Bigg Boss 18 માં જોવા મળ્યો સૌથી ભાવુક ક્ષણ, શિલ્પા શિરોડકર ટોપ 6 માં ન પહોંચ્યા
- Bigg Boss 18 ના અંતિમ અઠવાડિયામાં શિલ્પાને મળ્યો ઝટકો
- શિલ્પા શિરોડકર થયા એલિમિનિટેડ
- શિલ્પાના ઘરની બહાર થતા જ કરન અને વિવિયન રડી પડ્યા
Bigg Boss 18 ના અંતિમ અઠવાડિયામાં ટ્વીસ્ટ પર ટ્વીસ્ટ જોવા મળી રહ્યા છે. Bigg Boss ના આ ઘરમાં શિલ્પા શિરોડકરની સફરનો અંત આવ્યો છે. ફિનાલેના આટલા નજીક આવ્યા બાદ, શિલ્પા ટોચના 6 સ્પર્ધકોમાં સ્થાન મેળવી શકી નહીં. બિગ બોસે આ અઠવાડિયાની મધ્યમાં શિલ્પાની ઘરની બહાર નીકળવાની જાહેરાત ખૂબ અનોખી રીતે કરી હતી. ફિલ્મ દિગ્દર્શક ઉમંગ કુમાર ખાસ ઘરમાં આવ્યા હતા અને શિલ્પાને તેમની સાથે લઇ ગયા. આ ક્ષણ માત્ર શિલ્પા માટે જ નહીં, પરંતુ ઘરના દરેક સભ્યો માટે ભાવનાત્મક ક્ષણ બની ગયો હતો.
શિલ્પાના ઇવિક્શનથી કરણ-અર્જુન સૌથી વધુ દુઃખી થયા
શિલ્પાના ઘરની બહાર નીકળવાથી કરણવીર મહેરા અને વિવિયન ડીસેના સૌથી વધુ વ્યથિત થયા હતા. શિલ્પાના એલિમિનિટેડ થવાના સમાચાર સાંભળ્યા બાદ તેઓ પોતાની લાગણી કાબુમાં રાખી શક્યા નહીં અને ભાવુક થઇને રડવા લાગ્યા. કરણ-અર્જુનના રડતા દ્રશ્યએ દર્શકોને પણ ભાવવિભોર કર્યા હતા. શિલ્પાએ પોતાની આ સુંદર સફરના અંતે બિગ બોસ અને પોતાના સહસ્પર્ધકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. ચુમ દારંગ પણ શિલ્પાથી છૂટા પડવાની આ ઘડીમાં પોતાની લાગણીઓ છુપાવી શકી નહીં અને ઘેરા દુ:ખમાં જોવા મળી. ઘરમાં શિલ્પાના પ્રસ્થાનને કારણે એક ખાસ પ્રકારનીઅશાંતિ ફેલાઈ ગઇ હતી.
પત્રોથી ભરાયેલી લાગણીઓ
શિલ્પાના પ્રસ્થાન પહેલાં, ઉમંગ કુમારે ઘરના તમામ સ્પર્ધકો સાથે ખાસ વાતચીત કરી. આ ખાસ પ્રસંગે, તેમણે સ્પર્ધકોને તેમના પરિવારના સભ્યો દ્વારા લખાયેલા પત્રો આપ્યા. આ પત્રોમાં પરિવારના પ્રેમભર્યા શબ્દોએ ઘરના તમામ સભ્યોની આંખમાં આસુ લાવી દીધા. કરણવીર, જે અત્યાર સુધી ભાગ્યે જ ભાવુક થતો જોવા મળ્યો છે, તે પણ પોતાની માતાનો પત્ર વાંચીને રડવા લાગ્યો. આ પત્રોએ ઘરના દરેક સભ્યને તેમની બહારની દુનિયાની યાદ અપાવી અને આ હૃદયસ્પર્શી ક્ષણે તેમને લાગણીઓથી ઓતપ્રોત કરી દીધા.
લાગણીઓથી ભરેલો એપિસોડ
શિલ્પાના ઘરની બહાર જવાના આ ક્ષણે બિગ બોસ 18 નો આ એપિસોડ ખૂબ જ લાગણીઓથી ભરેલો રહ્યો. શિલ્પાના નિવેદન અને બિગ બોસનો આભાર વ્યક્ત કરતા પળે દરેક સ્પર્ધકની આંખોમાં આંસુ જોવા મળ્યા. આ ક્ષણે દરેકને તેમના સંબંધો અને મુસાફરીની ખાસ પળોની યાદ આવી. આ માત્ર સ્પર્ધકો માટે જ નહીં, પરંતુ દર્શકો માટે પણ એક યાદગાર અને ભાવનાત્મક એપિસોડ બન્યો. ઉલ્લેખનીય છે કે બિગ બોસ ઘરમાં માત્ર રમત અને સ્પર્ધા નથી, પરંતુ લાગણીઓના અનોખા સંબંધોનો પ્રવાસ છે, જ્યાં દરેક સભ્યની યાત્રા તેમની પોતાની રીતે ખાસ છે.
આ પણ વાંચો : Jailer 2 Announcement : રજનીકાંતની આ ધમાકેદાર એક્શન જોઈ ભૂલી જશો પુષ્પા 2 અને KGF