss World 2025 : ભારતના ઘર આંગણે મિસ વર્લ્ડ 2025 સ્પર્ધા (Miss World 2025)યોજાઈ રહી છે.છેલ્લા કેટલાક દિવસોમાં આ સ્પર્ધા વિવાદમાં આવી હતી. ત્યારે અત્યારે ભારતના લોકોમાં ચર્ચા છે કે શું ભારતનું પ્રતિનિધિત્વ કરનાર નંદિની ગુપ્તા મિસ વર્લ્ડ બનશે. (Nandini gupta miss world) દર વર્ષે મિસ વર્લ્ડ સૌંદર્ય સ્પર્ધાનું આયોજન થાય છે.આ સ્પર્ધામાં 100 થી વધુ દેશોની મહિલા સ્પર્ધકો સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લે છે.

મિસ વર્લ્ડનો તાજ કોને મળશે

મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધર્કની નજર ફક્ત મિસ વર્લ્ડના તાજ પર હોય છે. ભારતમાં યોજાઈ રહેલ 72મા મિસ વર્લ્ડનો (72nd miss worl)ગ્રાન્ડ ફિનાલે 31 મેના રોજ હૈદરાબાદમાં છે. ભારતનું પ્રતિનિધિત્વ કરનાર નંદિની ગુપ્તા ની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. બધા ભારતીયો ઇચ્છે છે કે નંદિની મિસ વર્લ્ડનો ખિતાબ જીતે.આવી સ્થિતિમાં આવો જાણીએ કોણ છે આ નંદિની ગુપ્તા.

Advertisement

કોણ છે નંદિની ગુપ્તા

નંદિની ગુપ્તા રાજસ્થાનના કોટાની રહેવાસી છે. નંદિની ગુપ્તાનો પરિવાર મૂળ ભંડાહેડા સંગોદ ગામનો છે. તેમના પિતાનું નામ સુમિત ગુપ્તા છે જે એક ઉદ્યોગપતિ છે અને તેમની માતાનું નામ રેખા ગુપ્તા છે જે ગૃહિણી છે. નંદિનીએ કોટાની સેન્ટ પોલ સિનિયર સેકન્ડરી સ્કૂલમાંથી પોતાનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું. ત્યારબાદ, તેમણે પોતાના રાજ્યની લાલા લાજપત સ્ટેટ કોલેજમાંથી બિઝનેસ મેનેજમેન્ટમાં સ્નાતક થયા.

Advertisement

આ પણ  વાંચો -Hera Pheri-3 : વિવાદમાં કુદી પડ્યા જોની લીવર, પરેશ રાવલને આપી દીધી 'આ' સલાહ

સપનું સાકાર થયુ

નંદિની ગુપ્તા 10 મેથી હૈદરાબાદમાં યોજાઈ રહેલી મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે.નંદિનીને 2023માં મિસ ઈન્ડિયાનો તાજ પહેરાવવામાં આવ્યો હતો અને ત્યારથી તે મિસ વર્લ્ડ સ્પર્ધાની તૈયારી કરી રહી છે. એક ઇન્ટરવ્યુમાં નંદિની ગુપ્તાએ કહ્યું હતું કે તે નાની હતી ત્યારથી મિસ ઇન્ડિયા બનવાનું સપનું જોતી હતી.વર્ષ 2023 માં,તેણે પોતાનું સ્વપ્ન સાકાર કર્યું.મિસ ઈન્ડિયા બનતા પહેલા, તેણીએ તે જ વર્ષે મિસ રાજસ્થાનનો ખિતાબ પણ જીત્યો હતો.નંદિની ગુપ્તા માત્ર 21 વર્ષની છે.આટલી નાની ઉંમરે,તે આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. જ્યારે તે માત્ર 19 વર્ષની હતી.ત્યારે તેણે એક મહાન પરાક્રમ કર્યું અને ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો.

આ પણ  વાંચો -Mithi River Scam: 65 કરોડના કૌભાંડમાં અભિનેતા Dino Morea ફસાતા વધી મુશ્કેલીઓ

નંદિનીનો આદર્શ પ્રિયંકા ચોપરા

નંદિની પ્રિયંકા ચોપરાને પોતાનો આદર્શ માનતી હતી.પ્રિયંકાએ વર્ષ 2000 માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. હવે બધાની નજર નંદિની પર છે કે શું તે તેના આદર્શની જેમ મિસ વર્લ્ડનો ખિતાબ જીતી શકશે કે નહીં. નંદિનીને નૃત્ય કરવું, ફિલ્મો જોવી અને મુસાફરી કરવી ખૂબ ગમે છે. જ્યારે પણ તેણીને તેના વ્યસ્ત સમયપત્રકમાંથી સમય મળે છે.ત્યારે તે આ બધી વસ્તુઓ કરવાનું પસંદ કરે છે.

Tags :
Advertisement

.

×