Mouni Roy Divorce Rumors: શું મૌની રોય અને સૂરજના લગ્ન તૂટવા જઈ રહ્યા છે? સોશિયલ મીડિયા પર ચોંકાવનારી હલચલ
- Mouni Roy Divorce Rumors : સૂરજ નાંબિયાર સાથે છૂટાછેડાની ચર્ચા!
- સોશિયલ મીડિયા પર કપલે એકબીજાને કર્યા અનફોલો
- ઈન્સ્ટાગ્રામ પરથી ફોટા હટાવવા અને અનફોલો કરતા અફવાઓ તેજ
- બેસ્ટ ફ્રેન્ડ દિશા પાટણીએ પણ સૂરજ નાંબિયારને કર્યો અનફોલો
- 2022માં ગોવા ખાતે શાહી અંદાજમાં કર્યા હતા લગ્ન
Mouni Roy Divorce Rumors : બોલિવૂડ અને ટીવીની લોકપ્રિય અભિનેત્રી મૌની રોય (Mouni Roy) અત્યારે તેના અંગત જીવનને કારણે ચર્ચામાં છે. છેલ્લા કેટલાક સમયથી એવી અફવાઓ ઉડી રહી છે કે મૌની અને તેના પતિ સૂરજ નાંબિયાર (Suraj Nambiar) વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું. સોશિયલ મીડિયા પર આ પાવર કપલના છૂટાછેડાની અફવાઓ (Mouni Roy Divorce Rumors) વાયુવેગે ફેલાઈ રહી છે.
View this post on Instagram
Mouni Roy Divorce Rumors : ઈન્સ્ટાગ્રામ પરથી મળ્યા સંકેત
મૌની રોય અને સૂરજે ઈન્સ્ટાગ્રામ (Instagram) પર એકબીજાને અનફોલો કરી દીધા છે. જ્યારે ચાહકોની નજર તેમની ફોલોઈંગ લિસ્ટ પર પડી ત્યારે ખબર પડી કે બંને હવે ડિજિટલી એકબીજા સાથે જોડાયેલા નથી. જોકે, હજુ સુધી આ જોડીએ છૂટાછેડા (Divorce) અથવા અણબનાવના સમાચારો પર સત્તાવાર રીતે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
દિશા પાટણીની એક્શનથી ચર્ચા વધી
આ વિવાદમાં મૌનીની ખાસ મિત્ર દિશા પાટણીની (Disha Patani) એન્ટ્રીએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. દિશાએ પણ સૂરજ નાંબિયારને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો છે. દિશા અને મૌની ખૂબ જ ગાઢ મિત્રો છે અને ઘણીવાર વેકેશન પર સાથે જોવા મળે છે. સૂરજ સાથે પણ દિશાના સારા સંબંધો હતા, પરંતુ હવે તેને અનફોલો કરવા પાછળનું કારણ મૌની અને સૂરજ વચ્ચેનો ગંભીર વિવાદ હોવાનું મનાય છે.
4 વર્ષમાં જ સંબંધોમાં ખટરાગ
મૌની રોય અને બિઝનેસમેન સૂરજ નાંબિયારે લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ વર્ષ ૨૦૨૨માં ગોવા ખાતે ધામધૂમથી લગ્ન (Wedding) કર્યા હતા. તેમણે મલયાલી અને બંગાળી એમ બંને રીતિ-રિવાજોથી લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના માત્ર ૪ વર્ષમાં જ આ સંબંધ તૂટવાની કગાર પર હોવાનું લાગી રહ્યું છે.
આ પણ વાંચો : Tamannaah Bhatia : ફિલ્મ રિલીઝ પહેલા તમન્ના પહોંચી મહાકાલના દરબારમાં, ભસ્મ આરતીમાં લીધા દાદાના આશીર્વાદ


