Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Movie Dhurandhar : સત્યનું મોડેથી થયેલું પુનરાગમન! - હવે કોઈ નેરેટિવ નહીં, માત્ર હકીકત!

દાયકાઓથી ભારતીય સિનેમાએ આતંકવાદ અને દુશ્મન દેશને 'ગ્લેમરાઈઝ' કર્યો છે અથવા તો તેને માત્ર 'ગેરસમજ'નું પરિણામ ગણાવ્યું છે. પણ ધુરંધર એ પહેલી એવી મેઈનસ્ટ્રીમ ફિલ્મ છે જેણે દુશ્મન સામે જોતી વખતે આંખ પર બાંધેલી 'અમન કી આશા'ની પટ્ટી ઉતારી ફેંકી છે. આ ફિલ્મમાં રાક્ષસને કોઈ ફિલ્મી વિલનની જેમ નહીં, પણ એક વ્યવસ્થિત 'સ્ટેટ મશીનરી' તરીકે બતાવવામાં આવ્યો છે.
movie dhurandhar   સત્યનું મોડેથી થયેલું પુનરાગમન    હવે કોઈ નેરેટિવ નહીં  માત્ર હકીકત
Advertisement

Movie Dhurandhar : દાયકાઓથી ભારતીય સિનેમાએ આતંકવાદ અને દુશ્મન દેશને 'ગ્લેમરાઈઝ' કર્યો છે અથવા તો તેને માત્ર 'ગેરસમજ'નું પરિણામ ગણાવ્યું છે. પણ ધુરંધર એ પહેલી એવી મેઈનસ્ટ્રીમ ફિલ્મ છે જેણે દુશ્મન સામે જોતી વખતે આંખ પર બાંધેલી 'અમન કી આશા'ની પટ્ટી ઉતારી ફેંકી છે. આ ફિલ્મમાં રાક્ષસને કોઈ ફિલ્મી વિલનની જેમ નહીં, પણ એક વ્યવસ્થિત 'સ્ટેટ મશીનરી' તરીકે બતાવવામાં આવ્યો છે.

"આપણને લાગે છે કે આપણી લડાઈ સરહદ પર છે... પણ સત્ય એ છે કે, ભારતના સૌથી મોટા દુશ્મનો ભારતની અંદર બેઠા છે. પાકિસ્તાન તો ઘણું મોડું આવે છે, પહેલા આપણે આપણા ઘરના સાપોને કચડવા પડશે!"

Advertisement

Movie Dhurandhar : બોલિવૂડે ક્યારેય સત્ય નથી બતાવ્યું

દાયકાઓ સુધી બોલિવૂડ એક પ્રોપેગેન્ડા ફેક્ટરી બની રહ્યું— એટલા માટે નહીં કે ભારતમાં હકીકતની કમી હતી, પરંતુ એટલા માટે કે હકીકત કેટલાક લોકોને અસહજ કરતી હતી.

Advertisement

  • ભારતમાં મુગલ: ભાઈ-ભાઈની હત્યા કરનારા, બર્બર આક્રમણખોરો, જેમણે ઉપખંડને કચડી નાખ્યો, મંદિરો તોડ્યા, રાજવંશો મિટાવ્યા અને દિલ્હી પર કબજો જમાવ્યો.
  • બોલિવૂડમાં મુગલ: જોધા અકબર… મુગલ-એ-આઝમ… સલીમ-અનારકલી… રેશમી પડદા, ગુલાબ, શાયરી અને કાલ્પનિક પ્રેમ કથાઓ.

પાકિસ્તાન: વૈશ્વિક આતંક માટે જવાબદાર દેશ

IC-814 અપહરણ, સંસદ પર હુમલો, મુંબઈ 1993, મુંબઈ 2008, કાશ્મીરમાં આતંક, વૈશ્વિક જેહાદનું ફન્ડિંગ.

Movie Dhurandhar : અત્યાર સુધીની બોલિવૂડ ફિલ્મ્સ 

  • બજરંગી ભાઈજાન: “પાકિસ્તાનીઓ તો બહુ પ્રેમાળ છે.”
  • મેં હૂં ના: “બસ માત્ર ગેરસમજો છે.”
  • ટાઈગર સીરીઝ: ભારત-પાકિસ્તાન ભાઈ-ભાઈ, અંડરકવર રોમાંસ.
  • પઠાણ: એ જ રાજ્યનું હાઈ-બજેટ ગ્લેમર, જે આપણી વિરુદ્ધ હાઈબ્રિડ વૉર ચલાવી રહ્યું છે.

ત્યાં સુધી કે 'બોર્ડર' જેવી ફિલ્મ પણ અંતમાં “અમન કી આશા” ગીત પર પૂરી થાય છે.

આ સિનેમા નથી. આ નેરેટિવ એન્જિનિયરિંગ છે. અને કેમ ન હોય? જ્યારે 80-90ના દાયકામાં પાકિસ્તાન-ફંડેડ અંડરવર્લ્ડ-Pakistan-funded underworld બોલિવૂડને કંટ્રોલ કરી રહ્યું હતું… જ્યારે સરહદ પારથી છપાયેલી નકલી નોટો ભારતમાં પંપ કરવામાં આવતી હતી… જ્યારે “સુપરસ્ટાર” ડી-કંપનીના બાળકો માટે પ્રાઇવેટ પાર્ટીઓમાં નાચી રહ્યા હતા…

Dhurandharનું આગમન — પહેલી ફિલ્મ જે રાક્ષસને તેવો જ બતાવે છે જેવો તે છે

પહેલીવાર કોઈ મેઈનસ્ટ્રીમ ફિલ્મે બતાવ્યું:

  • કરાચી અંડરવર્લ્ડને, જેવું તે ખરેખર છે — આતંકની પાઇપલાઇન.
  • લયારીને — આંતરરાષ્ટ્રીય ગુનાખોરીની નર્સરી.
  • આતંકીઓનો રાજકારણ, સરહદો અને ઇન્ટેલિજન્સમાં ઘૂસણખોરીનો રસ્તો.
  • કેવી રીતે ભારત દરરોજ એક ખામોશ યુદ્ધ લડે છે.
  • કેવી રીતે ગોળીઓ કરતા વધુ માહિતી આજનું હથિયાર છે.

અને સૌથી મોટો ટ્વિસ્ટ : ફિલ્મમાં એકવાર પણ ધર્મનું નામ લેવામાં આવ્યું નથી. એકવાર પણ સામાન્ય લોકોને રાક્ષસ બનાવવામાં આવ્યા નથી. આ આતંક-રાજ્યને બેનકાબ કરે છે, નાગરિકોને નહીં.

આર. માધવન(RMadhavan) — અજીત ડોભાલ(Ajit Dobhal) તરીકે

દરેક ડાયલોગ આત્મા પર પ્રહાર કરે છે.

“ભારતના સૌથી મોટા દુશ્મનો ભારતની અંદર છે. પાકિસ્તાન તેના પછી આવે છે.”

એટલું તીખું સત્ય, કે પથ્થરને પણ કાપી નાખે.

રણવીર સિંહ-Ranveer Singh

તેમણે તેમના કરિયરની સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સ આપી છે. એ જાણતા હોવા છતાં કે:

  • મિડલ ઈસ્ટ માર્કેટ ગુમાવશે.
  • બોલિવૂડ એલિટ્સ(Bollywood Elites)દૂર થઈ જશે.
  • ક્રિટિક્સ હુમલો કરશે.
  • તેમની PR ઈમેજ તોડવામાં આવશે.

...છતાં તેમણે આ કર્યું. આ સાહસ છે. આ નિષ્ઠા (conviction) છે. આજ સાચો અભિનેતા હોવું છે.

આદિત્ય ધર

દરેક ફ્રેમમાં તેમની ઓળખ છે: ઉરીનું શિસ્ત, એક ડોક્યુમેન્ટરી નિર્માતાની પ્રામાણિકતા, એક દેશભક્તનો ગુસ્સો અને એક ઇન્ટેલિજન્સ એનાલિસ્ટની સચોટતા. તે ફિલ્મ નહોતા બનાવી રહ્યા, તે એક નિવેદન આપી રહ્યા હતા. એક સુધારો કરી રહ્યા હતા. એ આખી ઇકોસિસ્ટમને પડકાર આપી રહ્યા હતા, જેણે દાયકાઓ સુધી ભારતની વાર્તાને નબળી અને વિકૃત કરી છે. પહેલીવાર ભારતે પોતાના જખમો પર ફિલ્મ બનાવી છે.

ક્રિટિક્સ કેમ તિલમિલાયા છે?

કારણ કે ધુરંધર ખતરો છે:

  • તેમની વાર્તા પરના એકાધિકાર માટે.
  • તેમની વૈચારિક પાઇપલાઇન્સ માટે.
  • તેમના ગલ્ફ-ફ્રેન્ડલી બજાર માટે.
  • સત્યને નરમ કરવાની આદત માટે.

આ ભ્રમ માટે કે તેઓ જ નક્કી કરશે ભારત શું જોશે.

આ ફિલ્મ એ ભ્રમને તોડી નાખે છે. આ જમીન પલટી નાખે છે. તે બતાવે છે એ સત્ય, જેને બોલિવૂડ હંમેશા છુપાવતું રહ્યું: કે ભારત બે યુદ્ધ લડી રહ્યું છે— એક સરહદ પાર, અને બીજું પોતાના જ ઘરઆંગણે રહેલા દુશ્મનો સામે.

ધુરંધર માત્ર એક ફિલ્મ નથી. સત્યનું મોડેથી થયેલું પુનરાગમન છે.

આ પણ વાંચો : Dhurandhar Box Office Record : બોક્સ ઓફિસ પર ધુરંધરની સુનામી, 2025ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ

Tags :
Advertisement

.

×