Neena Gupta : કોન્ટ્રોર્સીયલ એક્ટ્રેસે ગ્લેમરસ અંદાજમાં સેલીબ્રેટ કર્યો 66મો બર્થ ડે, ટ્રોલર્સે કરી ટ્રોલ
- Neena Gupta એ 4 જૂનના રોજ પોતાનો 66મો બર્થ ડે સેલીબ્રેટ કર્યો
- જો કે Neena Gupta એ ગ્લેમરસ અંદાજમાં બર્થ ડે સેલીબ્રેટ કરતા ચકચાર મચી
- Neena Gupta ના બર્થ ડે સેલીબ્રેશન પર યુઝર્સે આપી મિશ્ર પ્રતિક્રિયા
Neena Gupta : બોલીવૂડની ફેમસ અને કોન્ટ્રોવર્સીયલ એક્ટ્રેસ નીના ગુપ્તા (Neena Gupta) એ પોતાનો 66મો બર્થ ડે સેલીબ્રેટ કર્યો છે. આ બર્થ ડે સેલીબ્રેશનમાં નીનાએ પોતની આગામી ફિલ્મ 'મેટ્રો ઈન દિનોં' (Metro In Dinon) ના સહકલાકારોને ખાસ આમંત્રણ આપ્યું હતું. નીના ગુપ્તાએ આ બર્થ ડે સેલીબ્રેશન ગ્લેમરસ અંદાજમાં કર્યુ હતું. આ સેલીબ્રેશનનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જો કે આ વાયરલ વીડિયોને લીધે નીના ગુપ્તાને ટ્રોલર્સ ટ્રોલ પણ કરી રહ્યા છે.
કોણ હતા ગેસ્ટ ?
નીના ગુપ્તાએ પોતાના 66મા બર્થ ડેની ધામધૂમપૂર્વક ઉજવણી કરી છે. આ ઉજવણીમાં તેણીએ પોતાની આગામી ફિલ્મ 'મેટ્રો ઈન દિનોં' (Metro In Dinon) ની સમગ્ર ટીમને આમંત્રણ આપ્યું હતું. જેમાં અનુપમ ખેર, આદિત્ય રોય કપૂર, સારા અલી ખાન, કોંકણા સેન શર્મા, પંકજ ત્રિપાઠી અને દિગ્દર્શક અનુરાગ બાસુ પણ નીના ગુપ્તા સાથે હાજર રહ્યા હતા. જ્યારે ટીમ ફિલ્મની રિલીઝ અંગે ચર્ચા કરી રહી હતી ત્યારે બધાની નજર નીના પર હતી. તેનું મુખ્ય કારણ છે નીના ગુપ્તાના આઉટફિટ્સ.
આ પણ વાંચોઃ બોલિવૂડને મોટો ઝટકો! જાણીતા અભિનેતાનું કેન્સર સામે લાંબી લડાઈ બાદ નિધન
ફેન્સને પસંદ ન આવ્યો બોલ્ડ લૂક
અવાર નવાર કોન્ટ્રોવર્સી ક્રિયેટ કરતી બોલીવૂડની એક્ટ્રેસ નીના ગુપ્તાએ તેના 66મા બર્થ ડે સેલીબ્રેશનમાં પણ કોન્ટ્રોવર્સીની પરંપરા જાળવી છે. તેણીએ આ બર્થ ડેમાં જે બોલ્ડ લૂક ધારણ કર્યો તે ફેન્સ અને સોશિયલ મીડિયા યુઝર્સને પસંદ આવ્યો નથી. નીના ગુપ્તાએ આ સેલીબ્રેશનમાં સફેદ કફતાન ડ્રેસ પહેર્યો હતો અને ઈનરવેરમાં ટ્રેન્ડિંગ એવી બિસ્કિટ બ્રા પહેરી હતી. આ આઉટફિટ તેની જ પુત્રી મબાસા ગુપ્તાની ડિઝાઈનરવેર કંપનીના હતા. આ ડ્રેસ પહેરીને નીના ગુપ્તાએ બર્થ ડે સેલીબ્રેશન કરતા બીટાઉન અને સોશિયલ મીડિયામાં બઝિંગ શરુ થઈ ગયું છે. જો કે કેટલાક યુઝર્સે આ નીનાની પર્સનલ ચોઈસ ગણાવી છે. મોટાભાગના યુઝર્સ અને ફેન્સ નીના ગુપ્તા દ્વારા ધારણ કરવામાં આવેલ બોલ્ડ લૂકને ઉંમરના હિસાબે યોગ્ય ગણતા નથી.
ટ્રોલર્સ કરી રહ્યા છે ટ્રોલ
સોશિયલ મીડિયા પર કેટલાક ફેન્સ નીના ગુપ્તાના આ ડ્રેસને તેની પર્સનલ ચોઈસ ગણી રહ્યા છે. જ્યારે કેટલાક ફેન્સ તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, નીના ગુપ્તાએ તેની ઉંમરનો ખ્યાલ રાખવો જોઈએ. બીજા યુઝરે લખ્યું કે, નીના ગુપ્તા અવાર નવાર ઉંમરને ન સાજે તેવા પોષાકમાં જોવા મળે છે. ત્રીજા એક યુઝરે લખ્યું કે, ગુલઝાર સાહેબ સાથેની મુલાકાતમાં પણ નીના તેના ડ્રેસને લીધે ટ્રોલ થઈ હતી. નીનાની ફેવરમાં એક યુઝરે લખ્યું કે, નીના તેની શરતો પર જીવન વીતાવે છે તે મહત્વનું છે.
આ પણ વાંચોઃ એક ફિલ્મ બનાવવા આટલું ગાંડપણ! ઘર, ગાડી વેચીને બનાવી એવોર્ડ વિનિંગ Movie