Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

કુંભની ‘વાયરલ ગર્લ’ Monalisa Bhosale બનશે માતા! લગ્નના વિવાદમાં પ્રેગ્નન્સીની એન્ટ્રીથી પોલીસ પણ મૂંઝાઈ!

વાયરલ કપલ મોનાલિસા ભોંસલે અને મોહમ્મદ ફરમાનના કેસમાં Monalisa Bhosale Case હેઠળ નવો વળાંક આવ્યો છે. એમપી પોલીસ તેને કસ્ટડીમાં લેવા કેરળ પહોંચી હતી, પરંતુ મોનાલિસા સગર્ભા હોવાથી અને હાઈકોર્ટે ધરપકડ પર સ્ટે આપ્યો હોવાથી પોલીસને ખાલી હાથે પરત ફરવું પડ્યું છે. પિતાના સગીર વયના દાવા અને પોક્સો એક્ટ હેઠળની આ તપાસ હવે કાયદાકીય જંગમાં ફેરવાઈ છે.
કુંભની ‘વાયરલ ગર્લ’ monalisa bhosale  બનશે માતા   લગ્નના વિવાદમાં પ્રેગ્નન્સીની એન્ટ્રીથી પોલીસ પણ મૂંઝાઈ
Advertisement
  • Monalisa Bhosale Case : એમપી પોલીસને ઝટકો!
  • મોનાલિસા પ્રેગ્નન્ટ હોવાથી ધરપકડ કરવા ગયેલી ટીમ પાછી ફરી
  • પિતાનો દાવો: દીકરી 16 વર્ષની સગીર, ફરમાન સામે POCSO હેઠળ ગુનો
  • કેરળ હાઈકોર્ટે 20 મે સુધી ધરપકડ વોરંટ પર લગાવી રોક
  • મોનાલિસાએ કેરળના CM પાસે માંગી સુરક્ષા, કહ્યું- હું 18 વર્ષની છું
  • કુંભ મેળાથી વાયરલ થયેલી જોડીના લગ્ન હવે કાયદાકીય જંગમાં ફસાયા

Monalisa Bhosale Case : પ્રયાગરાજ કુંભ મેળા દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી જોડી મોનાલિસા ભોંસલે (Monalisa Bhosale) અને તેના પતિ મોહમ્મદ ફરમાનને કસ્ટડીમાં લેવા કેરળ પહોંચેલી મધ્ય પ્રદેશ પોલીસની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ફરમાને (Mohammad Farman) પોલીસને જણાવ્યું છે કે મોનાલિસા અત્યારે ગર્ભવતી (Pregnant) છે, જેના કારણે તે મુસાફરી કરવા કે પોલીસ સમક્ષ હાજર થવા અસમર્થ છે. આ ચોંકાવનારી વિગત સામે આવ્યા બાદ 5 સભ્યોની પોલીસ ટીમ હાલ મધ્ય પ્રદેશ પરત ફરી છે.

Advertisement

Monalisa Bhosale Case : વય મર્યાદા અને પોક્સોનો વિવાદ

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે મોનાલિસાના પિતાએ મધ્ય પ્રદેશના મહેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે તેમની પુત્રીની ઉંમર માત્ર 16 વર્ષ છે અને તેનું અપહારણ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ (NCST) ની તપાસમાં પણ મોનાલિસા સગીર હોવાનું સામે આવ્યું હતું, જેના આધારે ફરમાન વિરુદ્ધ પોક્સો એક્ટ (POCSO Act) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, મોનાલિસાનો દાવો છે કે તે 18 વર્ષની પુખ્ત વયની છે અને તેણે પોતાની મરજીથી 11 માર્ચે તિરુવનંતપુરમના મંદિરમાં લગ્ન કર્યા છે.

Advertisement

હાઈકોર્ટનો સ્ટે અને સુરક્ષાની માંગ

એમપી પોલીસ જ્યારે કેરળના કોચ્ચિ પહોંચી, ત્યારે મોનાલિસાએ કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયન અને પોલીસ કમિશનરને સુરક્ષા માટે પત્ર લખ્યો હતો. તેણે આક્ષેપ કર્યો હતો કે તેને પરાણે મધ્ય પ્રદેશ લઈ જવાનો પ્રયાસ થઈ શકે છે. દરમિયાન, કેરળ હાઈકોર્ટે (Kerala High Court) પણ આ મામલે હસ્તક્ષેપ કરતા ફરમાન વિરુદ્ધના ધરપકડ વોરંટ પર 20 મે સુધી સ્ટે આપી દીધો છે. પોલીસ હવે ફરમાનના તે મિત્ર જોશુઆની પણ શોધ કરી રહી છે જેણે આ જોડીને આશરો આપવામાં મદદ કરી હતી.

આ પણ વાંચો : Namita Thapar Trolled : નમાઝના ફાયદા જણાવતા ટ્રોલ થયેલી નમિતા થાપરે વિરોધીઓને આપ્યો જડબાતોડ જવાબ

Tags :
Advertisement

.

×