Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Preet Singh Assault : ક્લબમાં મોડેલ જોડે માથાકૂટમાં દાંત તૂટ્યો, આંખે સોજા ચઢ્યા !

Preet Singh Assault બાદના વીડિયોથી મામલો ગરમાયો છે, પ્રીત સિંહે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, તેણે હંમેશા સાંભળ્યું હતું કે, મુંબઈ છોકરીઓ માટે સલામત શહેર છે, પરંતુ તેણે ક્યારેય આવા અનુભવની કલ્પના કરી નહોતી. તેણે સમજાવ્યું કે, તે હજુ પણ ધ્રુજી રહી છે, તેની આંખો સૂજી ગઈ છે, તે પોતે પણ સમજવાનો પ્રયાસ કરી રહી છે કે શું થયું.
preet singh assault   ક્લબમાં મોડેલ જોડે માથાકૂટમાં દાંત તૂટ્યો  આંખે સોજા ચઢ્યા
Advertisement
  • Preet Singh Assault બાદના વીડિયોથી મામલો ગરમાયો
  • ક્લબમાં હાજરી દરમિયાન મહિલાએ ગેરવર્તણૂંકની શરૂઆત કરી
  • મામલો બિચકતા હાથાપાઇ સુધી વાચ પહોંચી ગઇ હોવાનો દાવો

Preet Singh Assault : MTV સ્પ્લિટ્સવિલા સીઝન 16 ની સ્પર્ધક પ્રીત સિંહે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો (Instagram Video) શેર કર્યો છે, જેમાં એક ચિંતાજનક ઘટનાનો ખુલાસો થયો છે. પ્રીત સિંહે આરોપ લગાવ્યો છે કે, મુંબઈના એક ક્લબમાં તેના પર હુમલો કરવામાં આવ્યો હતો (Mumbai Club Attack), જેના કારણે તેના દાંત તૂટેલા હતા અને આંખો સૂજી ગઈ હતી.

Preet Singh Assault, ચહેરા પર ઉઝરડા દેખાઇ આવ્યા

પ્રીત સિંહે તેના ચહેરાનો એક વિડીયો શેર કર્યો છે, જેમાં તેની સોજી ગયેલી આંખોનો ક્લોઝઅપ દર્શાવવામાં આવ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, તેણે હંમેશા સાંભળ્યું હતું કે, મુંબઈ છોકરીઓ માટે સલામત શહેર છે, પરંતુ તેણે ક્યારેય આવા અનુભવની કલ્પના કરી નહોતી. તેણે સમજાવ્યું કે, તે હજુ પણ ધ્રુજી રહી છે, તેની આંખો સૂજી ગઈ છે, અને તેના ચહેરા પર ઉઝરડા છે, અને તે પોતે પણ સમજવાનો પ્રયાસ કરી રહી છે કે શું થયું.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by preet❤️ (@preetsingh.fit)

Advertisement

આ પણ વાંચો - Lawrence Of Punjab સિરીઝના નિર્માતાઓને મોટો ઝટકો, અરમાનો પર પાણી ફર્યું !

Preet Singh Assault, ટૂંક સમયમાં જ પરિસ્થિતિ હિંસક બની ગઈ

તે રાત્રે બનેલી ઘટના યાદ કરતાં, પ્રીત સિંહે કહ્યું કે, તે ક્લબમાં તેના મિત્ર સાથે બેઠી હતી, ત્યારે એક છોકરી અચાનક બૂમો પાડવા લાગી, અને પ્રશ્ન કરવા લાગી કે, તેમને અંદર કેવી રીતે પ્રવેશ આપવામાં આવ્યો. શરૂઆતમાં, તે ફક્ત એક દલીલ હતી, પરંતુ ટૂંક સમયમાં જ પરિસ્થિતિ હિંસક બની ગઈ હતી. છોકરીના એક મિત્રએ દરમિયાનગીરી કરી, અને પ્રીત અને તેના મિત્ર પર હુમલો કર્યો હતો. પ્રીતના દાવા મુજબ, તેણીને એટલી જોરથી માર મારવામાં આવ્યો કે, તેનો એક દાંત તૂટી ગયો હતો, અને તેનો ચહેરો ફૂલી ગયો હતો. બાદમાં, લોકોએ દરમિયાનગીરી કરીને પરિસ્થિતિ શાંત કરી હતી.

આવી ઘટના આટલી ખુલ્લેઆમ કેવી રીતે બની શકે

આ ઘટના પછી પ્રીતને ખબર પડી કે, ઝઘડો શરૂ કરનારી છોકરી પોતાને 'ઇન્ફ્લુએન્સર' ગણાવે છે. જો કે, પ્રીત સિંહે પોતાની પોસ્ટમાં તે વ્યક્તિનું નામ જાહેર કર્યું નથી. તેણીએ કહ્યું કે, તે હજુ પણ આઘાતમાં છે કે, આવી ઘટના આટલી ખુલ્લેઆમ કેવી રીતે બની શકે છે, અને તે કોઈની સાથે ન બનવી જોઈએ.

મિત્રોનું સમર્થન મળ્યું

આ ઘટના પછી, MTV સ્પ્લિટ્સવિલા સીઝન 16 ના અન્ય સ્પર્ધકો અને તેના મિત્રોએ સમર્થન વ્યક્ત કર્યું હતું. ઝલક ગોહિલે કહ્યું કે, તે રાત એક દુઃસ્વપ્ન જેવી હતી, અને પ્રીત જે સહન કરી રહી હતી તે, વિશે ખુલ્લેઆમ બોલવા માટે હિંમતની જરૂર હતી. રુરુ ઠાકુરે તેને ખૂબ જ ખોટું ગણાવ્યું અને પ્રીતને પોતાની સંભાળ રાખવા વિનંતી કરી હતી. હિમાંશુ અરોરાએ પણ ટેકો આપ્યો, કહ્યું કે જો જરૂર પડે તો તે તેની સાથે હાજર રહેશે.

આ પણ વાંચો - Situationship અંગે પતિએ લવારી કરતા Rakaul Preet Singh એ ક્લાસ લીધો !

Tags :
Advertisement

.

×