Diwali માં રિલીઝ થશે આ ધમાકેદાર ફિલ્મો, પરિવાર સાથે જોવાનું ભૂલશો નહીં
- Singham Again માં વિવિધ દિગ્ગજ કલાકારો જોવા મળશે
- Bhool Bhulaiyaa 3 એ હોરર-કોમેડી ફિલ્મ છે
- Kanguva એ એક કાલ્પનિક પિરિયડ ડ્રામા ફિલ્મ
Movies Releasing In Diwali : Diwali માં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધમાકેદાર ફિલ્મો રિલીઝ થવાની છે. તો આ તમામ ફિલ્મો તમે તમારા પરિવારજનો સાથે જઈને જોઈ શકશો. તો Diwali માં આ વર્ષે અધધધ કરાવી નાખે તેવી ફિલ્મો રિલીઝ થવા જઈ રહ્યી છે. આ તમામ ફિલ્મો મનોરંજન, એક્શન અને એતિહાસિક ડ્રામાથી ભરપૂર હશે. તે ઉપરાંત ખાસ આ ફિલ્મોમાં ખાસ સીક્વલ અને ક્લાઈમેક્સ પણ જોવા મળશે.
Singham Again માં વિવિધ દિગ્ગજ કલાકારો જોવા મળશે
Singham Again એ આ વર્ષે Diwali ઉપર સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ત્યારે Singham Again માં વિવિધ દિગ્ગજ અભિનેતા અને અભિનેત્રીઓ જોવા મળશે. આ ફિલ્મ દિગ્દર્શક રોહિત શેટ્ટી દ્વારા બનાવવામાં આવી છે. તે ઉપરાંત આ ફિલ્મ એ રોહિત શેટ્ટીના કોપ યૂનિવર્સનો એક મહત્વનો ભાગ છે. ત્યારે Singham Again માં અજય દેવગણ, અક્ષય કુમાર, કરીના કપૂર, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને વિલેનના કિરદારમાં અર્જુન કપૂર જોવા મળશે.
આ પણ વાંચો: Neeraj Chopra Biopic માં આ અભિનેતા તેમનો કિરદાર અદા કરશે
Bhool Bhulaiyaa 3 એ હોરર-કોમેડી ફિલ્મ છે
Bhool Bhulaiyaa 3 પણ આ વર્ષે Diwali ના સમયગાળામાં રિલીઝ કરવામાં આવી રહી છે. જોકે આ પહેલા Bhool Bhulaiyaa ના બંને ભાગ સિનેમાઘરોમાં ધૂમ મચાવી ચૂક્યા છે. ત્યારે ફરી એક Bhool Bhulaiyaa 3 એ હોરર-કોમેડી ફિલ્મ છે. Bhool Bhulaiyaa 3 ની કહાનીના લેખક આકાશ કૌશિક અને દિગ્દર્શક અનીસ બઝ્મી છે. ત્યારે આ Bhool Bhulaiyaa 3 માં મુખ્ય પાત્ર તરીકે આ વખતે કાર્તિક આર્યન, વિદ્યા બાલન, માધૂરી દીક્ષિત અને ત્રિપ્તી ડિમરી જોવા મળશે.
Kanguva એ એક કાલ્પનિક પિરિયડ ડ્રામા ફિલ્મ
Kanguva ની પણ સાઉથના નાગરિકો સહિત હિન્દી સિનેમાના દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. Kanguva એ સાઉથ સિનેમા જગતમા આ વર્ષની સૌથી મોસ્ટે અવેટેડ ફિલ્મ પૈકી એક છે. ત્યારે Kanguva માં સૂર્યા અને બોબી દેઓલ મુખ્ય કિરદારમાં જોવા મળશે. તો Kanguva એ એક કાલ્પનિક પિરિયડ ડ્રામા ફિલ્મ છે. તે ઉપરાંત Kanguva ની વાર્તા પણ ભારતીય ઈતિહાસ સાથે સંકળાયેલી છે.
આ પણ વાંચો: ગોધરા કાંડનું સત્ય થશે ઉજાગર! The Sabarmati Report આ તારીખે થશે રિલીઝ