Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Munawar Faruqui ના ઘરે ગુંજી કિલકારી! મહેઝબીએ આપ્યો દીકરીને જન્મ, જૂઓ ફોટા

Munawar Faruqui Baby Girl: લોકપ્રિય કોમેડિયન અને બિગ બોસ 17ના વિજેતા મુનાવર ફારુકી બીજી વખત પિતા બન્યા છે. તેમની પત્ની મહેઝબીએ સુંદર દીકરીને જન્મ આપ્યો છે. મુનાવરે ઇન્સ્ટાગ્રામ પર હોસ્પિટલની ભાવુક તસવીરો શેર કરી દીકરીને ઘરની 'બરકત' ગણાવી છે. આ ખુશખબર સામે આવતા જ સોશિયલ મીડિયા પર ચાહકો અને સેલેબ્સ અભિનંદન પાઠવી રહ્યા છે.
munawar faruqui ના ઘરે ગુંજી કિલકારી  મહેઝબીએ આપ્યો દીકરીને જન્મ  જૂઓ ફોટા
Advertisement
  • મુનાવર ફારુકી બીજી વખત બન્યો પિતા!
  • પત્ની મહેઝબીએ સુંદર દીકરીને આપ્યો જન્મ
  • હોસ્પિટલમાંથી મુનાવરે શેર કરી ભાવુક તસવીરો
  • 'ઘર બરકત આઈ હૈ' લખી વ્યક્ત કરી ખુશી
  • બિગ બોસ વિનરના ઘરે લક્ષ્મીના વધામણા
  • સોશિયલ મીડિયા પર અભિનંદનનો વરસાદ

સ્ટેન્ડ-અપ કોમેડી અને રિયાલિટી શોની દુનિયામાં પોતાની અલગ ઓળખ ઉભી કરનાર મુનાવર ફારુકી (Munawar Faruqui) ના ઘરે લક્ષ્મીનું આગમન થયું છે. મુનાવરે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ (Instagram) હેન્ડલ પર આ ખુશખબર શેર કરતા હોસ્પિટલની કેટલીક અત્યંત સુંદર તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં મુનાવર પિતા બન્યાની ખુશી અને પત્ની મહેઝબી પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટપણે જોઈ શકાય છે.

હોસ્પિટલની તસવીરો થઈ વાયરલ

મુનાવરે શેર કરેલી તસવીરોમાં તેની પત્ની મહેઝબી કોટવાલા હોસ્પિટલના બેડ પર આરામ કરતી જોવા મળે છે અને તેના હાથમાંતેની નવજાત પુત્રી સૂતેલી છે. અન્ય એક તસવીરમાં મુનાવર પોતાની લાડલીના પારણા પાસે બેસીને તેને એકીટશે જોઈ રહ્યા છે. જોકે, આ કપલે હજુ સુધી બાળકીનો ચહેરો જાહેર કર્યો નથી, પરંતુ તેની માસૂમિયત અને મુનાવરના ચહેરા પરના હાવભાવ ચાહકો (Fans) ના દિલ જીતી રહ્યા છે. મુનાવરે એક તસવીરમાં પોતાની પત્નીનો હાથ પકડેલો પણ બતાવ્યો છે, જે તેમના અતૂટ બંધનને દર્શાવે છે.

Advertisement

Advertisement

'ઘર બરકત આઈ હૈ' - મુનાવરનો ભાવુક સંદેશ

તસવીરોની સાથે મુનાવર ફારુકી (Munawar Faruqui) એ એક હૃદયસ્પર્શી કેપ્શન પણ લખ્યું છે. તેણે લખ્યું, "ઘર બરકત આઈ હૈ. અલ્હમદુલિલ્લાહ! દુઆમાં યાદ રાખજો." આ સંદેશ દ્વારા તેણે પોતાની પુત્રીને ઘરની 'બરકત' ગણાવી છે. ઉલ્લેખનીય છે કે મુનાવરે ગયા વર્ષે જ મહેઝબી સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. મુનાવરને પહેલા લગ્નથી એક પુત્ર છે, જેનું નામ મિકાઈલ છે, અને હવે દીકરીના આગમનથી તેમનો પરિવાર સંપૂર્ણ થયો છે.

શુભકામનાઓનો વરસાદ

જેવી મુનાવરે આ પોસ્ટ કરી, તેના થોડા જ સમયમાં હજારો કોમેન્ટ્સ અને લાઈક્સ આવી ગઈ હતી. રિયાલિટી શોના તેના સાથી સ્પર્ધકો અને મનોરંજન જગતના દિગ્ગજો પણ આ જોડીને નવા મહેમાનના આગમન બદલ વધામણાં આપી રહ્યા છે. ચાહકોનું કહેવું છે કે મુનાવર માટે આ વર્ષ ખૂબ જ લકી રહ્યું છે, પહેલા બિગ બોસની જીત અને હવે પિતા બનવાનું સુખ.

આ પણ વાંચો : શું દીપિકાનો રોલ 'King' માં ઓછો થયો છે? નિર્માતાઓએ અફવાઓ પર આપ્યું મોટું નિવેદન

Tags :
Advertisement

.

×