Mithi River Scam : મુંબઈ પોલીસ દ્વારા અભિનેતા ડીનો મોરિયોની પુછપરછ કરાઈ
- મુંબઈનો અત્યંત ચકચારી મીઠી નદી કૌભાંડ કેસ વધુને વધુ જટીલ બનતો જાય છે
- મીઠી નદી કૌભાંડ કેસમાં અભિનેતા Dino Morea ની પુછપરછ કરાઈ છે
- કોલ રેકોર્ડિંગમાં અભિનેતાના નામે કોલ થયા હોવાનો રિપોર્ટ સામે આવ્યો
Mithi River Scam : મુંબઈનો અત્યંત ચકચારી મીઠી નદી કૌભાંડ કેસ વધુને વધુ જટીલ બનતો જાય છે. હવે આ કૌભાંડમાં બોલિવૂડ અભિનેતા ડીનો મોરિયા (Dino Morea) નું નામ પણ સામે આવ્યું છે. આ સંદર્ભમાં ડીનો સોમવારે સવારે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) સમક્ષ હાજર થયો. EOW સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, મીઠી નદી કૌભાંડ કેસમાં ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. કૌભાંડના મુખ્ય આરોપી કેતન કદમે અભિનેતા Dino Morea અને તેના ભાઈ સાથે ઘણી વખત ફોન પર વાતચીત કરી છે.
કોલ રેકોર્ડિંગમાં ડીનોનું કનેક્શન સામે આવ્યું
મીઠી નદી કૌભાંડના મુખ્ય આરોપી કેતન કદમે અભિનેતા ડીનો મોરિયા અને તેના ભાઈ સાથે ઘણી વખત ફોન પર વાતચીત કરી હોવાનું સામે આવ્યું છે. કેસની તપાસ દરમિયાન, આ કોલનો ડેટા અને રેકોર્ડિંગ હવે તપાસ એજન્સીઓના રડાર પર આવી ગયું છે. જેથી ડીનો મોરિયાની મુશ્કેલીઓ વધી રહી હોય તેવું લાગે છે અને તેને સમન્સ મોકલવામાં આવ્યું હતું. આ સમન્સને લીધે Dino Morea સોમવારે સવારે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) સમક્ષ હાજર થયો હતો.
આ પણ વાંચોઃ Mukul Dev Passed Away : કોહરામ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે દમદાર ભૂમિકા ભજવનાર એક્ટરનું નિધન
મીઠી નદી કૌભાંડ શું છે?
ઉલ્લેખનીય છે કે આ કૌભાંડ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મીઠી નદીની સફાઈમાં ઉપયોગમાં લેવાતા મડ પુશર્સ અને ડ્રેજિંગ મશીનોની ખરીદી અને વેચાણ સાથે સંબંધિત છે. એવો આરોપ છે કે આ મશીનો કોચી સ્થિત કંપની, મેટપ્રોપ ટેકનિકલ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ (Metprop Technical Services) પાસેથી ઊંચા ભાવે ભાડે લેવામાં આવ્યા હતા અને બાદમાં મોટી નાણાકીય ગેરરીતિઓ થઈ હતી. આ સમગ્ર કેસમાં કેતન કદમ અને જય જોશીને મુખ્ય આરોપી માનવામાં આવી રહ્યા છે. તેમના પર મેટપ્રોપ કંપનીના અધિકારીઓ અને બીએમસીના સ્ટોર્મ વોટર ડ્રેઈન્સ વિભાગના અધિકારીઓ સાથે મળીને કરોડો રૂપિયાનું કૌભાંડ કરવાનો આરોપ છે.
આ પણ વાંચોઃ Salman Khan એ ધાંસુ સ્ટાઈલથી Sikandar ની OTT રિલીઝની કરી જાહેરાત