Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ન ભૂતો ન ભવિષ્યતિ : શાહરુખ ખાનની ફિલ્મે બનાવી દીધો એવો રેકોર્ડ જેને તોડવો હવે અશક્ય

શાહરુખ ખાનનું વર્ષ 2023 માં સિનેમા જગતમાં કરવામાં આવેલ કમબેકને ઇતિહાસમાં હમેશાને માટે યાદ રાખવામાં આવશે. શાહરુખે વર્ષ 2018 માં ઝીરો ફિલ્મ બનાવી હતી જે બોક્સ ઓફિસ ઉપર બહુ ખરાબ રીતે પટકાઈ હતી, ત્યાર બાદ શાહરુખ લાંબા સમય સુધી સિનેમાથી...
ન  ભૂતો ન ભવિષ્યતિ   શાહરુખ ખાનની ફિલ્મે બનાવી દીધો એવો રેકોર્ડ જેને તોડવો હવે અશક્ય
Advertisement

શાહરુખ ખાનનું વર્ષ 2023 માં સિનેમા જગતમાં કરવામાં આવેલ કમબેકને ઇતિહાસમાં હમેશાને માટે યાદ રાખવામાં આવશે. શાહરુખે વર્ષ 2018 માં ઝીરો ફિલ્મ બનાવી હતી જે બોક્સ ઓફિસ ઉપર બહુ ખરાબ રીતે પટકાઈ હતી, ત્યાર બાદ શાહરુખ લાંબા સમય સુધી સિનેમાથી દૂર રહ્યા હતા. છેલ્લા એક દાયકામાં કિંગ ખાનની આંગળીના વેઢે ગણાય એટલી ફિલ્મો એ જ સફળતણો સ્વાદ ચાખ્યો હતો, બાકી મોટા ભાગની તેની ફિલ્મો નિષ્ફળ જ રહી હતી. એક સમય તો એવો પણ આવ્યો કે લોકોને લાગવા લાગ્યું કે હવે શાહરુખ ખાનનો જાદુ પહેલા જેવો રહ્યો નથી અને પછી કોઈ દિવસ તે પહેલા જેવો જલવો દેખાડી શકશે નહીં. પરંતુ 30 વર્ષ કરતા પણ વધુ સમયથી સિનેમા જગત સાથે જોડાએલા શાહરુખ ખાને 4 વર્ષ જેવા લાંબા સમયગાળા માટે ફિલ્મો માંથી બ્રેક લીધો હતો. વર્ષ 2023માં પઠાણ ફિલ્મથી શાહરુખ ખાને રૂપેરી પડદા ઉપર પોતાનું કમબેક કર્યું હતું. પઠાણ ફિલ્મે કમાણીના મામલામાં જૂના બધા જ રેકોર્ડ તોડીને નવો પોતાનો આગવો ઇતિહાસ બનાવ્યો હતો. ચાર વર્ષના સમયગાળા બાદ શાહરુખ ખાને તેના ચાહકોને આ પર્ફેક્ટ ટ્રીટ આપી હતી. પરંતુ, કિંગ ખાનનો અસલી જાદુ તો હજી બાકી હતો. સેપ્ટેમ્બર મહીનામાં જન્માષ્ટમીના દિવસે જવાન ફિલ્મ થિએટરોમાં લાગી.

એક જ વર્ષમાં બે 1000 કરોડની ફિલ્મ આપનાર શાહરુખ એકમાત્ર એક્ટર

Advertisement

જવાન ફિલ્મે તો બોક્સ ઓફિસ ઉપર આંધી જ લાવી દીધી. ફિલ્મે રિલિઝ થતાની સાથે જ એક બાદ એક રેકોર્ડ તોડવાનું શૂરું કરી દીધું હતું. સાઉથ ઇંડિયન ડાઇરેક્ટર એટલી કુમારે શાહરુખ ખાનને નેવર સીન બીફોર અવતારમાં લોકો સામે પ્રેજન્ટ કર્યો હતો. શાહરુખ આ ફિલ્મમાં પિતા પુત્રના ડબલ રોલમાં જોવા મળ્યો હતો. ફિલ્મે વિશ્વભરમાં અત્યાર સુધી 1 હજાર કરોડ કરતાં પણ વધુની કમાણી કરવામાં સફળ રહી છે. એ શાહરુખ જેની છેલ્લા દાયકામાં બનેલી ફિલ્મો 100 કરોડની કમાણી કરવામાં પણ હવાતિયા મારતી હતી તે જ શાહરુખની 2 ફિલ્મો એ એક જ વર્ષમાં 1000 કરોડનો જાદુઇ આંકડો પાર કર્યો છે.

Advertisement

3.5 કરોડ લોકોએ જવાન ફિલ્મ થિએટરમાં માણી


બોક્સ ઓફિસના આંકડાઓ કરતા પણ મોટો રેકોર્ડ હવે જવાને પોતાના નામે કર્યો છે. અહેવાલો અનુસાર, જવાન હિન્દી સિનેમાની પ્રથમ ફિલ્મ સાબિત થઈ છે જેને 3.50 કરોડ દર્શકોએ સિનેમાઘરોમાં જોઈ છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આ એક મોટો આંકડો છે. આ સાથે જ શાહરૂખ ખાનની જવાન હિન્દી સિનેમાની પહેલી ફિલ્મ બની છે, જેને આટલી મોટી સંખ્યામાં લોકોએ જોઈ છે. આ રેકોર્ડ એ વાતની સાક્ષી આપે છે કે હવે ફિલ્મનો વિષય, વાર્તા અને અભિનય સારો હોય તો લોકો ફિલ્મ જોવા માટે સિનેમા ઘર સુધી દોડી આવતા હોય છે.

રાજકુમાર હીરાની સાથેની ફિલ્મ ડંકી ડીસેમ્બરમાં થશે રિલિઝ

પઠાણ અને જવાન બાદ કિંગ ખાનની આગામી ફિલ્મ રાજકુમાર હીરાની સાથે છે. રાજુમાર હીરાની એક એવા ડિરેકટર જેમને પોતના કારકિર્દીમાં એક પણ ફ્લોપ ફિલ્મ હજી સુધી બનાવી નથી. રાજકુમાર હીરાની મુન્નાભાઇ MBBS, 3 ઈડિયટ્સ, પીકે અને સંજુ જેવી સફળ ફિલ્મો બનાવી ચૂક્યા છે. હવે શાહરુખ સાથે તેમની જોડી કેવો કમાલ બતાવે છે એનો જવાબ તો આપણને ભવિષ્યમાં જ જાણવા મળશે. ઉલ્લેખનીય છે ડંકી ફિલ્મની સીધી ટક્કર 22 ડીસેમ્બરના રોજ પ્રભાસની ફિલ્મ સાલાર સાથે થવાની છે.

આ પણ વાંચો -- box office collection: મિશન રાનીગંજ ફિલ્મની કમાણી એકદમ ધીમી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×