ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Movie Review : મચ અવેટેડ Jurassic World Rebirth માં છે જબરદસ્ત એક્શન અને ધાંસુ VFX

સ્કારલેટ જોહન્સન (Scarlett Johansson) સ્ટારર મચ અવેટેડ ફિલ્મ જુરાસિક વર્લ્ડ રિબર્થ (Jurassic World Rebirth)નો ફર્સ્ટ રિવ્યૂ સામે આવ્યો છે. જેમાં આ ફિલ્મ જબરદસ્ત એકશન્સ સીન્સ અને ધાંસુ VFX થી ભરપૂર હોવાનું જણાવાયું છે. વાંચો વિગતવાર.
08:59 AM Jul 02, 2025 IST | Hardik Prajapati
સ્કારલેટ જોહન્સન (Scarlett Johansson) સ્ટારર મચ અવેટેડ ફિલ્મ જુરાસિક વર્લ્ડ રિબર્થ (Jurassic World Rebirth)નો ફર્સ્ટ રિવ્યૂ સામે આવ્યો છે. જેમાં આ ફિલ્મ જબરદસ્ત એકશન્સ સીન્સ અને ધાંસુ VFX થી ભરપૂર હોવાનું જણાવાયું છે. વાંચો વિગતવાર.
Jurassic World Rebirth Gujarat First

Movie Review : એવેન્જર્સ ફ્રેન્ચાઈઝમાં બ્લેક વિડોનું પ્રખ્યાત અને લોકપ્રિય પાત્ર ભજવનાર સ્કારલેટ જોહન્સન (Scarlett Johansson) ની મચ અવેટેડ ફિલ્મ જુરાસિક વર્લ્ડ રિબર્થ (Jurassic World Rebirth)નો ફર્સ્ટ રિવ્યૂ સામે આવ્યો છે. આ ફિલ્મ 4 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. થીયેટર રિલીઝ પહેલા આ ફિલ્મનો સ્પેશિયલ પ્રીમિયર શો યોજવામાં આવ્યો હતો. આ શો બાદ ફિલ્મનો જે ફર્સ્ટ રિવ્યૂ (First Review) સામે આવ્યો છે તેમાં ફિલ્મના VFX અને જબરદસ્ત એકશન સીન્સની પ્રસંશા કરવામાં આવી છે. પ્રીમિયર શો જોનાર મોટાભાગના લોકો તેને સ્ટીવન સ્પીલબર્ગના લેવલની ફિલ્મ ગણાવી રહ્યા છે.

ફર્સ્ટ રિવ્યૂ

જુરાસિક વર્લ્ડ રિબર્થ ફિલ્મમાં અન્ડર વોટર એકશન સીન્સની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. ફિલ્મની સ્ટોરીલાઈનને પણ જકડી રાખે તેવી ગણાવાઈ રહી છે. જેમાં 3 ખતરનાક ડાયનાસોરમાંથી ડીએનએ મેળવવાની પ્રક્રિયાની આસપાસ રસપ્રદ ઘટનાઓ ગૂંથવામાં આવી છે. મેડિકલ જાયન્ટ કંપનીઓને ડાયનાસોરના ડીએનએમાંથી માણસોને થતા હૃદયરોગની દવા બનાવવી છે. તેથી એક ટીમને વિષુવવૃતના જંગલોમાં મોકલવામાં આવે છે અને પછી શરુ થાય છે રોમાંચક સફર. ફિલ્મના ડાયરેક્ટર ગેરેથ એડવર્ડ્સ (Gareth Edwards) સ્ટીવન સ્પીલબર્ગના મોટા ચાહક છે તેથી તેમની ફિલ્મોમાં સ્ટીવન સ્પીલબર્ગ જેવો રોમાંચ ઊભો કરવાની કોશિશ કરી છે. તેમણે અંડરવોટર સીકવન્સ જે રીતે શૂટ કરી છે અને જે VFX ની કમાલ કરી છે તે કાબિલેદાદ છે.

આ પણ વાંચોઃ Samantha Ruth Prabhu છૂટાછેડા બાદ ફરીથી કરશે લગ્ન?આ ફેમસ ડિરેક્ટર સાથે અફેર

કાસ્ટ એન્ડ ક્રુ

હોલિવૂડની ફેમસ એકશન સ્ટાર સ્કારલેટ જોહનસન Jurassic World Rebirth માં ડીએનએ એકસ્પર્ટની ભૂમિકા ભજવી રહી છે. જોનાથન બેઈલી એક પેલિયોન્ટોલોજિસ્ટની ભૂમિકા ભજવે છે જે ડાયનોસોરની વિવિધ પ્રજાતિઓને ઓળખવામાં મદદ કરે છે. રુપર્ટ ફ્રેન્ડ ફિલ્મમાં કોર્પોરેટ વિલનની ભૂમિકા ભજવે છે. ગોડઝિલા ફેમ ગેરેથ એડવર્ડ્સે 'જુરાસિક વર્લ્ડ રિબર્થ'નું દિગ્દર્શન કર્યુ છે. તેની વાર્તા ડેવિડ કોએપ (David Koepp) એ લખી છે. જેમણે 1993માં પહેલી જુરાસિક પાર્ક ફિલ્મ પણ લખી હતી. જોન મેથિસનની સિનેમેટોગ્રાફી ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. આ ફિલ્મનીસ્ટોરીલાઈન 'જુરાસિક વર્લ્ડ ડોમિનિયન'ના 5 વર્ષ પછીની સ્ટોરીલાઈન સેટ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ The Great Indian Kapil Show : ગૌતમ ગંભીરે કપિલ શર્માની ઉડાવી જબરદસ્ત મજાક, એપિસોડનો પ્રોમો થયો વાયરલ

Tags :
action scenesDavid Koeppdirector Gareth EdwardsFIRST REVIEWGujarat FirstGUJARAT FIRST NEWSJonathan BaileyJurassic World RebirthRELEASE DATERupert FriendScarlett JohanssonVFX
Next Article