Nayak 2 Movie: શું અનિલ કપૂર ફરી 24 કલાક માટે CM બનશે? જાણો સત્તાવાર અપડેટ
- શિવાજી રાવની વાપસી: અનિલ કપૂરની 'Nayak 2 Movie' પર લાગી મહોર
- બ્લોકબસ્ટર ફિલ્મ 'નાયક'ની સીક્વલની સત્તાવાર પુષ્ટિ
- નિર્માતા દીપક મુકુટ અને અનિલ કપૂર સાથે મળીને કરશે નિર્માણ
- અનિલ કપૂર ફરી એકવાર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે
- 2026ના અંત સુધીમાં રિલીઝ થવાની ચાહકોમાં પ્રબળ શક્યતા
Nayak 2 Movie : હિન્દી સિનેમાના ઇતિહાસમાં કેટલીક એવી ફિલ્મો છે જે સમયની સાથે જૂની નથી થતી, પણ વધુ લોકપ્રિય બને છે. આવી જ એક યાદગાર ફિલ્મ એટલે અનિલ કપૂરની 'નાયક'. વર્ષોથી ચાહકો આ ફિલ્મના બીજા ભાગની રાહ જોઈ રહ્યા હતા, અને હવે તે પ્રતીક્ષાનો અંત આવ્યો છે. ફિલ્મ નિર્માતાઓએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે 'નાયક 2' ટૂંક સમયમાં પડદા પર ધમાકેદાર એન્ટ્રી કરશે.
Nayak 2 Movie મુદ્દે અનિલ કપૂર અને દીપક મુકુલ વચ્ચે સમજૂતી
એક અહેવાલ મુજબ, જાણીતા ફિલ્મ નિર્માતા દીપક મુકુટે, જેમની પાસે મૂળ ફિલ્મનો કોપીરાઈટ છે, તેમણે આ પ્રોજેક્ટની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ અને અનિલ કપૂર મળીને આ સીક્વલનું નિર્માણ કરી રહ્યા છે. દીપક મુકુટે ઉમેર્યું, "હું અને અનિલ સાથે મળીને ફિલ્મ બનાવી રહ્યા છીએ. અત્યારે બધું કહેવું ઉતાવળ ગણાશે કારણ કે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ હા, કામ ચોક્કસપણે શરૂ થઈ ગયું છે."
SEQUEL ALERT #Nayak2 officially in works! #AnilKapoor & producer Deepak Mukut team up to co-produce the sequel, with Anil reprising his iconic role! Big announcement soon!#AnilKapoor #Bollywood #NayakSequel pic.twitter.com/hB8w4kTCHd
— Movie Takk (@MovieTakk) January 5, 2026
Nayak 2 Movie માં શું અનિલ કપૂર ફરી મુખ્ય ભૂમિકામાં દેખાશે?
જ્યારે ચાહકોમાં સૌથી મોટો પ્રશ્ન એ હતો કે શું અનિલ કપૂર ફરી શિવાજી રાવના પાત્રમાં જોવા મળશે? તેના જવાબમાં નિર્માતાએ સ્પષ્ટ કર્યું કે અનિલ કપૂર આ સીક્વલનો મુખ્ય હિસ્સો હશે. જોકે, અન્ય સ્ટારકાસ્ટ વિશે હજુ રહસ્ય જાળવી રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 2001માં આવેલી મૂળ ફિલ્મમાં રાની મુખર્જી, અમરીશ પુરી, પરેશ રાવલ અને જોની લીવર જેવા દિગ્ગજ કલાકારોએ જીવ રેડ્યો હતો.
તામિલ ફિલ્મ 'મુધલવન'ની સફર
'નાયક' ફિલ્મ ખરેખર એસ. શંકરની સુપરહિટ તામિલ ફિલ્મ 'મુધલવન'ની હિન્દી રીમેક હતી. ભ્રષ્ટાચાર સામે લડતા એક પત્રકારની આ વાર્તાએ આખા દેશમાં આંદોલન જેવી અસર ઉભી કરી હતી. હવે બદલાતા સમય અને રાજનીતિના નવા પરિપ્રેક્ષ્યમાં 'નાયક 2' ની વાર્તા કેવી હશે, તે જોવું રસપ્રદ રહેશે.
ફેન્સમાં જોવા મળી રહ્યો છે ભારે ઉત્સાહ
સોશિયલ મીડિયા પર આ સમાચાર વાયરલ થતાની સાથે જ સિનેમાપ્રેમીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં સત્તાવાર રીતે શૂટિંગના શિડ્યુલની જાહેરાત થઈ શકે છે. 2026માં આ સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક બની રહેશે.
આ પણ વાંચો : Jay Bhanushali - Mahhi Vij Divorce : લગ્નના 14 વર્ષ બાદ સેલિબ્રીટી કપલ છુટ્ટા પડશે


