Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

શું હવે લગ્ન કરશે Mukesh Khanna ? 67 વર્ષે સિંગલ હોવા પર 'શક્તિમાન'નો મોટો ખુલાસો!

પીઢ અભિનેતા મુકેશ ખન્નાએ 67 વર્ષની ઉંમરે પણ સિંગલ હોવા અંગે ખુલાસો કરતા જણાવ્યું કે તેઓ લગ્ન સંસ્થામાં વિશ્વાસ ધરાવે છે, પરંતુ હજુ સુધી યોગ્ય જીવનસાથી મળી નથી. તેમના મતે લગ્ન નસીબની વાત છે અને જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે જ તે થશે. તેમણે પ્રેમમાં વફાદારીને મહત્વ આપતા સંબંધોમાં છેતરપિંડીને સખત શબ્દોમાં વખોડી છે.67 વર્ષની ઉંમરે મુકેશ ખન્નાએ ખોલ્યા રહસ્યો લગ્ન એ નસીબની રમત હોવાનો કર્યો દાવો "પત્ની ક્યાંક તો હશે જ, સમય આવશે ત્યારે મળશે" સંબંધોમાં છેતરપિંડી કરનારાઓ પર સાધ્યું નિશાન પ્રેમ માત્ર એક જ વાર થતો હોવાની વ્યક્ત કરી રાય
શું હવે લગ્ન કરશે mukesh khanna   67 વર્ષે સિંગલ હોવા પર  શક્તિમાન નો મોટો ખુલાસો
Advertisement
  • 67 વર્ષની ઉંમરે મુકેશ ખન્નાએ ખોલ્યા રહસ્યો
  • લગ્ન એ નસીબની રમત હોવાનો કર્યો દાવો
  • "પત્ની ક્યાંક તો હશે જ, સમય આવશે ત્યારે મળશે"
  • સંબંધોમાં છેતરપિંડી કરનારાઓ પર સાધ્યું નિશાન
  • પ્રેમ માત્ર એક જ વાર થતો હોવાની વ્યક્ત કરી રાય

બોલિવૂડ અને ટેલિવિઝનના પીઢ અભિનેતા મુકેશ ખન્ના (Mukesh Khanna) ફરી એકવાર હેડલાઈન્સમાં છે. એક પોડકાસ્ટ દરમિયાન તેમણે પોતાના અંગત જીવન અને લગ્ન ન કરવા પાછળના કારણો વિશે વિગતવાર ચર્ચા કરી છે. તેમણે જણાવ્યું કે તેઓ લગ્ન જેવી પવિત્ર સંસ્થામાં અતૂટ વિશ્વાસ ધરાવે છે, પરંતુ હજુ સુધી તેમને તેમના માટે બનેલી યોગ્ય જીવનસાથી મળી નથી.

લગ્ન નસીબની વાત છે

'ધ ફિલ્મી ચર્ચા' પોડકાસ્ટમાં મુકેશ ખન્નાએ (Mukesh Khanna) જણાવ્યું હતું કે, લોકો અવારનવાર તેમના સિંગલ હોવા પર ચર્ચા કરે છે. તેમણે કહ્યું કે, "હું મોટાભાગના લોકો કરતા લગ્નમાં વધુ વિશ્વાસ રાખું છું. લોકોને લાગે છે કે જો મેં લગ્ન નથી કર્યા તો મને તેમાં વિશ્વાસ નથી, પણ એવું નથી. લગ્ન નસીબમાં લખેલા હોય છે. જે સ્ત્રી સાથે મારે લગ્ન કરવાના છે તે ક્યાંક ને ક્યાંક જરૂર હશે, જ્યારે નસીબ અમને સાથે લાવશે ત્યારે લગ્ન થશે."

Advertisement

Advertisement

પ્રેમ અને વફાદારી પર મંતવ્ય

સંબંધોમાં વફાદારી વિશે વાત કરતા મુકેશ ખન્નાએ (Mukesh Khanna) કહ્યું કે, પ્રેમ માત્ર એક જ વાર થાય છે, બાકી બધું મોહ અને વાસના છે. તેમણે લગ્નમાં 'પતિવ્રતા' જેવો જ નિયમ પુરુષો માટે પણ હોવો જોઈએ તેમ ભારપૂર્વક જણાવ્યું હતું. તેમના મતે, પત્ની હોવા છતાં અન્યત્ર સંબંધ રાખવો એ છેતરપિંડી (Cheating) છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા કોમેડિયન સમય રૈનાએ તેમને રોસ્ટ કર્યા બાદ પણ તેઓ સમાચારોમાં આવ્યા હતા.

આ પણ વાંચો : Palak Tiwari એ Ranveer Allahbadia ને કર્યો રોસ્ટ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

Tags :
Advertisement

.

×