Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

શું Mouni Roy ના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું? પતિ Suraj Nambiar એ ઈન્સ્ટાગ્રામને કહ્યું અલવિદા!

મનોરંજન જગતની લોકપ્રિય અભિનેત્રી મૌની રોય અને તેના પતિ સૂરજ નામ્બિયાર વચ્ચે લગ્નના 4 વર્ષ બાદ છૂટાછેડાની અફવાઓએ જોર પકડ્યું છે. સૂરજ પર છેતરપિંડી અને મૌનીના પૈસા વાપરવાના ગંભીર આક્ષેપો થયા છે. સૂરજે પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કર્યું છે, જ્યારે મૌનીની ખાસ મિત્ર દિશા પટાણીએ સૂરજને અનફોલો કરીને મૌનીને સમર્થન જાહેર કર્યું છે. જોકે, બંને પક્ષે હજુ મૌન સેવ્યું છે.
શું mouni roy ના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું  પતિ suraj nambiar એ ઈન્સ્ટાગ્રામને કહ્યું અલવિદા
Advertisement
  • મૌની રોય અને સૂરજ નામ્બિયાર વચ્ચે છૂટાછેડાની ચર્ચા!
  • લગ્નના માત્ર 4 વર્ષમાં જ બંનેનો સંબંધ તૂટ્યો
  • સૂરજે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ કર્યું ડિલીટ
  • છેતરપિંડી અને મૌનીના પૈસા વાપરવાના ગંભીર આક્ષેપ
  • બેસ્ટફ્રેન્ડ દિશા પટાણીએ સૂરજને કર્યો અનફોલો

મનોરંજન જગતમાંથી અત્યારે સૌથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી મૌની રોય (Mouni Roy) અને તેના પતિ સૂરજ નામ્બિયારના (Suraj Nambiar) લગ્નજીવનમાં ભારે ખટરાગ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. અહેવાલો અનુસાર, લગ્નના માત્ર 4 વર્ષમાં જ આ કપલ વચ્ચે તલાક (Divorce) સુધીની વાત પહોંચી ગઈ છે. આ દરમિયાન સૂરજે અચાનક પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરી દેતા અને મૌનીની ખાસ મિત્ર દિશા પટાણીએ (Disha Patani) તેને અનફોલો કરતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

Advertisement

શું સૂરજ નામ્બિયારે મૌનીને છેતરી?

સૂત્રોના જણાવ્યા અનુસાર, સૂરજે મૌની સાથે છેતરપિંડી (Cheating) કરી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સૂરજે મૌનીની લોકપ્રિયતાનો ગેરફાયદો ઉઠાવ્યો અને તેના પૈસાનો પણ ઉપયોગ કર્યો. આ દગાબાજીને કારણે મૌનીએ અંતે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હોવાનું મનાય છે. બિઝનેસમેન (Businessman) સૂરજે પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દીધું છે, જે અલગ થવાની અફવાઓને વધુ મજબૂત બનાવે છે.

Advertisement

દિશા પટાણીનું સમર્થન અને મૌનીની ચુપકીદી

મૌની રોય અને દિશા પટાણી વચ્ચેની ગાઢ મિત્રતા જગજાહેર છે. આ મુશ્કેલ સમયમાં દિશાએ સૂરજ નામ્બિયારને સોશિયલ મીડિયા પર અનફોલો (Unfollowed) કરીને પોતાની મિત્ર મૌનીને પૂરેપૂરું સમર્થન આપ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. જોકે, હજી સુધી મૌની રોય કે સૂરજ તરફથી કોઈ સત્તાવાર નિવેદન (Official Statement) બહાર આવ્યું નથી, પરંતુ બંનેની લાંબી ચુપકીદી ઘણું બધું કહી જાય છે.

આ પણ વાંચો : Mouni Roy Divorce Rumors: શું મૌની રોય અને સૂરજના લગ્ન તૂટવા જઈ રહ્યા છે? સોશિયલ મીડિયા પર ચોંકાવનારી હલચલ

Tags :
Advertisement

.

×