MonaLisa: લવ જેહાદ કે ષડયંત્ર? મહાકુંભ ગર્લ મોનાલિસાના લગ્ન પર ડાયરેક્ટર સનોજ મિશ્રાનો વિસ્ફોટક ખુલાસો
- MonaLisa: લવ જેહાદમાં ફસાઈ મહાકુંભ ગર્લ મોનાલિસા?
- મોનાલિસાના લગ્ન પર ડાયરેક્ટર સનોજ મિશ્રાનો વિસ્ફોટક ખુલાસો
- મોનાલિસાએ કેરળમાં ફરમાન ખાન સાથે લગ્ન કરતા વિવાદ થયો
- ડાયરેક્ટર સનોજ મિશ્રાએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરીને લવ જેહાદનો કર્યો દાવો
MonaLisa: મહાકુંભ (Mahakumbh) દરમિયાન રાતોરાત સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી મોનાલિસા (Monalisa) હાલમાં તેના લગ્નને કારણે ભારે વિવાદોમાં (Controversial) ઘેરાયેલી છે. મોનાલિસાએ કેરળમાં તેના પ્રેમી ફરમાન ખાન સાથે સિવિલ મેરેજ (Civil Marriage) અને ત્યારબાદ મંદિરમાં લગ્ન કરી લીધા છે. જોકે, આ લગ્ન બાદ મોનાલિસાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાવનાર જાણીતા ડાયરેક્ટર (Director) સનોજ મિશ્રાએ ગંભીર આરોપો (Serious Allegations) લગાવતા સનસનાટી મચાવી દીધી છે.
कुंभ मेले से फेमस हुई मोनालिसा भोसले ने बॉयफ्रेंड "फरमान खान " से तिरुवनंतपुरम के एक मंदिर में शादी की ....
मोनालिसा के परिवार के विरोध के चलते कपल ने केरल पुलिस से सुरक्षा मांगी है.…. pic.twitter.com/7r6katXhDC
— Singh'am (@Amar365x) March 11, 2026
MonaLisa: લવ જેહાદ અને સોદાબાજીનો દાવો
ડાયરેક્ટર સનોજ મિશ્રાએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ (Instagram Post) દ્વારા પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે મોનાલિસા 'લવ જેહાદ' (Love Jihad) નો શિકાર બની છે. સનોજના જણાવ્યા અનુસાર, આ લગ્ન કોઈ પ્રેમની અભિવ્યક્તિ નથી પરંતુ એક કાવતરું (Conspiracy) છે. તેમણે આક્ષેપ કર્યો કે અભિનેત્રીના મેનેજરે તેનો સોદો (Deal) દક્ષિણ ભારતમાં કર્યો.
સનોજે લખ્યું કે, "આ બગાવત નથી પણ લવ જેહાદ છે. એક ગરીબ આદિવાસી છોકરી જેને મેં તાલીમ (Training) આપીને અભિનેત્રી (Actress) બનાવી, તેને ભોળવીને આ રસ્તે લઈ જવામાં આવી છે. આ બધું મને અને યોગી આદિત્યનાથજીના મહાકુંભ આયોજનને નિષ્ફળ બનાવવાના હેતુથી કરવામાં આવ્યું છે."
આ પણ વાંચો----- Welcome 4: ઉદય શેટ્ટી-મજનૂભાઈની જોડી ફરી મચાવશે ધમાલ, મેકર્સ કન્ફર્મ કરી 'વેલકમ 4'
MonaLisa: મેનેજર પર ગંભીર આક્ષેપો
સનોજ મિશ્રાએ મોનાલિસાના મેનેજર (Manager) પર નિશાન સાધતા કહ્યું કે, જે વ્યક્તિને મેં મોનાલિસાને શિક્ષિત (Educate) કરવા માટે જવાબદારી સોંપી હતી, તે જ દલાલ (Broker) બની ગયો. તેણે વધુમાં ઉમેર્યું કે, "તે તોતલા શિક્ષકે પગાર લીધા પછી મોનાલિસાનો સોદો કરવાનું શરૂ કર્યું, અને તેને મારાથી અને તેના બંજારા સમુદાય (Banjara Community) થી દૂર કરી દીધી."
View this post on Instagram
MonaLisa: અંગત જીવનની કરુણતા
ડાયરેક્ટરે મોનાલિસાના પારિવારિક જીવન (Family Life) વિશે પણ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે મોનાલિસાના પિતાએ તેની અસલી માતાને છોડીને બીજા લગ્ન કરી લીધા હતા. મોનાલિસા જ્યારે સેલિબ્રિટી (Celebrity) બની ગઈ, ત્યારે પણ તેની અસલી માતા રસ્તા પર માળા વેચીને ગુજરાન ચલાવતી હતી, જે જોઈને તે ઘણીવાર રડતી હતી. સનોજ મિશ્રાએ દાવો કર્યો છે કે, ઇસ્લામિક તાકાતોએ (Islamic Forces) તેને ફસાવવા માટે કોઈ કસર બાકી રાખી નથી.
સનોજ મિશ્રા એ જ ડાયરેક્ટર છે જેમણે મોનાલિસાને ફિલ્મ ધ ડાયરી ઓફ મણિપુર' (The Diary of Manipur) માં બ્રેક આપ્યો હતો. તેમણે જ તેને એક્ટિંગ અને લાઈફસ્ટાઈલની ટ્રેનિંગ આપી હતી. હાલમાં મોનાલિસાએ પોલીસ પ્રોટેક્શન (Police Protection) હેઠળ લગ્ન કર્યા છે, પરંતુ સનોજ મિશ્રાના આ દાવાઓએ સોશિયલ મીડિયા પર નવી ચર્ચા (Discussion) જગાવી છે.
આ પણ વાંચો----- VIDEO : મુસ્લિમ બોયફ્રેન્ડ સાથે Monalisa એ કર્યા લગ્ન, મંદિરમાં લીધા આશિર્વાદ


