Naagin Fame Sudha Chandran Gets Emotional At Mata ki Chowki : બોલીવુડ અને નાના પડદાની લોકપ્રિય અભિનેત્રી સુધા ચંદ્રનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, સુધા માતા કી ચૌકીની ભજન સાંજમાં હાજરી આપતી જોવા મળી રહી છે. આ કાર્યક્રમમાં હાજરી આપવી એ એક સામાન્ય ઘટના હતી, પરંતુ તેની સાથે જે બન્યું તેનાથી સોશિયલ મીડિયા યુઝર્સ વિચારતા થઇ ગયા છે. ભજન અને ભક્તિમય વાતાવરણ વચ્ચે, સુધા ચંદ્રન દૈવી ઉર્જામાં ડૂબી ગઈ, અને ક્ષણભર માટે ધુણવા લાગી હોય તેવું જોવા મળ્યું હતું, જેને પગલે હાજર રહેલા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કોઈને પણ અપેક્ષા નહોતી કે કોઈ કલાકારમાં આટલી ઉર્જાનો સંચાર થશે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ સુધાથી આશ્ચર્યચકિત થઈ ગયા છે. જ્યારે હાજર લોકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે સુધા રોકનારને દાંત વડે કરડતી જોવા મળી રહી છે.
ભજન ચાલુ થતા, અભિનેત્રી ભાવુક થઈ ગઈ
વીડિયોમાં, તમે સુધાને હોલમાં કૂદતી જોશો, જે પોતાની લાગણીઓને કાબૂમાં રાખવામાં અસમર્થ હોય તેવું લાગશે. તેણીએ લાલ અને સફેદ સાડી પહેરી હતી, તેના કપાળ પર લાલ સ્કાર્ફ બાંધેલો હતો જેના પર "જય માતા દી" લખેલું હતું. ભજન ચાલુ થતા, અભિનેત્રી ભાવુક થઈ ગઈ, અને બાદમાં તેના હાવભાવ બદલાતા ગયા હતા. તમે વીડિયોમાં જોશો કે કેટલાક અન્ય લોકો તેઓને મદદ કરવા, અને તેને પકડી રાખવા માટે આગળ આવ્યા હતા. દરમિયાન સુધા તેને મદદ કરવાર શખ્સનો હાથ કરડતી જોવા મળે છે.
અકસ્માત પછી, એક પગ ગુમાવ્યો
ઘણા ઇન્ટરનેટ યુઝર્સ આશ્ચર્યચકિત થયા કે, અભિનેત્રીનું શું થયું, અને ક્લિપ્સ પર વિવિધ કોમેન્ટ્સ કરી હતી. ઘણાએ અભિનેત્રી પ્રત્યે તેની પરિસ્થિતિમાં સહાનુભૂતિ વ્યક્ત કરી છે. એકે કહ્યું, "તે ભાવનાત્મક રીતે વ્યથિત લાગે છે, તેથી જ તે આ રીતે વર્તી રહી છે. આપણે તેના પર હસવું ન જોઈએ." બીજાએ કહ્યું, "પહેલા તેનું નામ ગૂગલ કરો; તે કોણ છે, પછી ખરાબ ટિપ્પણીઓ કરો. જે લોકો તેને જાણે છે, તેમના માટે પ્રેરણા છે. તે એક તાલીમ પામેલી શાસ્ત્રીય નૃત્યાંગના છે. એક અકસ્માત પછી, તેણીએ તેનો એક પગ ગુમાવ્યો, છતાં, તે ઘણા ટીવી શોમાં દેખાઈ, અને જેમણે તેની અભિનય કુશળતા જોઈ છે તેઓ સારી રીતે જાણે છે. આ વિડિઓમાં તે જે રીતે વર્તી રહી છે, તે ભક્તિથી ભરાઈ ગઈ છે, જ્યાં તેણીને કદાચ ખ્યાલ નહીં હોય કે, તે ત્યાં સુધી શું કરી રહી છે."
આ પણ વાંચો -------- Thailand ના Pattaya માં ભારતીય પ્રવાસીને બરાબર ઢીબી નાંખ્યો