Mumbai Rain Celebs Houses Flooded: બિગ બીના 'જનક' બંગલામાં ઘૂસ્યા પાણી
મુંબઈમાં ચોમાસાના મૂસળધાર વરસાદના લીધે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું કામકાજ ખોરવાઈ ગયું છે. બુધવારે થયેલા ભારે વરસાદથી અમિતાભ બચ્ચનનો જુહુ સ્થિત પ્રખ્યાત બંગલો 'જનક' પ્રભાવિત થયો હતો. એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝરે અમિતાભ બચ્ચનના બંગલાની મુલાકાત લઈને ત્યાંની વર્તમાન પરિસ્થિતિનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં દિગ્ગજ અભિનેતાનું ઘર ઘૂંટણસમા પાણીમાં ડૂબેલું દેખાય છે અને વરસાદનું પાણી બંગલાની અંદર સુધી પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચન દર રવિવારે પોતાના બંગલાની બહાર આવીને ફેન્સને દર્શન આપે છે. જો મુંબઈમાં વરસાદનું આ જ જોર ચાલુ રહેશે, તો બિગ બીએ આગામી રવિવારનો પોતાનો ફેન્સ મુલાકાતનો કાર્યક્રમ મુલતવી રાખવો પડી શકે છે.
Mumbai Rain Celebs Houses Flooded: અજય દેવગનનું ઘર 'શિવશક્તિ' પણ પાણીમાં ડૂબ્યું
વીડિયોમાં માત્ર અમિતાભ બચ્ચન જ નહીં, પરંતુ બોલિવૂડ અભિનેતા અજય દેવગનનો બંગલો પણ વરસાદથી પ્રભાવિત થયેલો બતાવવામાં આવ્યો છે. અજય દેવગનના જુહુ સ્થિત આલીશાન ઘર 'શિવશક્તિ'માં પણ ભારે જળભરાવ જોવા મળ્યું હતું.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ઇન્ફ્લુએન્ઝર કહી રહ્યો છે કે મુંબઈના આ વરસાદથી તમે 10,000 કરોડ રૂપિયાની સંપત્તિને પણ બચાવી શકતા નથી. આ વીડિયોમાં બંગલાની સામેનો આખો વિસ્તાર પાણીથી ભરાયેલો જોવા મળે છે. અને ડ્રેનેજ લાઈન ઓવરફ્લો થઈ રહી છે. પરિસ્થિતિનો તાગ મેળવવા માટે બીએમસી (BMC) ના કેટલાક અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અગાઉ પણ અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત બંગલામાં પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે.
સુપરસ્ટાર્સની આગામી ફિલ્મો
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન નાગ અશ્વિનની ફિલ્મ 'કલ્કી 2898 AD' ના સીક્વલમાં જોવા મળશે. આ સુપરહિટ સીરિઝની આગામી ફિલ્મમાં તેમની સાથે સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને દિગ્ગજ અભિનેતા કમલ હાસન પણ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. બીજી તરફ અજય દેવગન પણ પોતાની આગામી નવી ફિલ્મ 'ચૌહાણ' ના શૂટિંગમાં વ્યસ્ત છે.
આ પણ વાંચો--- Himachal Pradesh Rain Landslide: હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી 9 લોકોના મોત, 49 રસ્તાઓ બંધ, અનેક જિલ્લામાં એલર્ટ