Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'નાદાન પરિંદે' ગાતી વખતે સિંગર મોહિત ચૌહાણ સ્ટેજ પર પડ્યા, જૂઓ વીડિયો

બોલિવૂડના સિંગર મોહિત ચૌહાણ ભોપાલમાં લાઈવ પર્ફોર્મન્સ દરમિયાન સ્ટેજ પર લથડીને પડ્યા હતા. તેઓ પોતાનું હિટ ગીત 'નાદાન પરિંદે' ગાઈ રહ્યા હતા, ત્યારે તેમનો પગ લાઈટ સાથે અથડાયો હતો. આ કાર્યક્રમ AIIMS પરિસરમાં હોવાથી તેમને તાત્કાલિક સારવાર મળી હતી. જોકે, તેમને કોઈ ગંભીર ઈજા થઈ નથી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચાહકોએ તેમની સલામતી માટે પ્રાર્થના કરી છે.
 નાદાન પરિંદે  ગાતી વખતે સિંગર મોહિત ચૌહાણ સ્ટેજ પર પડ્યા  જૂઓ વીડિયો
Advertisement
  • સિંગર મોહિત ચૌહાણ સ્ટેજ પર પડ્યા: 'નાદાન પરિંદે' ગાતી વખતે દુર્ઘટના (Singer Mohit Chauhan Falls)
  • બોલિવૂડ સિંગર મોહિત ચૌહાણ ભોપાલમાં લાઈવ શો દરમિયાન સ્ટેજ પર પડ્યા
  • પગ લાઈટ સાથે અથડાતા દુર્ઘટના થઈ, વીડિયો વાયરલ
  • AIIMS પરિસરમાં કાર્યક્રમ હોવાથી તાત્કાલિક સારવાર મળી
  • ચાહકોએ સલામતી માટે પ્રાર્થના કરી, સત્તાવાર નિવેદન બાકી

Singer Mohit Chauhan Falls : બોલિવૂડના જાણીતા સિંગર મોહિત ચૌહાણના ચાહકો આ સમયે ચિંતામાં છે, કારણ કે તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ સ્ટેજ પર લથડીયા ખાઈને પડતા જોવા મળી રહ્યા છે.

આ વીડિયો ભોપાલનો છે, જ્યાં મોહિત ચૌહાણ એક ઈવેન્ટમાં લાઈવ પર્ફોર્મન્સ આપી રહ્યા હતા. તે જ સમયે તેમનો પગ સ્ટેજની લાઇટ સાથે ટકરાયો અને તેઓ ધડામ દઈને નીચે પડી ગયા. આ જોઈને સ્ટેજ પર હાજર કલાકારો અને આયોજકો તરત જ સિંગરને ઉઠાવવા દોડી ગયા હતા.

Advertisement

આ કાર્યક્રમ AIIMS પરિસરમાં યોજાઈ રહ્યો હોવાથી મેડિકલ ટીમ તાત્કાલિક ઉપલબ્ધ હતી, જેમણે તેમનો પ્રાથમિક ઈલાજ કર્યો. જોકે, તેમને કોઈ ગંભીર ઈજા થઈ નથી. આ ઘટના અંગે મોહિત ચૌહાણ કે તેમની ટીમ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

Advertisement

વાયરલ વીડિયો પર ચાહકો સતત કોમેન્ટ કરી રહ્યા છે અને તેમના માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. મહત્વનું છે કે મોહિત ચૌહાણ જ્યારે પડ્યા, ત્યારે તેઓ પોતાનું સુપરહિટ ગીત 'નાદાન પરિંદે' ગાઈ રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Mohammed niyaz (@mdniyaz194)

સંગીત જગતમાં મોહિત ચૌહાણની ઓળખ (Singer Mohit Chauhan Falls)

ભારતીય સંગીત જગતમાં પોતાની અલગ ઓળખ બનાવનાર મોહિત ચૌહાણ એક એવા ગાયક છે જેમની સુરીલી અવાજ દિલને સ્પર્શી જાય છે. રોમેન્ટિક ગીતો હોય કે સૂફી ટચવાળા મધુર ટ્રેક્સ, મોહિત ચૌહાણ દરેક ગીતને તેમની ભાવુકતા અને મધુરતાથી ખાસ બનાવી દે છે.

હિમાચલમાં થયો Mohit Chauhan નો જન્મ

મોહિત ચૌહાણનો જન્મ 11 માર્ચ 1966 ના રોજ નાહન, હિમાચલ પ્રદેશમાં થયો હતો. તેમને બાળપણથી જ સંગીત અને કલા પ્રત્યે લગાવ હતો. તેમણે દિલ્હીમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારબાદ સંગીતની દુનિયામાં પ્રવેશ કર્યો.

મોહિત ચૌહાણે પોતાની કારકિર્દીની શરૂઆત પ્રખ્યાત ઇન્ડિયન પોપ બેન્ડ 'Silk Route' થી કરી હતી. આ બેન્ડનું ગીત 'Dooba Dooba' 90ના દાયકાનું સુપરહિટ ટ્રેક રહ્યું હતું, જેણે મોહિતને ઇન્ડસ્ટ્રીમાં ઓળખ અપાવી.

ફિલ્મ 'રોકસ્ટાર'થી મળી લોકપ્રિયતા

બોલિવૂડમાં મોહિત ચૌહાણનો અવાજ જે રીતે ચમક્યો, તે આજે પણ યાદગાર છે. તેમનો પહેલો મોટો બ્રેક 2008માં ફિલ્મ 'જાને તુ યા જાને ના'ના ગીતથી મળ્યો, પરંતુ તેમની અસલી છાપ ફિલ્મ રોકસ્ટાર'ના આલ્બમમાં જોવા મળી. એ.આર. રહેમાન સાથેની તેમની જોડીએ ઘણા સુપરહિટ નંબર આપ્યા, જેમાં 'ફિર સે ઉડ ચલા' અને 'નાદાન પરિંદે' સૌથી ખાસ છે.

આ પણ વાંચો : અભિનેત્રી રેખાએ મહિલા ચાહકને ધકેલી, લોકોએ કહ્યું, 'જયા બચ્ચનનો રોગ લાગ્યો'

Tags :
Advertisement

.

×