Movie JAWAN-2: શાહરૂખ-એટલી ફરી સાથે દેખાશે, પરંતુ ‘જવાન 2’ માટે ચાહકોને કરવી પડશે રાહ
- Movie JAWAN-2: ‘જવાન 2’ પર એટલીનું મોટું અપડેટ!
- શાહરૂખ ખાન જ રહેશે હીરોઃ એટલી
- ‘જવાન 2’ આવશે કે નહીં? એટલીએ આપી ચોંકાવનારી માહિતી
- ‘ડોન 3’ની અફવાઓ પર એટલીનો ખુલાસો!
- ‘જવાન 2’ને લઈને એટલીએ જણાવી ટાઈમલાઈન અને પ્લાન
Movie JAWAN-2: બોલિવૂડ (Bollywood)નો બાદશાહ અને લાખો ચાહકોના દીલો પર રાજ કરતો શાહરુખ ખાન (Shahrukh Khan) વર્ષ 2026 માટે પોતાના નવા પ્રોજેક્ટ (Project) માં વ્યક્ત છે. શાહરૂખ ખાન આજે લોકોના દિલ પર રાજ કરે છે અને વિશ્વભરમાં તેના લાખો ચાહકો છે. તાજેતરમાં જ શાહરૂખે 33 વર્ષમાં પોતાનો પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો છે. એટલીની ફિલ્મ "જવાન" થી ચાહકો તેની સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચાહકો ઇચ્છે છે કે જવાનની સિક્વલ (Sequel) બને. અને એટલી શાહરૂખ ફરીથી સાથે કામ કરે. હવે, એટલીએ "જવાન 2" વિશે એક નવી અપડેટ શેર કરી છે.
Movie JAWAN-2: શું 'જવાન 2' બનશે?
એટલીએ કહ્યું કે 'જવાન 2' ટૂંક સમયમાં નહીં બને, પરંતુ થોડા વર્ષો પછી બની શકે છે. પરંતુ તે અને શાહરૂખ ચોક્કસપણે બીજા પ્રોજેક્ટ પર સાથે કામ કરશે. એટલીએ શાહરૂખને તેનો પ્રિય પિકબોલ પાર્ટનર (Dear Pickball Partner) ગણાવ્યો. ખાનગી ન્યૂઝ સાથે વાત કરતાં તેણે કહ્યું, "મને લાગે છે કે શાહરૂખ સર અને હું ચોક્કસપણે એક પ્રોજેક્ટ પર કામ કરીશું. પરંતુ 'જવાન 2' કદાચ થોડા વર્ષો પછી બનશે. હમણાં નહીં. તક મળશે ત્યારે અમે તેના વિશે વિચારીશું."
આ પણ વાંચો----- Notice to Varun Dhawan: બોર્ડર-2ની સફળતામાં વરુણ ભાન ભૂલ્યો!, ચાલુ મેટ્રોમાં પુલ-અપ્સ કરતા તંત્રએ આપી નોટિસ
Movie JAWAN-2: એટલીએ ડોન-3 અંગે શું કહ્યું
એટલીએ "ડોન 3 " ના દિગ્દર્શન (Direction) ની અફવાઓનું ખંડન કર્યું છે . અગાઉ એવા અહેવાલ હતા કે રણવીર સિંહના ગયા પછી શાહરૂખ ખાન ડોન તરીકે પાછો ફરશે. પરંતુ એટલી દિગ્દર્શક હશે. જોકે, એટલીએ કહ્યું, "તે માત્ર એક અફવા છે. મેં પણ તે વાંચ્યું છે, પરંતુ તે સાચું નથી."
નોંધનીય છે કે, "જવાન" ફિલ્મ (Movie) માં શાહરૂખ ખાને બેવડી ભૂમિકા ભજવી હતી, એક સૈનિક પિતા અને તેનો પોલીસ અધિકારી પુત્ર. તેમની સંવાદ ડિલિવરી (Dialogue delivery) અને એક્શન (Action) ની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી. "જવાન" ફિલ્મ વર્ષ 2023 માં રિલીઝ થઈ હતી. આ એક્શન થ્રિલર ફિલ્મ (Action thriller film) માં વિજય સેતુપતિ અને નયનતારા પણ છે.
શાહરૂખ ખાન આગામી
ફિલ્મ "કિંગ" માં તેની પુત્રી સુહાના ખાન, અભિષેક બચ્ચન, અભય વર્મા, જયદીપ અહલાવત સહિત અન્ય કલાકારો સાથે જોવા મળશે. એટલી હાલમાં અલ્લુ અર્જુન (Allu Arjun) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone) સાથે એક નવી ફિલ્મ પર કામ કરી રહ્યા છે, જેનું નામ હાલમાં ‘AA22xA6’ છે.
આ પણ વાંચો----- ધૂરંઘર Ranveer Singh વિરૂદ્ધ FIR નોંધાઇ, અભિનેતાની મુશ્કેલીઓ વધશે
આ પણ વાંચો----- Comedian: કોમેડિયન ઝાકિર ખાને કોમેડીમાંથી અચાનક કેમ લીધો બ્રેક, હાસ્ય કલાકારે શું આપ્યું કારણ?


